Link copied!
Sign in / Sign up
0
Shares

ઈરફાન ખાન બાદ હવે બોલીવૂડની આ અભિનેત્રી પણ છે કેન્સર નો શિકાર😔

બોલીવૂડ એકટર ઈરફાન ખાન બાદ હવે અભિનેત્રી સોનાલી બેન્દ્રે દુઃખદ સમાચારની માહિતી પોતાના ટ્વીટર અકાઊંટ દ્વારા બધાની સમક્ષ રજુ કરી કરી છે.  સોનાલીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા લખ્યું કે તે હાઈ ગ્રેડ કેન્સરની બીમારી થી લડી રહી છે. ન્યુયોર્ક માં સોનાલી ની સારવાર ચાલી રહી છે. સોનાલીએ ટ્વીટ કરી એક પોસ્ટ માં લખ્યું છે કે " ક્યારેક આપણે જીવન થી ઓછા માં ઓછી ઉમ્મીદ રાખીએ છીએ, ત્યારે જીવન પાછુ એક કર્વ બોલ બની તમારા સામે આવે છે, મને હમણાજ ખબર પડી છે કે હું હાઈ ગ્રેડ કેન્સરથી પીડિત છુ, એક અજીબ દર્દ પછી અને મેડીકલ ટેસ્ટ બાદ આ સામે આવ્યું છે. મારો પરિવાર અને સારા મિત્રો અત્યારે મારી સાથે છે અને મને પૂરે પૂરો સપોર્ટ આપી રહ્યા છે."

તમને જણાવી દઈએ કે સોનાલી ઘણા સમયથી લાઈમ લાઈટ થી દુર  છે. સોનાલીની આ ખબર વાંચ્યા બાદ તેમના ફેંસ પણ ઘણા પરેશાન થઇ ગયા છે અને તે જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon