Link copied!
Sign in / Sign up
0
Shares

જાણો સોમવારના દિવસે કેમ બાળકો થાકી જાય છે જલદી?

બાળકો વીકએન્ડ પછી સોમવારે થાકેલાં જણાય છે. એવું નથી કે વીકએન્ડમાં આરામ કરીને આવ્યાં હોવાથી થોડી આળસ અનુભવતાં હોય છે. હકીકતે વીકએન્ડના દિવસે રાતે બે વાગ્યા સુધી વીડિયો ગેમ રમીને બાળક સૂતેલું હોવાથી સોમવારે જાણે લાંબી સફર કરીને આવ્યું હોય તેમ થાકેલું જણાતું હોય છે. બાળકોના કિસ્સામાં દર સોમવારે આવું બનતું જ રહે છે.

હકીકત વીકએન્ડના દિવસે બાળકો પર રાતે દસ વાગ્યા પછી ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકાવો જોઈએ. વીકએન્ડના દિવસે બાળક નિરાંતે ઊંઘે એ જ તેનાં હિતમાં છે. સંશોધકોનાં ધ્યાને એ વાત પણ આવી છે કે જે બાળકો મોડી રાત સુધી જાગીને ઊંઘ ખરાબ કરતાં હોય છે તેઓ શાળામાં ગુલ્લી પણ વધુ મારતાં હોય છે. જે બાળક રાતે આઠ કલાકની ઊંઘ ના લઈ શકતાં હોય તેઓ માનસિક તંગદિલી અનુભવીને શાળાકીય અભ્યાસ વિશે પણ વધુ ચિંતિત રહેતાં હોય છે. આવાં બાળકો અન્યોને મુકાબલે પોતાના મોબાઇલ ફોન કે કમ્પ્યૂટરને વધુ સમય પથારીમાં લઈને બેસતાં હોય છે, તેને કારણે સોમવારે જેટ લેગ જેવો અનુભવ કરે છે.

૧૩થી ૧૬ વર્ષની ઉંમરના ૨,૭૦૦ બાળકોને પ્રશ્નો કરીને અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉંમરે બાળકો મોડી રાત સુધી જાગવાની ટેવ ધરાવતાં હોય છે, તેને કારણે જ શાળામાં થાકેલાં જોવા મળે છે. અભ્યાસ હાથ ધરનારાઓનું એમ પણ કહેવું છે કે પૂરતી ઊંઘ ના લેવાથી પણ અભ્યાસ પર અસર પડે છે. આવી ટેવ બાળકની ઊંઘની પદ્ધતિમાં ખલેલ પહોંચાડીને તેમનાં શરીરની ઘડિયાળને જ ડામાડોળ કરી કરી દે છે. કેટલાંક બાળકોને વીકએન્ડ પછી રૃટિનમાં આવતાં ત્રણથી ચાર દિવસ લાગે છે. તે રૃટિનમાં આવે ત્યાં સુધીમાં તો પાછો વીકએન્ડ આવી જાય. આમ તો જે પણ શાળાકીય અભ્યાસ કરતાં હોય છે તેઓ જેટ લેગ જેવો અનુભવ કરતાં જ રહે છે, પરંતુ તે પૈકી મોટાભાગના વીકએન્ડમાં પૂરતી ઊંઘ ના લેતાં હોવાથી આવો અનુભવ કરતાં હોય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon