Link copied!
Sign in / Sign up
1
Shares

જાણો શિશુ દ્વારા પ્રેમ બતાવવાની કઇંક અલગ રીતો.

માતા-પિતા અને બાળકનો સંબંધ ઘણો જ અમુલ્ય હોય છે અને તેની તુલના આપણે કોઈપણ બીજા સંબંધ સાથે કરી નથી શકતા, ખાસ કરીને જ્યારે સંબંધ માતા અને બાળકની વચ્ચેનો હોય કેમ કે મા સાથેનો બાળકનો સંબંધ જન્મથી જ જોડાઈ જાય છે અને આ એક અમૂલ્ય બંધન હોય છે. માતા-પિતાનો પ્રેમ પોતાના બાળક માટે હંમેશા જ દેખાય છે પણ, ક્યારેક તમે એ જાણ્યું છે કે તમારું બાળક પણ તમારી પણ તેનો પ્રેમ અને સ્નેહ વરસાવે છે. દરરોજ તમારો અને તમારા બાળકનો સંબંધ ગહેરો થતો જાય છે ભલે તમારું બાળક તમને કઈ બોલી શકવામાં અસમર્થ હોય પરંતુ, તે તેના ઇશારાઓમાં તમને બધુ કહી જાય છે અને એક માતા માટે બાળકનો એ ઈશારો જ કાફી હોય છે. તો આવો અમે બતાવીએ કે એ કયા ઇશારા છે જેનાથી એક શિશુ તેની માતાને વગર બોલ્યે જ બધુ બતાવી જાય છે.

૧. જ્યારે બાળકો તમને સતત જોયા કરે છે.

ઘણીવાર બાળકો કઈપણ કર્યા વગર, પોતાની માતાને બસ એકી નજરે સતત જોયા કરતાં હોય છે જે ઘણું જ ફની અને ઘણું જ સ્નેહભર્યું હોય છે. એ તમારો ચહેરો વાચે છે અને તમને બતાવે છે કે તેમને તેના પર કેટલો ભરોસો અને તમારાથી કેટલો સ્નેહ છે, તેથી આગળથી જ્યારે તમારું બાળક તમને એકી નજરે જોય તો તેનાથી દૂર ન જઈને તેને પોતાના ગળા સાથે ભેટી પડો અને તેને પોતાનો સ્પર્શ અને સાથે હોવાનો અહેસાસ કરાવો.

૨. જ્યારે તમારું બાળક તમારી સાથે વાતો કરે.

ક્યારેક ક્યારેક તમે જોયું હશે કે તમારું બાળક એની જ ભાષામાં તમને કઈક કહેવા કે વાતો કરવા માંગે છે, આ પણ એમની સ્નેહ બતાવવાની એક રીત હોય છે. જો તમે નિશિત થઈને તેમની સાથે બેસસો તો એ તમારી સાથે કલાકો સુધી પોતાની જ બોલીમાં, અલગ અલગના અવાજ કાઢીને તમારી સાથે વાતો કરશે જે તમને ઘણું જ પ્રેમાળ લાગશે, તેથી જ્યારે પણ તમે જુઓ કે તે તમારી તરફ જોઈને કઈક બોલવાની કોશિશ કરે છે તો તેમને સમય આપો, તેમની સાથે તમે તેમને બતાવો કે તમે તેની વાતો સમજી રહ્યા છો, આનાથી તમારું બાળક તમારાથી જોડાણ અનુભવશે.

૩. જ્યારે તમારું બાળક તમારા ચહેરા પર ચુંબન કરે.

આ બાળકનો પ્રેમ બતાવવાનો સૌથી સીધો અનુમાન છે, બાળક જ્યારે પણ વધારે ખુશ કે પોતાની માતા પર પ્રેમ બતાવવા માંગે ત્યારે તે તેમના ચહેરા પર ચુંબન કરવા લાગે છે અને જો દાંત ન હોયતો દાઢથી તેની માતાને કરડવા લાગે છે. અને આ બાળક તેની માતા સાથે જ કરે છે, આ તેમની એક ખાસ રીત હોય છે જેનાથી તેમને અવગણશો નહીં અને બાળકની સાથે તે સમયની મજા કરો.

૪. જ્યારે તે તમારી સાથે રમવા માંગે છે.

જરૂરી નથી કે બાળક દરેક વખતે રમવાના મૂડમાં હોય તેથી જો તેના કોઈ રમકડાં કે તેના ગમતા રમકડાંને તમારી તરફ ફેંકે તો તેનો આ ઈશારો કહે છે કે તેઓ તમારી સાથે રમવા માંગે છે. આ તેમનું બહાનું હોય છે તમારી સાથે સમય પસાર કરવાનું. તમે તેની સાથે છુપા-છૂપી રમીને કે અલગ-અલગ ચહેરા બનાવીને તેમને મસ્તી કરાવો, તેમની સાથે રમશો તો તે વધારેમાં વધારે આ સમયને તમારી સાથે એન્જોય કરશે, તેથી તમે તમારા બાળક સાથેના આ પળો બિલકુલ પણ ચૂકો નહીં કેમ કે આ જ એ પળો હોય છે જે તમને પણ તમારા બાળપણમાં લઈ જશે.

૫. જ્યારે તે તમારી ગોદમાં આવવા માંગે.

જ્યારે બાળક શરૂ શરૂમાં ઘૂટણિયે કે ચાલવાનું શરૂ કરે છે તો ત્યારે તે વહેલા તમારી ગોદમાં આવવા નથી માંગતા. પણ જો આ સમય દરમિયાન તમારું બાળક પોતાના હાથ ફેલાવીને તમારી ગોદમાં આવવા માંગે તો સમજી જાઓ કે એ તમારી પાસેથી લાડ-પ્રેમ માંગે છે અને તમને પણ સ્નેહ આપવા માંગે છે, તેથી જરાક પણ મોડુ ન કરીને તેને પોતાની ગોદમાં ઉઠાવી લો. આ થોડા વધારે જ પ્રેમાળ ઇશારા છે જે તમારા બાળક તમને પ્રેમ બતાવવા માટે કરે છે તેથી અને નજરઅંદાજ કરીને તમે તમારા કામમાં ન લાગી જાઓ, પણ તેની પર ધ્યાન આપીને એ પળોની મજા માણો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon