Link copied!
Sign in / Sign up
6
Shares

જાણો કેમ શિશુઓ સ્તનપાન વખતે ઊંઘી જાય છે અને તેમને જગાડી રાખવાની ટિપ્સ.

શું તમારો બાળક સ્તનપાન વખતે સુઈ જાય છે? અને આ તમને ચિંતિત કરે છે કે બાળકને જરૂરી માત્રામાં સ્તનનું દૂધ નથી મળતું. ને તમને એ વાતની ચિંતા છે કે તમારો બાળક પોષણના અભાવે જલ્દી સુઈ જાય છે? જો તમે આ બધી તકલીફોને વેઠો છો ને તેનાથી છૂટકારો પામવા ઈચ્છો છો તો તમે એકદમ બરોબર જગ્યા પર આવ્યા છો.

તો તમારો બાળક કેમ ઊંઘી જાય છે?

સ્તનપાન વખતે શિશુઓ સુઈ જાય છે એ બઉજ સામાન્ય બાબત છે. આ શરૂ-શરૂમાં ખૂબ જોવા મળે છે અને એક મહિના જેવું રહે પણ છે. અને આ પણ બઉ સામાન્ય છે કે તમે આનાથી ચિંતિત હશો કારણકે આના થીજ તમારા નાના ભૂલકાઓ જરૂરી પોષણ પ્રાપ્ત કરે છે.

સાથે-સાથે, તમે એમ પણ વિચારો છો કે આપનો બાળક હજુ પણ ભૂખ્યો હશે કારણકેએ સુઈ ગયો છે. કોઈક બાળક અન્ય બાળક કરતા વધારે ઊંઘતું હોય છે અને આમપન સ્તનપાન એ આરામદાયક ગતિવિધિ છે જેના લીધે પણ તેમને ઊંઘ આવી શકે છે. આખરે સ્તનનું દૂધ એક ભારી આહાર છે અને ભલા આટલું ભરી ખાધા પછી કોને ઊંઘ ન આવે!

આપના બાળકને ઊંઘવાથી કેવી રીતે રોકવો?

શરૂ-શરૂના અમુક અઠવાડિયામાં બાળકો ખૂબ સુવે છે અને એમને જગાડી રાખવા માટે તમારે થોડા શારીરિક સ્પર્શ કરવા જોઈએ અને અવા-નવા અવાજો કાઢવા જોઈએ. તમારો બાળક તમારી સુગંધ અને અવાજ ઓળખવાનો પ્રત્યન કરશે અને એ અડધી ઊંઘમાં પણ સ્તનપાન કરી શકે છે. તમારો રૂમ બને તો પ્રકાશિત રાખો પણ બઉ પ્રકાશ ના આવા દેવો જોઈએ કેમકે આના લીધે બાળકને જોવામાં તકલીફ પડી શકે છે. પ્રકાશ બઉ ઓછો પણ ન રાખવો જોઈએ જેથી કરી તમારા બાળક ને જોવા માં તકલીફ પડે.

તમારા બાળક સાથે શાંતિથી અને ધીરે-ધીરે વાત કરતા રેહવું જોઈએ અને એમના માથાનો નેે પગનો માલિશ આરામથી કરો, જેથી કરી એ લોકો જાગતા રહે અને પરાયપ્ત માત્રા માં દૂધ પણ પિતા રહે. તમારા બાળકને સીધું સુવડાવો અને હલકેથી પકડી એમની સાથે વાત કરો. અલગ-અલગ અવાજથી એમની સાથે વાત કરો જેથી કરી એમને ઊંઘ ન આવે.

કેવી રીતે જાણવું કે તમારા બાળકને ભૂખ લાગી છે?

મોટાભાગે બાળકોને જ્યારે ભૂખ લાગે છે ત્યારે જ તેઓ રડે છે. પણ આના બીજા કારણો પણ હોઈ શકે છે: 

તમારો શિશુ સુવા દરમ્યાન પણ ચૂસવાના અવાજો નિકાળશે. એ સુવાના વખતે પણ બઉ બેચેન અને ખિજાઈ જશે. અચાનક તમે એમની આંખો જોષો તો તમને જોવાઈ જશે અને આજ સંકેત છે કે તેમને ભૂખ લાગી છે.

સાથે-સાથે એવું પણ બની શકે છે કે તમારા સ્તનને શોધતા-શોધતા એ પોતાની ગર્દન આમ તેમ ફેરવ્યા કરશે કેમકે તેમને દૂધ ની જરૂર છે.

 

 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon