Link copied!
Sign in / Sign up
3
Shares

જાણો મહિલાઓ ના સ્તન ના કદ વધવા ના કારણો

તરુણાવસ્થામાં છોકરીઓ ના શરીરમાં ઘણા ફેરફારો થાય છે.ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફારોને કારણે શરીર માં પણ ઘણા ફેરફારો થઈ શકે છે. જેવા કે માસિક સ્રાવ ,સ્તનોના કદમાં વધારો વગેરે. પરંતુ કદાચ ક્યારેક તમે નોંધ્યું હશે કે મહિલાના સ્તનોનો આકાર અચાનક વધવા લાગે છે. આ ક્યારેક ખોરાકમાં બદલાવને કારણે થાય છે અને જો સ્ત્રી ગર્ભવતી હોય, તો પણ તેના સ્તનોના કદમાં અચાનક વૃદ્ધિ થાય છે. આ સ્તનો નું ઉન્નતીકરણ એવી સ્ત્રીઓ ને ગમે છે જેમના સ્તન પહેલા કદ માં નાના હોય છે.પરંતુ જેમના સ્તનનું કદ સામાન્ય હોય તેઓ માટે મુશ્કેલી ઉભી થાય છે . આજે, અમે તમને સ્ત્રીઓ ના સ્તનના કદ માં થતા ફેરફાર ના કારણો જણાવશું વાંચો

માસિકસ્ત્રાવ માં

માસિકસ્ત્રાવ દરમિયાન સ્ત્રીઓ ના શરીરમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન વધવા લાગે છે જેના કારણે સ્તનો ના કદ માંપણ વધારો થાય છે એટલું જ નહીં એના લીધે એ નરમ બની જાય છે.

ગર્ભાવસ્થા માં

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ ના શરીરમાં ઘણા હોર્મોનલ બદલાવ જોવા મળે છે. જેના કારણે તેમના સ્તનો ના કદ માં પણ અચાનક વૃદ્ધિ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ ના સ્તન માં લોહી નું પરિભ્રમણ વધી જાય છે જેના કારણે પણ તેમના સ્તનો માં વૃધ્ધિ થાય છે.

જ્યારે વજન વધી જાય છે ત્યારે

સ્તનો ના કદ વધવાનું એક કારણ અચાનક વજન વધવું એ પણ હોય શકે છે. શરીર માં વજન વધવાની અસર સ્તનો પર પણ થાય છે અને એમાં વૃદ્ધિ થાય છે

યૌન સંબંધ

તમને જણાવી દવ કે યૌન સંબંધ પણ સ્તનો ની વૃદ્ધિ નું એક કારણ છે.શારીરિક સંબંધ બાંધતા પહેલા જે ક્રીડા કરવામાં આવે છે એના થી પણ સ્તન નું કદ વધે છે. શારીરિક ક્રીડા કરવા થી સ્તન ની નસો ફૂલી જાય છે અને એમા સોજા આવી શકે છે જેના થી સ્તન મોટા થયેલા દેખાય છે.

ગર્ભનિરોધક દવાઓથી

ઘણી મહિલાઓ અથવા જે મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓ નો વધારે ઉપયોગ કરે છે તેમના સ્તનો ઉપર પણ અસર થાય છે કેમ કે આ દવાઓ મા એસ્ટ્રોજન ની માત્રા વધારે હોય છે જેનાથી સ્તનો ના કદ મા વધારો થાય છે.

સ્તનો મા ગાંઠ

આજકાલ સ્તનો મા ગાંઠ હોવાની સમસ્યા બહુ વધી ગઇ છે. જો તમને પણ તમારા સ્તનો ના આકાર મા બદલાવ દેખાય કે એમાં દબાવવાથી ગાંઠ હોય એવું લાગે તો રાહ જોયા વગર તુરંત તમારા ડૉક્ટર ને સંપર્ક કરો.

વ્યાયામ નહી કરવાથી

જે સ્ત્રીઓ ખાવા ની શોખીન હોય અને વ્યાયામ ના કરતી હોય એવી સ્ત્રીઓ માટે ચરબી વાળો ખોરાક પણ એક કારણ બની શકે છે જેનાથી તેમના શરીર અને સ્તનો ના કદ મા વધારો થાય છે. તમે જોયુ હશે કે જે સ્ત્રીઓ વ્યાયામ થી વજન ઘટાડે છે એમના સ્તનો પણ વ્યાયામ થી ઘટવા લાગે છે . તો આ થોડાક કારણો છે જેનાથી સ્ત્રીઓ ના સ્તનોના કદ મા અચાનક વધારો થાય છે જો તમને લાગે કે એનાથી તમને તકલીફ થઈ શકે તો તુરંત તમારા ડોક્ટર ને સંપર્ક કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon