Link copied!
Sign in / Sign up
16
Shares

જાણો કયા કારણોથી પ્રેગ્નન્ટ મહિલાઓ રડે છે

જો સામાન્ય લોકો પાસે રડવાના ૧૦૦ કારણો હોઈ શકે છે તો એક ગર્ભવતી મહિલાના રડવાના તો અનેક કારણો હોઈ શકે છે. જો તમે પેહલા ગર્ભવતી રહી ચૂક્યા છો તો તમે સમજી ગયા હશો કે અમે શેની વાત કરી રહ્યા છે. જો નહીં તો તમે એવી ઘણી બધી મૂવી દેખી હશે જ્યાં તમે એક ગર્ભવતી મહિલાને પોતાનો મનપસંદ આઈસ-ક્રીમ ન મળ્યા પર રડતી જોઈ હશે. એક ગર્ભવતી મહિલા સરળતાથી રડવા લાગી જાય છે અને તે કેમ ના રડે? આવો અમે તમને કારણો જણાવીએ.

હોર્મોનલ ફેરફારને લીધે રડે છે ગર્ભવતી મહિલાઓ:

તમારે પણ આ વાતની ખબર હશે કે ગર્ભવતી મહિલાનું શરીર હોર્મોનલ ફેરફારોથી ઘેરાયેલું રહે છે અને આ હોર્મોનલ બદલાવ એક ક્વાર્ટરથી બીજા ક્વાર્ટર સુધી બદલાતું રહે છે. કેટલાક હોર્મોનની વધતી માત્રાના લીધે મહિલાઓ ના દિમાગમાં કેટલા ન્યુરોટ્રાન્સમિટર વધે છે અને આ જ કારણે મહિલાઓનો મૂડ બદલાતો રહે છે અને તેમના બદલાતા મૂડને કારણે તેમને ક્યારેક રડવું આવે છે તો ક્યારેક ખુશી મળે છે.

કેટલાક કારણ જેના લીધે ગર્ભવતી મહિલાઓ રડે છે:

- પેહલું કારણ હોય છે એવી એડવરટીઝમેન્ટ જોવી જેનામાં નાના બાળકો ને દેખાડવામાં આવે, અને માતા બઉ પ્રેમથી તેને સ્પર્શતી દેખાય તો તમારે એ એહસાસને મહેસૂસ કરીને રડવું આવવું અલબત્ત છે.

- માત્ર એડવરટીઝમેન્ટ જ નહીં પરંતુ જો તમે તમારી આસપાસ કોઈ માઁ-દીકરાની જોડીને દેખો છો તો તમારું હૃદય ભરાઈ જાય છે, એ વિચારીને કે થોડા દિવસો પછી તમે પણ તમારા બાળક સાથે આ જ રીતે જોવા મળશો.

- કોઈપણ અજાણ્યા વ્યક્તિથી દયાળુતા મળવી કોઈ પણ વ્યક્તિના હૃદયને સ્પર્શે છે, પરંતુ આવી દયાળુતા ગર્ભવતી મહિલાઓ ના આંખોમાં આંસુ લઈ આવે છે. કોઈ અજાણી વ્યક્તિ એ તમને બસમાં બેસવા માટે સીટ આપી? રોડ ક્રોસ કરતા સમયે એક કાર વાલાએ પોતાની કાર રોકીને તમારે પાસ થવાનો મોકો આપ્યો? આ બધું દેખીને શક્ય છે કે તમારે રડવું આવી જાય.

- અજાણ્યાથી દયાળુતા મળવા પર જે રીતે ગર્ભવતી મહિલા ખુશી મહેસૂસ કરે છે એ જ રીતે એને એનાથી વધારે ખુશી પ્રાપ્ત કરે જો એમના પોતાના એના માટે કઈ કરે, જેમકે જો તેમના પતિ તેના માટે ફૂલ લાવે તો તે તેને જોઈને રાડશે, એટલા માટે નહીં કે એને ફૂલ નથી ગમતા પરંતુ એટલા માટે કે તે તેની ખુશી સંભાળી નહીં શકે.

- પોતાના કપડાં ફિટ ન આવે તો પણ ગર્ભવતી મહિલા ને રડવું આવી શકે છે.

- કેટલીક ગર્ભવતી મહિલાઓ પ્રથમ સ્કેનમાં બાળકના દિલની ધડકન સાંભળીને રડી પડે છે.

- દિલની ધડકન સાંભળીને જેમ ઘણીવાર ગર્ભવતી મહિલા રડી પડે છે જ્યારે તેમનું બાળક લાત મારે છે અથવા પછી માતાનું ગીત ગાવાથી તે પોતાના બાળકને મહેસૂસ કરે છે.

- જો વાત ખાવાની છે તો, ક્રેવિંગ દરમિયાન ખાવાનું ન મળવા પર પણ મહિલાઓ ને રડવું આવી શકે છે.

- રડવાનું ગંભીર કારણ તણાવ પણ હોઈ શકે છે. ડિલિવરી અને એના પછી આવવા વાળા સમય વિશે વિચારીને પણ ઘણી મહિલાઓ રડી પડે છે.

- રડવાથી અજી વધારે રડવાની ઈચ્છા થશે, તમે જેટલું રડશો તમારે વગર કોઈ કારણ એટલું વધારે રડવું આવશે.

- ઘણી ગર્ભવતી મહિલાઓ વગર કોઈ કારણે રડે છે, એમને પણ નથી ખબર હોતી કે તે કેમ રડતી હોય છે.

- અને છેલ્લે તમારે લેબર વખતે રડવું આવશે, પણ આ વખતે રડવું યોગ્ય છે.

કોઈ પણ મહિલા માટે ગર્ભાવસ્થા એક ખૂબજ મહત્વપૂર્ણ અને અણમોલ ક્ષણ હોય છે અને આ સમયે મહિલાઓની અંદર ભાવનાઓનું પૂર હોય છે તો એવામાં ઈમોશનલ થઈ જવું ખૂબ જ અનિવાર્ય છે. આ સમયે મહિલાને સપોર્ટની સખ્ત જરૂર હોય છે તેથી આ જરૂરી છે કે ઘરના બીજા લોકો તેમને સમજે અને તેમને સહયોગ આપે અને તેમનું ધ્યાન રાખો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon