Link copied!
Sign in / Sign up
2
Shares

જાણો નવજાત શિશુ જમણેરી (રાઈટ હેન્ડેડ) છે કે દાબોડી (લેફ્ટ હેન્ડેડ)

વિશ્વના ૧૦ ટકા લોકો દાબોડી હોય છે. જે તેમના અનુવાંશિક જનીન તત્વને કારણે હોય છે. બાકી ના લોકો જમણેરી હોય અથવા બન્ને હાથે કામ કરી શકે છે. બાળક તેમના માતા-પિતા ને અનુસરી ને જમણેરી અથવા દાબોડી હોય છે. બાળક દાબોડી હોય શકે, જો માતા અથવા પિતા એકાદ દાબોડી હોય. પણ સવાલ એ છે કે બાળક ગર્ભમાં જ દાબોડી કે જમણેરી હોય કે જન્મ્યા પછી તેમનામાં બદલાવ આવે છે?

આ જાણીથી વાત છે કે મગજનો ડાબો ભાગ શરીર ના જમણા ભાગને અને જમણો ભાગ ડાબા ભાગ ને સંચાલન કરે છે. તો આ કુદરતી રીતે સાબિત થાય છે કે બાળક જમણેરી અથવા દાબોડી છે. તે તેના મગજ પર નિર્ભર છે. પણ થોભો! આ સાચું નથી.

આ મગજ નહિ પણ કરોડ રજ્જુ (સ્પાઈનલ કોર્ડ) નક્કી કરે છે કે બાળક દાબોડી થાશે કે જમણેરી. તમને જાણી ને આશ્ચર્ય થશે કે કરોડ રજ્જુ બાળકના ગર્ભમાં ૮ થી ૧૨ મા અઠવાડિએ જ નક્કી થઇ જાય છે, કે તે કયા હાથ નો વધારે વપરાશ કરશે. આનો અર્થ એ થયો કે, જયારે ગર્ભ લીંબુ ના આકારનો હોય ત્યારે જ નક્કી કરી લે છે કે બાળક પેન્સિલ કયા હાથે પકડશે!

આપણા હાથ અને બાહુનું કાર્ય આપણા મગજના કારણે છે. મગજ કરોડ રજ્જુ ને કાર્ય કરવા માટે ઈશારો કરે છે. પણ મગજ અને કરોડ રજ્જુ શરુ થીજ એક-બીજા સાથે જોડાયેલા હોતા નથી. બાળક કયા હાથનો વધુ ઉપયોગ કરશે તે તેરમા અઠવાડીએ જયારે તે અંગુઠો ચુસ્વાનું શરુ કરે છે, ત્યારે નક્કી થાય છે.

તો સમજી લ્યો આપનું બાળક જન્મ થીજ દાબોડી કે જમણેરી હોય છે. પણ દાબોડી બાળક ને વાતાવરણ અને ટેવ પડવાથી જમણેરી બનાવી શકાય છે. જેમ કે તેને ટોકી-ટોકી ને કેહવું કે;જમણા હાથેજ લખાય;.

આને વાંચી ને જાણો તમારું બાળક જન્મથી દાબોડી છે કે જમણેરી અને એને દાબોડી થી જમણેરી બનાવવા પ્રયાસ કરો. સાથે- સાથે આ લેખન ને બધા સાથે શેયર કરીને બીજી માતાઓ ની પણ ચિંતા દૂર કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon