Link copied!
Sign in / Sign up
1
Shares

જાણો બાળકના ઊંઘમાં ચાલવાના કારણો-એની સારવાર અને બચાવ

ઊંઘમાં ચાલવું એ એક સામાન્ય ડિસઓર્ડર છે જે બાળકો ને પ્રભાવિત કરે છે, ઓછા માં ઓછા ૩૦% લોકો પોતાના જીવનમાં એકવાર આનો અનુભવ કરતા હોય છે. લગભગ ૮.૪ મિલિયન અમેરિકનો ઊંઘમાં ચાલવાની તકલીફ થી પીડાય છે. જો ધ્યાન ના આપવામાં આવે તો ઊંઘમાં ચાલવું એ બાળકો માટે હાનિકારક બની શકે છે.

સ્લીપવોકિંગ શું છે?

ઊંઘમાં ચાલવું એ બાળકો અને મોટાઓ માં જોવા મળે છે જેને સ્લીપિંગ ડિસઓર્ડર કેહવામાં આવે છે અને આને સમય પર સારું પણ કરી શકાય છે. સાથે સ્લીપવોકિંગ ને સોમનેમ્બુલિસમ પણ કેહવામા આવે છે, આ એ બાળકો માં વધારે જોવા મળે છે જે રાત્રે સૂતી વખતે પોતાની પથારી ભીની કરતા હોય છે. વધારે પડતાં બાળકો કિશોરાવસ્થા થી પેહલા આ તકલીફ માંથી પસાર થતા હોય છે. સ્લીપવોકિંગ ચાલવું કા તો કોઈક અઘરા કામ કરવાનું કાર્ય કહી શકાય છે. આ નુકસાન ન કરનારી ગતિવિધિઓ જેવી રીતે પલંગ પર બેસી રેહવુ અને એકધાર્યું જોતાં રેહવુુ થી લઈને ખતરનાક ગતિવિધિઓ જેવી રીતે ઇલેક્ટ્રિક ઉપકરણો, ગાડી ચલાવવું ને બહાર ફરવાની ગતિવિધિ સુધી થઈ શકે છે.

આમ તો સ્લીપવોકિંગ ઊંઘ ના પેહલા ત્રણ નોન - રેમ (સપના વિનાનું) તબક્કા વખતે થાય છે. સ્લીપવોક કરવા વાળા લોકો ને કાંઈ ખબર નથી હોતી કે શું થઈ રહ્યું છે અને જાગ્યા પછી પણ એમને કશું યાદ રેહતું નથી.

જો વ્યક્તિ આર.ઈ.એમ (રેમ) તબક્કા વખતે સ્લીપવોક કરે છે તો આને સ્લીપવોકિંગ નઈ પણ રેમ બિહેવિયર ડિસઓર્ડર કેહવમાં આવે છે. આ સ્થિતિ મા વ્યક્તિ સ્વપ્ન પ્રમાણે કામ કરે છે અને ઘણીવાર એને યાદ પણ રેહતું હોય છે.

સ્લીપવોકિંગ નીચે ના કારણો થી થઈ શકે છે:

બાળકો માં સ્લીપવોકિંગ નું સામાન્ય કારણ છે ઓછી ઊંઘ.

અનિયમિત ઊંઘ ને લાગતી આદતો - ઊંઘ લેવાના ના સમયમાં બદલાવ, અનિયમિત ઊંઘ.

બીમારી અને તાવ.

તણાવ, બેચેની ના લીધે સ્લીપવોકિંગ અને અન્ય નોકટરનલ ડિસઓર્ડર થઈ શકે છે.

સ્લીપવોકિંગ વારસાગત પણ થઈ શકે છે.

ઊંઘ મા ડર લાગવાના કારણે પણ સ્લીપવોકિંગ થઈ શકે છે.

ભરેલા બ્લેડર ના કારણે પણ સ્લીપવોકિંગ થઈ શકે છે અને બની શકે છે કે ખોટી જગ્યા પર પેશાબ કરે.

મેડિકલ સ્થતિ ના પરિણામસ્વરૂપ ઊંઘ માં તકલીફ થતી હોય છે જેવી રીતે સ્લીપ એપનિયા, એપિલેપસી અને રેસ્ટલેસ લેગ સિન્દ્રોમ થી પીડાતા બાળકો ને સ્લીપવોકિંગ ની વધારે સંભાવના હોય છે.

ઉપર બતાવેલા કારણો સ્લીપવોકિંગ, સિડેતિવ, મેડીકેશન, માથા પર ઇજા અને માઇગ્રેન ના કારણે પણ ક્યારેક સ્લીપવોકિંગ થઈ શકે છે.

સ્લીપવોકિંગ નો ઉપચાર :

મોટાઓ માં સ્લીપવોકિંગ નો ઉપચાર સામાન્ય રીતે હાઇપનોસિસ ના ઉપયોગ વડે કરવામાં આવે છે, જેની સફળતા ની સંભાવના ઓછી હોય છે. ફારમેકોલોજીકલ ઉપચાર, જેમાં એન્ટિડિપ્રેસિડેન્ટ અને સિડેટિવહાઇપનોટિક દવાઓ નો ઉપયોગ કરવામાં આવે છે જે મોટાઓ માં સ્લીપવોકિંગ માટે અસરકારક હોય છે. હા પણ, બાળકો માં સ્લીપવોકિંગ ના ઉપચાર માટે આ ચોક્કસ રીત નથી.

બાળકો માં આ આદત વધવાની શક્યતા હોય છે એટલા માટે જ નિષ્ણાંતો બાળક ની ઊંઘ ની આદતો પર ધ્યાન આપે છે. આનાથી સ્લીપવોકિંગ ની ગતિવિધિ ઓછી કરવામાં અને પછી એને પૂરી કરવામાં મદદ મળે છે.

જો સ્લીપવોકિંગ કસી મેડિકલ કંડીશન કા તો માનસિક સ્થિતિ ના કારણે થતું હોય છે, તો આનો ઉપચાર ચોક્કસ રીતે કરવું પડતું હોય છે.

બાળક માં સ્લીપવોકિંગ થી બચાવ:

બાળકમાં સ્લીપવોકિંગ થી બચવા માટે બીજી રીત છે એમના માં ઊંઘ થી સંબંધિત સારી આદતો વિકસિત કરવી જેથી તેઓ જોખમો થી દૂર રેહશે. આ રહી અમુક ટિપ્સ:

બાળક ના ઊંઘવાનો સમય નિશ્ચિત કરો અને એ વાત ને પેહલા થી નક્કી કરો કે બાળક એ સમય સુધી પથારી પર રહે, પછી ભલે ને એ વિકેન્ડ હોય, રજાઓ કા તો કશું બીજું.

બાળક ના સૂવાના સમય ને આરામદાયક બનાવો જેવી રીતે ગરમ પાણી થી નાહવું, વાંચવું અને શાંત સંગીત સાંભળવું.

બાળક ને સૂવા માટે આરામદાયક અને શાંત વાતાવરણ બનાવો. રૂમ માં અંધારું રાખો, જો જરૂરત હોય તો રાત માટેની લાઈટ ચાલુ કરો અને રૂમ માંથી અવાજ કરવા વાડી ઘડિયાળો ખસાવી દો.

એ વાત નું પેહલાથી ધ્યાન રાખો કે બાળક ના રૂમ નું તાપમાન એકદમ બરાબર હોય વધારે ગરમ નઈ ને વધારે ઠંડુ નઈ.

સૂવા જતા પેહલા બાળક ને પાણી અથવા તો અન્ય તરલ પદાર્થો ના સેવન ની માત્રા ને નિયંત્રિત કરો જેથી કરી સૂતા પેહલા એનું બ્લેડર ખાલી રહે.

સૂતા પેહલા બાળક ને ખાંડ અથવા તો કેફીન યુક્ત ખોરાક કા તો તરલ પદાર્થ ના આપો. અમુક સ્લીપ નિષ્ણાંતો તમારે એન્ટીસિપેટરી અવેકિંગ અજમાવવાનું સૂચન કરશે, જેના લીધે બાળક ને દરેક દિવસ થવા વાડી ગતિવિધિ માં પંદર થી વીસ મિનિટ પેહલા ઊઠવાનું રેહશેે. બાળક ને ઉઠાડવા માટે એલાર્મ નો ઉપયોગ કરો.

તમે સ્લીપવોકિંગ ડિસઓર્ડર થી બચવા માટે મેડિટેશન, મેન્ટલ ઇમેજેરી અને અન્ય તણાવ દૂર કરવા વાડી ગતિવિધિઓને અજમાવી શકો છો. જો કોઈ નિશ્ચિત વસ્તુ ના કારણે સ્લીપવોકિંગ થતું હોય છે તો એને રોકવાનો અથવા તો એના બચવાનો પ્રયત્ન કરો. જો કોઈ ચિંતા અથવા તો તકલીફ હોય તો બાળકો ના સ્લીપ નિષ્ણાંતો સાથે વાત કરો. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon