Link copied!
Sign in / Sign up
48
Shares

જાણો ગર્ભાવસ્થા દરમિયાન પતિ-પત્ની વચ્ચે કયા કારણોથી થાય છે ઝઘડા😖

ગર્ભાવસ્થાની અવસ્થા બધાને પાગલ બનાવી દેઇ છે. એ વાત સાચી છે કે પતિ-પત્નીને જ્યારે ખબર પડે છે કે એ લોકો મા-બાપ બનવાના છે, તો તેની ખુશીનો કોઇ ઠેકાણું નથી રહેતું. પણ તેની સાથે-સાથે છે ઘણી જિમ્મેદારીઓ અને લડાઈ-ઝઘડા. અમે આશા કરીએ છીએ કે તમારી સાથે આવું ન બને, પણ અમે નીચે કેટલીક બાબતો આપીએ છે જેના કારણે ગર્ભાવસ્થાના સમયે પતિ-પત્ની વચ્ચે લડાઈ-ઝઘડા થાય છે.

પતિનું સંવેદનશીલ સ્વભાવ ન દેખાડવું

આ ફરિયાદ દરેક પત્નીની હોય છે. જ્યારે એક સ્ત્રી આવી જીવન બદલાવાની અવસ્થામાંથી પસાર થાય છે, તો એ ઈચ્છે છે કે તેનો પતિ તેને સમજે. એના પ્રતી સંવેદનશીલ હોય. ઘણીવાર પતિઓને સમજવાનું મુશ્કેલ થઇ જાય છે, કેમકે બધું જ બદલાવા લાગે છે અને તેની પત્ની દરેક સમયે તેનાથી ધ્યાન રાખવાની અપેક્ષા રાખે છે. પતિઓના રોજિંદા રૂટિનમાં બદલાવ આવે છે અને તેના કારણે તેના કારણે તે ચીડચીડિયા થઈ જાય છે અને પોતાની પત્નીને સમજી નથી શકતા.

શારીરિક સંબંધ ના સવાલો

ગર્ભાવસ્થાના સમયે એક સ્ત્રીનું શરીર કેટલાય બદલાવોથી પસાર થાય છે, કેમ કે તેમનું રીપ્રોડકટીવ સિસ્ટમ ઘણા હોર્મોનલ બદલાવોથી પસાર થાય છે. તેનું શરીર પહેલાં કરતાં વધારે સુંદર થઈ જાય છે અને આ સુંદરતા પતિઓને મોહી લે છે. એટલે પતિ પોતાની પત્નીથી વધારે નજીક આવવા માંગે છે, પણ પત્ની પોતાના પતિની બાજુમાં સુવા ને બદલે એક ઓશીકું પકડીને સૂવાનું પસંદ કરે છે.

સાચી વાત એ છે કે સ્ત્રીઓને ગર્ભાવસ્થા સમયે ઇન્ટિમેટ થવા માટે એટલે મુશ્કેલી થાય છે કેમકે તેને ડર રહે છે કે આ દરમ્યાન તેને કે તેના થવાવાળા બાળકને કોઈ નુકશાન ન થાય. ગર્ભાવસ્થાના સમયે ઇન્ટિમેટ થવા પહેલા એકવાર પોતાના ડોક્ટર પાસે જરૂર વાત કરો.

સમય ન કાઢી શકતા

એક ગર્ભવતી સ્ત્રી માટે એનાથી વધારે કોઈ ખરાબ વાત નથી હોતી કે તેને ડોક્ટર પાસે તપાસ કરાવવા એકલું જવું પડે. જ્યારે પતિ આવા સમયે પણ પોતાની પત્ની માટે સમય નથી કાઢી શકતા, તો પત્નીઓને ખરાબ લાગે છે. પતિઓને પોતાના ઓફિસના સમયને સંભાળવાનું આવડવું જોઈએ અને પોતાની પત્નીના દરેક સ્કેન અને ડોક્ટરની એપોઇન્ટમેન્ટના સમય હાજર રહેવું જરૂરી છે- કેમકે આ જગ્યાએ તેને તમારા સાથની ખૂબ જ જરૂર હોય છે. ગર્ભાવસ્થાના સમયે પતિઓએ પોતાનો વધારેમાં વધારે સમય પોતાની પત્નીને આપવો જોઈએ, કેમકે ગર્ભાવસ્થા એક એવો પડાવ હો છે જ્યારે એક સ્ત્રીને પોતાના પતિના સાથની વધારે જરૂર હોય છે.

શક કરવો

સ્થિતિ વધારે બગડવા લાગે છે જ્યારે પત્ની પોતાના પતિના બીજા કોઈ સાથે સંબંધ હોવાનો શક કરે છે, કેમકે પત્નીઓને લાગે છે કે પોતાના પતિને સારી રીતે ખુશ નથી રાખી શકતી. એક સ્ત્રી તેના વધતા શરીરને જોઇને તણાવમાંથી પસાર થાય છે. તે પોતાનો કોન્ફિડન્સ ગુમાવે છે કેમ કે હવે તેમનું શરીર પહેલાં જેવું પાતળું નથી રહ્યું. આ સમયે પતિનું કર્તવ્ય છે કે તે પોતાની પત્નીને એકલી ન પાડવા દે. તેના પર ધ્યાન આપે, તેના ખોટા વિચારોને મગજમાંથી કાઢી નાખવામાં તેની મદદ કરે, જેનાથી તેને શક પૈડાં થતો હોય.

બાળકના નામ માટે ઝઘડા કરવા

આ એક પતિ-પત્ની વચ્ચેની પ્રેમ-ભરી લડાઈમાંની એક છે- બાળકના નામ માટે ઝઘડા કરવા. પણ આ દલીલ સિરિયસ પણ થઇ શકે છે, જો પતિ પોતાના બાળકનું નામ પોતાના પરિવારની પ્રથઓનાં હિસાબે રાખી પણ પત્નીને લાગે કે એના બાળક નું બીજું કાંઈ નામ હોવું જોઈએ. ધ્યાન રાખો કે આ ઝઘડો ગંભીર ન થાય. છેલ્લે બાળકનું કાંઈ પણ નામ હોય; આમ તો એ તમારી બંનેની આંખોના તારા જ છે.

પૈસાની મુશ્કેલ

ગર્ભાવસ્થાના સમયે કેટલા પૈસા જોઈએ છે તે ખબર જ નથી પડતી. એ ઘણું મોંઘું પણ થઈ શકે છે. ઘણીવાર આ મુશ્કેલીના કારણે પતિ પોતાની પત્નીને વગર પ્લાનિંગે ગર્ભાવસ્થાનો આરોપ લગાડી દે છે. આવું કરવું બિલકુલ સાચું નથી કેમકે આ સમયે પત્નીઓને પતિના સહારાની જરૂર હોય છે; નહીં કે તેને દોષી માનવાની. પોતાનું બજેટ જોઈને બાળકની પ્લાનિંગ કરો. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon