Link copied!
Sign in / Sign up
3
Shares

જાણો કોણ હોય છે બાળકોના સૌથી પાક્કા મિત્ર..

બાળકનો ઉછેર એ ખૂબ જ કાળજી માંગી લે તેવો વિષય છે. એક સ્વિચ પાડીને થઇ જતો નથી. મા-બાપ બનવું સહેલું છે પણ મા-બાપ બનીને બાળકની સાચી પરવરિશ કરવી એટલી જ અઘરી1 છે. પહેલાના જમાનામાં સંયુક્ત કુટુંબ હતાં ત્યાં બાળકનો ઉછેર અને તેની કાળજી લેનારાં કાકા-કાકી, ફોઈ, દાદા-દાદી બધાં હતાં. આ બધાની વચ્ચે બાળક ક્યાં મોટાં થઈ જતાં હતાં તે ખબર પણ પડતી નહોતી. એમાં પણ દાદા-દાદી સાથે બાળક સૌથી વધારે સમય રહેતાં.

દાદા-દાદી પાસે બાળક તેમના અનુભવોની વાર્તા સાંભળે. દાદા-દાદીને પણ ખબર હોય કે બાળકને કેવી રીતે હેન્ડલ કરાય. તેઓ બાળકને નાની-નાની વાર્તાઓ દ્વારા શીખ અને સંસ્કારનું સિંચન કરે. મા- બાપ જ્યારે બાળકોને જન્મ આપે છે ત્યારે તેમનો પતિ- પત્નીમાંથી મા- બાપ તરીકેનો પણ નવો જન્મ હોય છે. તેમના માટે એકલા હાથે બાળઉછેર કરવો મુશ્કેલ બને, પણ જ્યારે દાદા-દાદી હોય તેમને બાળકોનાં ઉછેરનો પૂરતો અનુભવ હોય એટલે તેઓ વધુ સારી રીતે ઉછેર કરી શકે છે. ખાસ કરીને જ્યારે બાળક બીમાર પડે કે તેને કોઇ તકલીફ થાય ત્યારે મા-બાપ ગભરાઇ જાય છે અને તેમને ખબર નથી પડતી કે શું કરવું, તેવામાં દાદા-દાદી પોતાના અનુભવના નુસખાના આધારે તેનું સોલ્યૂશન કાઢે છે. કેટલીક વાર જે અસર દવાથી ન થાય તે દાદા-દાદીના નુસખાથી થાય છે. એક ગુજરાતી કહેવત પ્રમાણે દાદા-દાદીને પણ મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે. પોતાનાં સંતાનો અને તેની બીજી પેઢી માટે દાદા-દાદીને અંતરથી જ એક આકર્ષણ હોય છે. તેમનો પડયો બોલ ઝીલી તેના માટે દાદા ઘોડો પણ બની જાય છે અને દાદી તેને પૂરતું પોષણ મળે એ માટે નિત નવીન અખતરા કરી પોષક આહાર ખવડાવતાં હોય છે. તેમનાંથી બનતું બધું તે આ પેઢી માટે કરી છૂટે છે.

આજે જ્યાં ન્યૂક્લિયર ફેમિલી જોવા મળે છે ત્યાં બાળકોનાં ઉછેરમાં આ વાતની કમી રહી જાય છે. એમાં પણ જો મા-બાપ બંને જોબ કરતાં હોય તો બાળકો કેરટેકરનાં ભરોંસે જ હોય છે. જે પ્રેમ અને હૂંફ પોતાના લોહીનાં સગાં પાસે મળી રહે તે કેરટેકર પાસે ગમે તેટલાં નાણાં વેરવા છતાં નહીં મળી શકે, એટલે જો બની શકે તો તમારા બાળકના આંતરિક વિકાસ માટે પણ તેમને દાદા-દાદીની હૂંફ જરૂર પૂરી પાડજો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon