Link copied!
Sign in / Sign up
2
Shares

જાણો લગ્ન માં ચોખા શા માટે ઉડાડે છે

બધીજ છોકરી માટે લગ્ન ખુબ વિશિષ્ટ ક્ષણ હોય છે આ ક્ષણે છોકરી ના મન માં દરેક પ્રકાર ની લાગણી ઉત્પન્ન થાય છે. પતિ ના ઘરે જવાની ખુશી, તો માં બાપ ના ઘર થી વિદાય થવા નું દુઃખ; સાસરે નવા માણસો ને મળવા નું હિચકિચાટ તથા ગભરામણ, તો બીજી બાજુ નવા સંબંધો ની ઉત્તેજના; એક છોકરી માટે નવું અને અલગ હોય છે. ભારત દેશ માં લગ્ન એક દિવસ નો નહિ પણ ત્રણ ચાર દિવસ નો તહેવાર જેવો ઉત્સવ હોઈ છે. ભારત માં લગ્ન ઘણા પ્રકાર ના રીત રિવાજ અને વિધિ થી ભરેલા હોઈ છે અને દરેક વિધિ નું પોતા નું મહત્વ હોઈ છે. જ્યાં મેહંદી અને ગીત-સંગીત થી એક પ્રકાર નું ખુશી નું વાતાવરણ હોઈ છે ત્યાં છોકરી ની વિદાય નું એક અલગ જ માહોલ હોઈ છે અને વિદાય વખતેજ એક મહત્વ ની વિધિ હોઈ છે જેમાં કન્યા વિદાય થાય ત્યાર ચોખા ઉડાડતી હોય છે.

આ કોઈ પણ માતા-પિતા અને તેની પુત્રી માટે ભહુજ લાગણીશીલ ક્ષણ હોય છે. જયારે પુત્રી પોતા નું ઘર છોડીને બીજા નવા ઘર માં જાય છે. વિદાય વખતે પુત્રીએ ઉડાડેલા ચોખા, માતા-પિતા પોતા નો ખોળો ફેલાવીને તેમાં લઇ લે છે અને પુત્રી ના વિદાય પછી આખા ઘર માં તે ચોખા ફેલાવામાં આવે છે.પણ આ વિધિ શા માટે કરે છે તે ખુબજ થોડા લોકો ને ખબર હશે. અમે આ વિધિ વિશે જણાવીએ છે.

આ વિધિ નું શું મહત્વ છે?

પુત્રી વિદાય વેળાએ જે ચોખા માતા ને અર્પણ કરે છે, તેનો એમ અર્થ છે કે પુત્રી ઘર ની લક્ષ્મી હોય છે અને તે સાસરે ગયા બાદ પણ ઘરનો ભંડાર ભર્યો રહે છે. ચોખા ઉડાડવાનો એક અર્થ એ પણ થાય છે કે પુત્રી ના, બાળપણ થી લઈને અત્યાર સુધીના માતા-પિતા એ કરેલા તમામ બાબતો નો આભાર વ્યક્ત કરે છે.

આ ઉપરાંત માતા-પિતા ના બધાજ ઉપકાર ચૂકતે કરી નવા જીવન ની શરૂવાત કરી રહી હોય છે.

ચોખા ઉડાડવા વા નું એક કારણ આ પણ છે કે આના થી નવવિવાહિત યુગલનું ભાગ્ય હંમેશા તેમની સાથે રહે અને સંતાનસુખ ની પ્રાપ્તિ થાય. લગ્ન સમયે જયારે વરરાજા નું, છોકરી ના ઘર માં આગમન થાય છે ત્યારે દરવાજાની પૂજા કરવામાં આવે છે અને વરરાજા પર ચોખા ઉડાડવા માં આવે છે ,જેના થી દંપતી ને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઘણી જગ્યા એ કન્યા ના આણા માં ચોખા અને હળદર નો સમાવેશ કરવા માં આવે છે, જેથી કન્યા ના જીવન માં હેમેશા ખુશ રહે.

ચોખાજ શા માટે ?

ભારતીય આહાર માં ચોખા ને ખુબજ મહત્વપૂર્ણ માનવા માં આવે છે. તે શક્તિ, સુખ, સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક છે. જેનાથી દુષ્ટતા દૂર થાય છે એટલે ધાર્મિક વિધિમાં ચોખાનો ઉપયોગ થાય છે. 

લગ્નમાં મૌજ-મસ્તીની ઘણી વિધિ જરૂર હોય છે પણ છોકરી માટે આ સમય ખુબ લાગણીશીલ હોય છે. જેને ફક્ત છોકરી અને તેના માતા-પિતા જ સમજી શકે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon