Link copied!
Sign in / Sign up
0
Shares

જાણો કેમ થાય છે મહિલાઓ ના સ્તનમાં પીડા... સમય રેહતા કરો ઈલાજ


જ્યારે એક છોકરી જુવાની માં પગ મુકે છે તો તેના શરીરમાં ઘણા બધા બદલાવ આવે છે. શરીરમાં બદલાવ આવાનુ કારણ છે હોર્મોનલ પરિવર્તન. પીરિયડ્સ થી લઈ ને બ્રેસ્ટ નાં વિકાસ જેવા બધાજ જાત નાં બદલાવો થી એક મહિલા પસાર થાય છે.

તમને કહી દઈએ કે મહિલાઓ ને મોટા ભાગે સ્તનો માં પિડા હોવાની મુશ્કેલી હોય છે. પરંતુ ઘણી વાર ખબર નથી પડી શક્તી કે તેમને આ પીડા કેમ થઈ રહી છે. સ્તનો માં પીડા હોવાનાં ઘણા કારણો હોય છે જે કદાચ તમને ખબર નહી હોય. જો તમે પણ બ્રેસ્ટમાં થતી પીડા થી પીડીત છો તો આ પીડા ની પાછળનું કારણ જાણી લો..

પીરીયડ્સ

સ્તનો માં પીડા હોવાનું સૌથી પહેલુ કારણ હોય શકે છે દર મહિને થતા પીરિયડ્સ. પીરિયડ્સ નાં દિવસો માં સ્તનો માં પીડા હોવી સાવ સામાન્ય વાત છે. જોકે આ પીડા ખુબ વધારે નથી હોતી પરંતુ હળવી હોય છે. આ પીડા પીરિયડ્સનાં ૧- દિવસ સુધી રહી શકે છે. 

ગર્ભાવસ્થા ની દરમ્યાન

જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે તો પણ તેના સ્તનો માં પીડા થઈ શકે છે. આ મોટાભાગે પહેલા ત્રિમાસીક માં હોય છે અને ત્રીજા ત્રિમાસીક સુધી પહોંચતા આ પીડા ઓછી થઈ જાય છે.

સ્તનપાન

જો તમારુ બાળક નાનુ છે અને તેને તમે સ્તનપાન કરાવતા હોવ તો પણ તમને સ્તનમાં પીડા ની ફરીયાદ રહી શકે છે. તેનું કારણ હોય શકે છે કે અથવા તો તમારુ બાળક સરખી રીતે દુધ નથી પી રહ્યું જેના કારણે સ્તન માં દુધ ભરાઈ જાય છે અને તે દુખવા લાગે છે. આની સીવાય કોઈ કોઈ વાર નિપલ નાં સુકાઈ જવા પર પણ થાય છે.

સિસ્ટ હોવી

આજકાલ નાં સમય માં સ્તનો માં સિસ્ટ હોવુ ઘણી સામાન્ય વાત થઈ ગઈ છે. આ ખાસકરી ને ૩૫ વર્ષની માઓ ને થઈ જાય છે. આનું પણ યોગ્ય સમય પર ઈલાજ કરાવુ ઘણુ જરુરી છે.

ચામડી ની પ્રોબ્લેમ

સ્તનમાં પીડા હોવાનુ કારણ આ પણ હોઈ શકે છે કે તમને કોઈ સ્કિન ની સમસ્યા હોઈ. જો તમારા સ્તન પર રેશેઝ, દાણા પિંપલ વગેરે હોય છે અને આની પર ખંજવાળ પણ આવતી હોય તો તમારા સ્તનો માં પીડા હોય છે.

ખેંચાવ

જો તમે રોજ કસરત કરો છો તો પણ તમને સ્તનો માં પીડા રેહવાની ફરીયાદ રહે છે. આ મસલ્ઝ માં ખેંચાવ ના કારણે થાય છે. જોકે આ કસરત શરુ કરવાના થોડા દિવસો સુધી જ રહે છે પછી જ્યારે શરીરને કસરત કરવાની આદત પડી જાય છે તો સ્તન ની પીડા સરખી થઈ જાય છે.

ખોટી બ્રા

સ્તનો માં પીડા નું બીજુ કારણ એ પણ હોય શકે છે કે તમે ખોટી સાઈઝ ની બ્રા પેહરી છે. અથવા બની શકે છે કે તમે ખોટી રીતના બ્રા પેહરી છે. અથવા તમે ખોટી રીતના બ્રા પેહરી હોઈ. તેથી તમે એ વાત નું ધ્યાન રાખો કે તમે બ્રા ની સાઈઝ બરાબર પેહરી હોય અને તેને સરખુ પેહર્યુ હોય. અમે આશા રાખ્યે છીએ કે તમને ઉપર જણાવેલ જાણકારી થી કશુ ખબર પડી હોય. તો જો તમને પણ સ્તનમાં પીડા થતી હોય તો ઉપર બતાવેલ વાતો પર નજર દોડાવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon