Link copied!
Sign in / Sign up
6
Shares

જાણો તમારા ગર્ભમા ઉછરતા બાળકની અણગમતી વસ્તુઓ

જ્યારે લોકો ગર્ભાવસ્થા વિશે વિચાર કરે છે ત્યારે સામાન્ય રીતે તે માતા, પિતા અને નાના બાળક ને સાથે જોડે છે, જે માં ના કોખમાં મોટું થતું હોય છે. માં ને શું ખાવાનું અને શું નઈ ખાવાનું તેને લઈને બઉ સભાન હોય છે જ્યારે પિતાને શું કરવું અને શું નઈ કરવું એને લઈને ચિંતિત હોય છે. તે નિયમિત ટ્રાયલ પર જાય છે અને બાળકો ના નામ ની સૂચિ તૈયાર કરે છે. એક વાત છે જેના માટે આપણા માંથી કોઈ કઈ વિચારતું નથી એ છે કે ગર્ભાશય દરમિયાન બાળક શું અનુભવતું હશે! કોઈને નથી ખબર કે જ્યારે બાળક ગર્ભ માં હોય છે ત્યારે તેને શું ગમતું હોય છે કારણકે કોઈ તેને યાદ નથી કરી શકતું, ના તો તેનો કોઈ પુરાવો હોય છે. પરંતુ માતા ને આના વિશે વિચારવાથી કોઈ રોકી શકતું નથી કે તેનું બાળક શું અનુભવે છે. શું બાળક ને ખરેખર આ વસ્તુ ગમે છે? અથવા તે તેને નાપસંદ કરે છે? આ વાત ન્યાયપૂર્વક જાણવા માટે કોઈ સ્પષ્ટ રીત નથી કે તમારા બાળકને નારિયેળ ની કુકી ખાવાનું ભાવશે કે નહીં. તમારું બાળક કેવું છે એ જાણવાની ખાલી એકજ રીત છે અને એ છે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન.

અલ્ટ્રાસાઉન્ડ સ્કેનમાં તમારા બાળકનો ચેહરો જોઈ જાણી શકાય છે કે તમારું બાળક ખુશ છે કે ઉદાસ. એ રડતું નથી પરંતુ મોઢું બગાડે છે જ્યારે એ ઉદાસ હોય.

આ કેટલીક બાબતો છે જે બાળકને ગર્ભમાં નથી ગમતી

1 જ્યારે માતા જોર-જોરથી હસે ત્યારે

ગર્ભવતી મહિલાઓ પર અભ્યાસ દરમિયાન અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ મશીન દ્વારા માતા ને જોર જોરથી હસવા માટે કેહવા માં આવ્યું હતું જેથી તે ગર્ભની પ્રતિક્રિયા રેકોર્ડ કરી શકે. માતા જ્યારે મોટે થી હસે છે ત્યારે પેટ ઉપર નીચે ખસે છે અને એના કારણે શિશુ પણ ઉપર નીચે થાય છે. અડધા બાળકો પણ હસવાનું શરૂ કરી દે છે જ્યારે તેમની માતા હસે છે અને અડધા બાળકો ને આ નથી ગમતું તો તે ઉદાસ થઈ જાય છે અને માતા ના ગર્ભમાં ઉછળવા ના કારણે રડવા લાગે છે.

2 આઘાત લાગે ત્યારે

બાળકો ને આઘાત લાગે છે જ્યારે તેઓ મોટા અવાજ સાંભળે છે અથવા તો તેમની માતા અચાનકથી કુદકા મારે છે અથવા તો તેમની સ્થિતિ બદલાય છે. જેમ આપણ ને આઘાત લાગે એ નથી ગમતું તેજ રીતે શિશુને પણ એ નથી ગમતું. તમારા સિવાય બહારની બાહ્ય વિશ્વ સાથે તેમનો કોઈ સંબંધ નથી હોતો અને તેઓ 28 અઠવાડિયાની ઉંમરથી ગર્ભમાં જોવાનું શરૂ કરે છે.

3 જ્યારે માતા પથારી પર પડખાં ફેરવે ત્યારે

આ પણ માતા ની હસવાની સ્થિતિ ની જેમજ છે, કારણકે જ્યારે માતા પોતાની સ્થિતિ બદલે છે ત્યારે શિશુને પણ પોતાની સ્થિતિ બદલવી પડે છે. કેટલીક પરિસ્થિતીઓમાં બાળકને પ્રવૃત્તિ કરવા માટે પૂરતી જગ્યા નથી મળતી અને એ દરમિયાન બાળકો કિક કરે છે કારણકે તેઓ અસ્વસ્થતા અનુભવે છે.

4 ઘોંઘાટ હોય ત્યારે

કોઈ પણ વ્યક્તિને ઘોંઘાટ નથી ગમતું. જયારે આસપાસનું વાતાવરણ ઘોંઘાટથી ભરેલું હોય છે ત્યારે તે તમારા શિશુ ને માત્ર તકલીફો આપે છે અને એમને આઘાત પણ લગે છે. આ ત્યારે પણ થઈ શકે જ્યારે તમે તમારું મનપસંદ ટેલિવિઝન પ્રોગ્રામ અતિશય અવાજમાં જોતા હોવ અથવા તો મોટા અવાજમાં રેડિયો સાંભળતા હોવ.

5 પેટ પર હાથ ફેરવો ત્યારે

બાળકની પ્રતિક્રિયા જોવા માટે પોતાના પેટને સ્પર્શવું એ માતા માટે ખુબજ સામાન્ય વાત છે. તમારા બાળકને તમારી સાથે રમવા માટે પ્રોત્સાહિત કરવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ છે. જ્યારે તમારું બાળક તમને કિક કરે છે, ત્યારે તમે તે ભાગને સહેલાઇથી સ્પર્શ કરી શકો છો અને જુઓ કે તેમની પ્રતિક્રિયા શું છે. જો તે વધુ લાત અને ફરવાનું શરૂ કરી દે, તો તેનો અર્થ એ કે તે રમવા માંગે છે અને જો તે પ્રતિક્રિયા દ્વારા જવાબ ન આપે, તો તેનો અર્થ એ કે તે એકલા રહેવા માંગે છે.

6 જ્યારે માતા તણાવમાં હોય ત્યારે

જ્યારે માતા તણાવમાં હોય તયારે બાળક એ મહેસૂસ કરી શકે છે. શરીર કોર્ટીસોલ ઉત્પન્ન કરે છે જે થાક અને નબળાઈનું કારણ બને છે. આ ત્યારે પણ થઈ શકે છે જ્યારે માતા ઉદાસ હોય. માતાના મૂડની અસર બાળકના મૂડ પર થઈ શકે છે. તેથી ખુશ રહેવાનો પ્રયત્ન કરો અને આથી બાળક પણ ખુશ રહેશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon