Link copied!
Sign in / Sign up
0
Shares

ઈન્સ્ટન્ટ મેંગો શ્રીખંડ બનાવવાની રીત નોન્ધીલો😋

કેરીનો ઈન્સ્ટન્ટ શ્રીખંડ ઘરે બનાવવાની રીત.. બાળકોને ઘરે જ જલસો કરાવો મેંગો શ્રીખંડનો.

સામગ્રી:

૧ ૧/૨ કિલો દહીં

૫૦૦ ગ્રામ કેસર/હાફૂસ કેરી

૪-૫ ટીંપા મેંગો એસેન્સ

દળેલી ખાંડ જરૂર મુજબ

 

રીત:

દહીમાંથી પાણી નિતારી, તેને કપડામાં બાંધી, ૭-૮ કલાક લટકાવી રાખવું.

એક કેરીને છોલી, તેના ઝીણા ટુકડા કરવા.

બાકીની કેરીને છોલી, ઝીણા કાંણાની ચારણીમાં ઘસીને તેનો પલ્પ કાઢવો.

દહીમાંથી બધું પાણી નીકળી જાય અને દહીં એકદમ ડ્રાય થઈ જાય એટલે તેને કપડામાંથી કાઢી લેવું.

પછી એક વાસણમાં દહીંનો મસ્કો લઈ, તેના જેટલી જ ખાંડ નાંખી, બરાબર મિક્સ કરવું.

હવે ઝીણા કાંણાવાળી ચારણીમાં બધો મસ્કો છીણી લેવો.

પછી તેમાં કેરીનો પલ્પ અને એસેન્સ નાંખી, ૩-૪ મિનિટ ચમચાથી બરાબર હલાવી, મિક્સ કરવું.

ત્યારબાદ તેને ફ્રિજમાં ઠંડો કરવા મુકવો. શિખંડ પીરસતી વખતે વાડકીમાં ઉપરથી કેરીના ટુકડા મુકવા.

નોધ :

કેરીના સ્વાદ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી લઈ શકાય.

કેરીનો પલ્પ મિક્સરમાં પણ બનાવી શકાય, પરંતુ તેમાં પાણી નાંખવું નહી.

વધારે સારો કલર લાવવા તેમાં ચપટી કેસરી/પીળો કલર પણ નાંખી શકાય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon