Link copied!
Sign in / Sign up
3
Shares

જાણો કેમ લાગે છે ગર્ભાવસ્થામાં ઘડી-ઘડી ભૂખ....

શું તમે ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિકમાં છો? શું તમે જમ્યા પછી તરત કે અડધી રાત્રે ભૂખ લાગ્યાનો અનુભવ કરો છો? શું જોરથી ભૂખ લાગવાથી તમે પરેશાન છો? જો હા, તો અમે તમને કહી રહ્યા છીએ ગર્ભાવસ્થામાં ભૂખ લાગવા વિશે, ગર્ભવતી સ્ત્રીઓ ને અધિકતમ ગર્ભાવસ્થાના ત્રીજા કે બીજા મહિના માં તેજ ભૂખ અને ખાવાની લાલસા કેમ મેહસૂસ થાય છે. ભૂખ લાગવાના આ એહસાસનો સામનો પોષ્ટીક ખાવાનું ખાઈને કરવો.

ભૂખ મેહસૂસ કરવું (હંગર પેગ્સ) શું છે?

ભૂખ લાગવાનો અનુભવ, તેજ ભૂખ લાગવાના કારણે પેટની નીચેના ભાગમાં લાગે છે. પેટની અંદરની લાઇનિંગ તમને પરેશાન કરે છે અને અંતે તમને ભોજન ની લાલસા લાગે છે. ગર્ભાવસ્થા દરમ્યાન પાચન પછી પેટ ખાલી થઈ જાય છે, અને વાલ એક બીજા સાથે ઘસાય છે. સાથેજ પેટ ની લાઇનિંગ માં તકલીફ થાય છે. આ ઘર્ષણ થી ભૂખ નો એહસાસ થાય છે. આનાથી છુટકારો મેળવવા સૌથી પેહલા તરત જ જમી લેવું. પોતાનું પેટ ખાલી ન રાખવું અને થોડી વારએ થોડું-થોડું ખાતા રેહવું. ગર્ભાવસ્થા દરમ્યાન વધારે ભૂખ લાગવાના કારણ આના ઘણા કારણ છે જેમાં થી થોડા આ પ્રમાણે છે-

શિશુની વૃદ્ધિ

જેમ તમે ત્રીજી કે બીજી અવસ્થા માં પહુચો ત્યારે તમારું શિશુ તેજી થી વધે છે. શિશુનો વિકાસ કરવા માટે આવશ્યક માત્રા માં ભોજન લેવું ખુબ જરૂરી છે. જો તમેં આવશ્યક માત્રા માં કેલરી નહિ લ્યો તો તમને તેજી થી ભૂખ લાગવાનો અનુભવ થશે અને શિશુના સ્વસ્થ ને પ્રભાવિત કરશે.

વધારે પ્રમાણ માં પ્રવાહી પદાર્થ પીવો

ગર્ભાવસ્થા દરમ્યાન પ્રવાહી પદાર્થ લેવો આવશ્યક છે, જો કે આ વાત નું ધ્યાન રાખવું જોયે કે તમે પ્રવાહી પદાર્થ ની કેટલી માત્રા લ્યો છો કારણ કે વધારે પડતું પાણી પીવાથી તમારા પેટની લાઇનિંગ પર ખેંચાણ થશે અને તમને વધારે ભૂખ લાગશે, એટલે નિયંત્રિત માત્રા માં પાણી પીવું.

 

મસાલા વાળું ભોજન

ગર્ભવતી સ્ત્રીઓએ વધારે પડતું મસાલા વાળું ભોજન લેવા થી બચવું જોયે. મસાલા વાળું ભોજન તમારા પેટ ની લાઇનિંગ ને પ્રભાવિત કરે છે અને એના થી શારીરિક ધુકાવો પણ થઇ શકે છે.

બરાબર ચાવી ને ખોરાક ખાવો

એ આવશ્યક છે કે તમેં જમવાનું બરાબર ચાવીને ખાવ. ગર્ભાવસ્થા દરમ્યાન ચાવીને ભોજન લેવા થી અપચા ની સમસ્યા ઓછી થાય છે અને તમને પેટ ભારીલુ હોય એવું લાગે છે.

ગર્ભાવસ્થા ની શરૂઆત માં તેજ ભૂખ લાગવાના એહસાસ ને રોકવા:

તેજ ભૂખ લાગવાના એહસાસ ને તમે ઘણા પ્રકાર થી છુટકારો મેળવી શકો છો-

નિયમિત રૂપ થી ખાવું

નિયમિત સમય પર થોડું થોડું ખાવાનો પ્રયાસ કરો. જો તમે તમારા પેટને વધારે સમય ખાલી રાખશો, તો એના થી પેટ ની લાઇનિંગ માં તકલીફ થશે અને તમને જોર થી ભૂખ લાગશે. વધારે પડતા ડાયટિશ્યન ગર્ભવતી સ્ત્રીઓને હર બે-ત્રણ કલાકે પોષ્ટીક ભોજન લેવાનો સુજાવ આપે છે.

બેગમાં નાસ્તો સાથે રાખવો

જો તમે ગર્ભવતી હોવ અને તમારે ઓફિસે જવાનું હોય તો હેન્ડ-બેગ માં નાસ્તો લઇ જવાનું ન ભૂલતા. થોડા બિસ્કિટ અને સૂકો મેવો સાથે રાખવો. જયારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ નાસ્તો તમે ખાય શકો.

હાઈડ્રેટેડ રહો

ગર્ભાવસ્થા દરમ્યાન પોતાને હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે. ડી-હાયડ્રેશન થી સ્વાસ્થ માં અગવડતા થઇ શકે છે. યોગ્ય આહાર નિયમિત લ્યો દિવસના ભોજન માં હોલ-ગ્રેન બ્રેડ અને બ્રાઉન રાઇસ શામિલ કરો. રેશા થી ભરપૂર ભોજન લેવાથી અપચા અને કબજિયાતમાં રાહત મળે છે. સાથે જ રેશાથી ભરપૂર આહાર તમારા પેટ ને લાંબા સમય સુધી ભરેલું રાખશે. આના થી જલ્દી ભૂખ નહિ લાગે.

 જો તમે અડધી રાત્રે નાસ્તો ખાય રહ્યા હોય તો એવો નાસ્તો લેવો જે સહેલાઇ થી પચી જાય. તમે હર્બલ ચા, પીનટ બટર, એક વાટકો સિરિયલ્સ એ પણ દૂધ ની સાથે ખાય શકો છો. સરખી રીતે ભોજન નું આયોજન અને પેટ ભરાય એવા ભોજનની સાથે તમે આસાનીથી ગર્ભાવસ્થા દરમ્યાન મેહસૂસ થવા વળી ભૂખ ને નિયંત્રિત કરી શકો છો.

 

 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon