Link copied!
Sign in / Sign up
2
Shares

જાણો, ૫ સૌથી સામાન્ય બાળપણના રોગો અને તેમનો ઉપચાર કઈ રીતે કરવો.

મોટા માણસોની સરખામણીમાં નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે. તેથી તેઓ બીમાર પડવા માટે ખૂબ સંવેદનશીલ હોય છે. તેથી તેમના માતા-પિતા માટે એ જાણવું મહત્વપૂર્ણ બને છે કે તેમના બાળકને કઈ કઈ બીમારીઓ થઈ શકે છે અને તેની પ્રાથમિક સારવાર આપવા માટે તૈયાર રહેવું જોઈએ. આ માટે તમને મદદ કરવા, અમે ૫ સૌથી સામાન્ય રોગની યાદી બનાવી છે જે તમારા બાળકને અસર કરી શકે છે.

૧. સામાન્ય શરદી

સામાન્ય શરદી એ સૌથી સ્પષ્ટ માંદગી છે જે બાળકોને લાગી શકે છે. ખાસ કરીને શિયાળામાં જ્યારે તાપમાન નીચું જાય છે અને નાક ગળવા માંડે છે. તમારે એક માતા તરીકે શારીરિક અને માનસિક બંને રીતે તૈયાર રહેવું જોઈએ. અવારનવાર તેમનું નાક સાફ કરો, તેમણે ગરમ પાણી આપો અને તેમને હંમેશા ગરમ કપડાં પહેરાવી રાખો.

૨. હાથ, પગ અને મોઢાના રોગો.

આ રોગો મુખ્યત્વે એંતરોવાઇરસના કારણે થાય છે અને જેમાં નીચો તાવ આવવો ત્યારબાદ મોઢામાં, હથેળી પર, આંગળીઓ પર, પગના તળિયે અને નિતંબ પર ફોલ્લાં કે ચાંદા પડવા જેવા લક્ષણો દેખાય છે. ઉપરાંત, આ રોગ સૌથી ચેપી છે અને જો બાળકમાં વિટામિન-એ ની ઉણપ હોય તો હાલત વધારે બગડી શકે છે. જેથી, લીલા શાકભાજી, કોળું અને યકૃતને લગતા ખોરાક ખાવાથી બીમારીનો સમયગાળો ટૂંકાવવામાં મદદ મળે છે. આ ઉપરાંત, બાળકને અનુભવાતી ગંભીર પીડાઓ ઘટાડવા, સારવારમાં અમુક દર્દ ઘટાડવાની દવાઓ પણ ઉમેરવામાં આવે છે.

૩. અછબડા

આ એક સૌથી ચેપી રોગ છે જેમાં આખા શરીર પર ખંજવાળવાળી અને લાલ નાની નાની ફોલ્લીઓ થઈ જાય છે. તેના લક્ષણો વાઇરસ ફેલાયાના ૧૪ થી ૧૬ દિવસ પછી દેખાય છે અને તેમાં તાવ, માથાનો દુખાવો, કફ, અને ગળું સુકાવું વગેરે પણ થાય છે. આ વાઇરસના ચેપી ઉપદ્રવને બાળકમાં ફેલાતો રોકવા ૧૦ દિવસનો સમય તો લે જ છે. જોકે આ બીમારીની કોઈ વિશેષ સારવાર હોતી નથી, જે આ અછબડાથી પીડાતા હોય તેના માટે વિટામિન ફાયદાકારક હોય છે જેવા કે, વિટામિન બી-૧૨, વિટામિન-એ, ડી, ઈ, અને કે.

૪. આરએસવી ની બીમારી.

શ્વસન સમન્વયક વાઇરસ બાળકના ફેફસાને અસર કરે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, લક્ષણો પ્રમાણમા નાના હોય છે અને નાના જેવા કે શરદી હોય છે. પણ નવજાત શિશુ અને બાળક જે જેમની રોગપ્રતિકારક શક્તિ નાજુક હોય, જન્મજાત નબળું હ્રદય, કે કાયમી ફેફસાનો રોગ હોય, તેમના માટે સ્થિતિ ગંભીર બની શકે છે અને શ્વાસનળીનો સોજો કે ન્યુમોનિયા થઈ શકે છે. આ ખાસ રોગની સારવાર કડક રીતે ડોક્ટરની દેખરેખમાં થાય તે મહત્વપૂર્ણ છે. તમારે વધારે કાળજી રખવાની જરૂર છે જો તમારું બાળક પહેલેથી જ કોઈ રોગથી પીડાતું હોય તો.

૫. ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ.

ઝાડા, ઊબકા, વોમિટિંગ આ બીમારીના મુખ્ય લક્ષણો છે, જે રોટાવાઇરસ ઇન્ફેકશન, ઈ-કોલી, સલ્મોનેલા કે પેરાસાઇટસ ને લીધે થાય છે. પેટમાં ખેચાણનું લક્ષણ પણ દોરી જાય છે પણ ઘણીવાર તાવ આવવો, ઊબકા, વોમિટિંગ અને ડિહાઈડ્રેશન જેવુ પણ થાય છે. આ બીમારીની સારવાર માટે, જ્યારે બાળક ડિહાઈડ્રેશન રોકવા વધારે પ્રમાણમા પ્રવાહી લે છે ત્યારે પ્રોબાયોટીક્સ બીમારીના સમયગાળાને ટૂંકો કરવા માટે મદદ કરે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon