Link copied!
Sign in / Sign up
14
Shares

જાણો ગર્ભાવસ્થા સમયે ગોળ થી થતા ફાયદા!

ગોળ ખાલી ગળિયું જ નથી હોતું પરંતુ આના બીજા ઘણા ફાયદા હોય છે ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ માટે. ગર્ભાવસ્થા વખતે સ્ત્રીઓને પોતાનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે જેના લીધે માં અને શિશુ બંને નું સ્વાસ્થ્ય સારું રહે. ગોળ માં કેલ્શિયમ, મિનરલ, પોટેશિયમ વગેરે હોય છે જેના લીધે ગર્ભવતી સ્ત્રીઓને બઉ ફાયદા થતા હોય છે. આજે આ બ્લોગ ના માધ્યમ અમે તમને આવા જ કંઈક ફાયદા વિશે જણાવા માગ્યે છે.

રક્ત ની કમી થી બચાવે છે :

ઘણીવાર ગર્ભાવસ્થા વખતે સ્ત્રીઓમાં લોહી ઓછું થઈ જાય છે, એટલા માટે જ આ સમયે જો સ્ત્રીઓ ગોળ ખાવામાં લે તો તેમની આ અછત પુરી થઈ શકે છે કારણકે ગોળ ખાવાથી લાલ રક્ત કોશિકાઓ બને છે જેના થી લોહી ની કમી તો પુરી થાય છે સાથે સાથે પ્રતિરક્ષા માં પણ વધારો થાય છે.

હાડકાઓ ને તાકત મળે છે :

ઘણીવાર ગર્ભાવસ્થા વખતે સ્ત્રીઓ માં હાડકાઓ નો દુખાવો જેવી રીતે - કમર નો દુખાવો, સાંધા નો દુખાવા થી પીડાય છે, એટલે જ જો ગર્ભાવસ્થા વખતે સ્ત્રીઓ ગોળ નું સેવન કરે તો એમને સાંધાઓ અને હાડકાઓ ના દુખાવા થી રાહત મળશે.

રક્ત નું શુદ્ધિકરણ :

ગોળ ખાવા થી લોહી શુદ્ધ થાય છે અને આનો ફાયદો ખાલી માં થનારી સ્ત્રી ને જ નહી પણ શિશુ ને માટે પણ બઉ સારું થાય છે કારણકે ગર્ભાવસ્થા વખતે માં ગમ્મે તે ખાય આનો સીધો અસર પેટ માં થનારા બાળક ને પણ થાય છે અને આના થી તમારો બાળક પણ તંદુરસ્ત રહે છે.

સોજો ઓછો થાય છે :

ઘણીવાર ગર્ભાવસ્થા વખતે સ્ત્રીઓમાં સોજા ની તકલીફો જોવા મળે છે એટલે આ સમયે જો સ્ત્રીઓ ગોળ નું સેવન કરે તો એમને સોજા ની તકલીફો થી રાહત મળી શકે છે. ગોળ માં મિનરલ અને પોટેશિયમ હોય છે જે શરીર માં પાણી ઓછું નથી થવા દેતું અને પોટેશિયમ ના કારણે શરીર માં એલેક્ટરોલાઈટ ની માત્રા સંતુલિત રહે છે જેના લીધે સોજા ના દુખાવા થી રાહત મળે છે.

તંદુરસ્ત ગર્ભાવસ્થા :

ગોળ ખાવા થી ગર્ભવતી સ્ત્રીઓ તંદુરસ્ત ગર્ભાવસ્થા અનુભવી શકે છે કારણકે ગોળ માં સોડિયમ ની માત્રા ઓછી હોય છે જેના લીધે બ્લડ પ્રેશર નિયંત્રણ માં રહે છે. સાથે-સાથે કિડની સ્ટોન અને હૃદય સંબંધી રોગો થી પણ બચાવી શકે છે.

કોઈ પણ સ્ત્રી માટે માં બનવું એ સૌથી વિશેષ વસ્તુ હોય છે અને દરેક ગર્ભવતી સ્ત્રી એવું ઇચતી હોય છે કે એનું આવનારું બાળક પણ તંદુરસ્ત હોય એના માટે જ એ જાણવું ખૂબ જરૂરી હોય છે કે ગર્ભાવસ્થા વખતે ખાવા પીવાનું ખાસ ધ્યાન રહે. ગોળ નો ખોરાક સ્ત્રીઓ અને તેમના શિશુ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પણ તમે જરૂર થી તમારા ચિકિત્સક ની પરવાનગી લો કારણકે એવું બની શકે છે કે તમને કોઈક વસ્તુ થી એલર્જી હોય કા તો એવું બની શકે કે ક્યારેક પહેલા તમને ગોળ માફક ના આવ્યો હોય એટલે જ પોતાના રક્ષણ માટે એક વાર તમારા ચિકિત્સક સાથે જરૂર થી વાત કરો.

હેપી પ્રેગ્નન્સી! 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon