Link copied!
Sign in / Sign up
10
Shares

જાણો, ગર્ભાવસ્થામાં કાજુ ખાવાથી શું થાય છે!🤰🤰

ગર્ભાવસ્થા નો સમય ખુબ નાજુક હોય છે, અને તમે જે કંઈ કરશો તેનાથી ફરક પડે છે. આ વાત પર કોઈ શંકા નથી કે આવા સમયે તમને વિવિધ પ્રકારના ભોજનની લાલસા થાય છે, પણ શું એ બધું ખાવાનું સુરક્ષિત છે? -આજ એક મોટો સવાલ જે હમેશા તમને હેરાન કરે છે. જ્યારે પણ તમને કંઇક ખાવાનું મન થાય છે, કાજુ બેશક આ સમયે મોઢામાં પાણી લાવે તેવી વસ્તુ માંની એક છે! પણ બની શકે છે કે તમે હેરાન હોવ કે કાજુ ખાવું સુરક્ષિત છે કે નહીં. એ ખૂબ જ પૌષ્ટિક મેવો, ગર્ભાવસ્થા દરમ્યાન ખાવો સુરક્ષિત છે; પણ થોડી દેખરેખ સાથે. આવો જાણીએ ગર્ભાવસ્થામાં કાજૂ ખાવાના ફાયદા!

-ગર્ભાવસ્થામાં કાજુના પોષ્ટિક ફાયદા:

પોષ્ટિક વિટામિનની ગોળીઓ ના નામથી જણાતા કાજુ પૌષ્ટિક લાભથી ભરપૂર છે. આ તમારા અને તમારા બાળક માટે પૂરી રીતે સુરક્ષિત છે. કાજુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને પૂરા વિશ્વમાં મળી શકે છે. આ વધારે દક્ષિણ એશિયાના રસોઈઘરમાં જોવા મળે છે; ખાસ કરીને થાઈ અને ભારતીય વ્યંજનોમાં. આ ખૂબ જ સ્વાદિષ્ટ ચોકલેટ અને મિષ્ટાનની મુખ્ય સામગ્રી પણ છે.

આ છે તેના પૌષ્ટિક લાભો:

- કાજુ એ બધા જ જરૂરી પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે, જેની આવશ્યકતા તમારા બાળકને ગર્ભાવસ્થા દરમ્યાન વિકાસ માટે જરૂરી હોય.

- કાજુના એ એક આઉન્સમાં ૯ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૪.૫ ગ્રામ પ્રોટીન અને ૧૩ ગ્રામ ગુડ-ફેટ હોય છે.

- આમાં ઉચ્ચ સ્તરના એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે સંક્રમણથી બચવા માટે ઉપયોગી હોય છે.

- આ તમને જરૂરી ઊર્જા પ્રદાન કરે છે, જેની જરૂર તમને સંવેદનશીલ સમય દરમ્યાન હોય છે.

- કાજુમાં રહેલા ઉચ્ચસ્તરીય ફાઇબર કબજીયાત અને દસ્તની સમસ્યાથી લડવામાં મદદ કરે છે, જે કે ગર્ભવતી સ્ત્રીમાં સાધારણ છે.

- આમાં ફેટ કોમ્પોઝિશન ઓછું હોય છે અને આમા ફાયદાકારક સ્કવાલેન ફાયટોસ્ટેરોલ અને ટોકોફેરોલ હોય છે.

- કેલ્શિયમથી ભરેલા કાજુ તમારા બાળકના હાડકા અને દાંત ના વિકાસમાં સહાયતા કરે છે.

- કાજુના લિપીડ પ્રોફાઈલ સ્તરમાં કાયદાકારક પરિણામ સાબિત થયા છે, જે એ સ્ત્રીઓ માટે ફાયદાકારક છે જે ગેસ્ટેશનલ ડાયાબિટીસથી ગ્રસ્ત હોય છે.

- કાજુમાં રસાયણ રહેલા છે, જે ગર્ભાવસ્થા દરમ્યાન કોઈપણ પ્રકારના માસૂડો અથવા દાંતના સડાને દૂર કરવામાં મદદ કરે છે.

- સાથે જ, મેગ્નેશિયમથી ભરપૂર કાજુ, માસપેશીઓમાં સોજો, વધારે રક્તચાપ, માથાનો દુખાવો, પીડા અને થાકને દૂર કરવામાં મદદ કરે છે.

- કાજૂમાં વિટામિન કે ની માત્રા પણ હોય છે, જે તમારી પ્રસવના સમયે વધારે લોહીના સ્ત્રાવને રોકવામાં મદદ કરે છે. કાજુના એક આઉન્સમાં ૯.૮ એમસીજી વિટામિન હોય છે.

- લોહ તત્વોથી ભરપૂર કાજુને ગર્ભાવસ્થા દરમ્યાન લોહીની ઊણપ દૂર કરવા માટે તમે તમારા આહારમાં ઉપયોગ કરી શકો છો.

- કાજૂમાં ઉચ્ચ માત્રામાં કોપર પણ હોય છે, જે ભ્રૂણની કોશિકાના તીવ્ર વિકાસમાં સહાયતા કરે છે.

ગર્ભાવસ્થા દરમ્યાન કાજૂનું સેવન કરતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું:

આમ તો કાજુના ઘણા સ્વાસ્થ્ય લાભ છે, પણ એ જરૂરી છે કે તમે તેનો વધારે ઉપયોગ ન કરો, કેમ કે ગર્ભાવસ્થા દરમ્યાન તેની ઉંધી અસર થઇ શકે છે. આ છે કાજુના વધારે સેવન થી થતા નુકશાન:

- આ સમયે કાજુ વધારે ખાવાથી વજન વધી શકે છે, કેમકે તે કેલરીથી ભરપૂર હોય છે.

- કાજૂમાં અરુષ તેલ પણ જોવા મળે છે, જે ચામડી પર ચાંભા કે ખંજવાળનું કારણ બની શકે છે. આ ખુબ પીડાદાય હોઇ શકે છે અને તે ઊંઘ ન આવવાનું કારણ પણ બની શકે છે.

- આમાં ઓક્સિલેટ પણ હોય છે, જે શરીરમાં રહેલા પ્રવાહી પદાર્થ પર નિર્ભર હોય છે અને તે ગર્ભાવસ્થા દરમ્યાન સમસ્યાનું કારણ બની શકે છે.

- એ વાતનું ધ્યાન રાખવું કે તમે દરરોજ એક આઉન્સથી વધારે કાજુ ન ખાવો.

- મીઠાવાળા કાજુ ન ખાવો, કેમ કે તેમાં વધારે સોડિયમ હોય છે.

- કાજુ વધારે ખાવાથી ગોલ બ્લેડર અને કિડનીની સમસ્યા થઈ શકે છે.

સાથે જ ઓર્ગેનિક કાજૂનું જ સેવન કરો, કેમ કે તે વધારે પોષણયુક્ત હોય અને વધારે સ્વાદિષ્ટ હોય છે. ઓર્ગેનિક કાજુ આકારમાં નાના હોય છે પણ પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. અથવા તમારા ડૉક્ટરથી જ નક્કી કરો કે તમારા આહારમાં કાજુનું ઉપયોગ કરી શકો છો કે નહીં, કેમકે એ જ એવા વ્યક્તિ છે જે કહી શકે કે તમારે તમારા આહારમાં તેનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં.

ગર્ભાવસ્થા દરમ્યાન કાજુનો તમારા આહારમાં ઉપયોગ કરવાના કેટલાક નુસખા:

એ વાત પર કોઈ શંકા નથી કે જ્યારે પણ તમારું મન થાય કે ભૂખ લાગે, તો તમે પેટ ભરવા માટે કાજૂ ખાઈ શકો છો અને કાજૂનું સેવન કરવાની ઘણી રીતો છે:

- આને ખાવાની સૌથી સારી રીત છે કે તમે તેને અન્ય મેવા સાથે ભેગા કરીને ખાઓ. તેનાથી તમને કેવળ એક આઉન્સ કાજૂ ખાવાથી વધારે પોષણ મળશે.

- તમે કેશુ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. સેબ, શાકભાજી કે સલાડની સાથે ડીપ કરીને. આ કાજુને મિક્સરમાં પીસીને સહેલાઈથી તૈયાર કરી શકાય છે.

- તમે તમારી શાકભાજી તૈયાર થવાના થોડા સમય પહેલા, કાજુને તેમાં નાખી શકો છો.

- મેપલ સીરપની સાથે કાજુને તમે પેનકેકમાં નાંખી શકો છો અથવા તમે તેને સિરિયલ્સમાં ભેળવી શકો છો.

- તમે ઘરે તૈયાર કરેલું કાજુ યોગહર્ટ પણ ખાઈ શકો છો, જે ખુબ સ્વાદિષ્ટ હોય છે.

કાજુ પ્રકૃતિનો ઉપહાર છે અને તમે તેનું સંતુલિત માત્રામાં સેવન કરીને લાભ લઈ શકો છો. ગર્ભાવસ્થા તમારા જીવનનો સુખમય સમય છે, તો આગળ વધો અને તેનો આનંદ લ્યો; પણ સાથે સાવધાની પણ રાખો. તમે જે ખાવો પીવો છો, તેનું ધ્યાન રાખો. એવા ખોરાકનું સેવન ન કરો, જે આ સમયે તમારા અને તમારા બાળક માટે હાનિકારક હોય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon