Link copied!
Sign in / Sign up
2
Shares

હનીમૂન પ્લાન કરી રહ્યા હોવ તો જાણવા જેવી છે આ 6 બાબતો

દરેક યુવતી હનીમૂનનાં સપનાં જોતી હોય છે. હનીમૂનનાં રંગીન સપનાં યુવતીઓનાં સમણાંની સોનેરી મૂડી છે. દરેક યુવતીને હક છે તેના જીવનસાથી સાથેની અંગત પળોનાં સપનાં જોવાનો, તેને સાકાર કરે તેવા જીવનસાથીની પસંદગી કરવાનો. લગ્નની શરૂઆતનો સમય દરેક નવોઢાના જીવનનો સુવર્ણકાળ હોય છે. તેને કેવી રીતે ગાળવો કે જેનાથી બાકીના જીવનમાં તેના સ્મરણ માત્રથી શરીરના રોમેરોમમાં મીઠી સંવેદના ફેલાઈ જાય. હનીમૂનના પણ કેટલીક એટિકેટ્સ હોય છે, જેને સરળ ભાષામાં કહીએ તો રીતભાતથી લઈને દરેક દિવસ, દરેક કલાક, દરેક ક્ષણનું એવું આયોજન કે જેમાં બે વ્યક્તિ એકબીજા સિવાય બાકીની દુનિયાથી અને દુનિયાદારીથી દૂર રહી શકે. 

ડેસ્ટિનેશન સિલેક્શન

હનીમૂન માટે મોસમને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્થળની પસંદગી કરો. કુટુંબીજનોથી દૂરનું સ્થળ પસંદ કરવું. ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ હનીમૂન માટે ફાળવવા જોઈએ, જેથી તમે એકબીજા સાથે મહત્તમ સમય પસાર કરી શકો. ઘણા લોકો એવા પણ હોય છે કે તેમને એન્ગેજમેન્ટ પછી સાથે રહેવાનો સમય મળ્યો હોતો નથી, તો આવાં કપલ માટે હનીમૂન એકબીજાની આદતો, પસંદ-નાપસંદ જાણવા માટે સારો સમય છે. હનીમૂનમાં તનની સાથે મન પણ એકરૂપ થાય છે. સ્થળ રોમેન્ટિક પસંદ કરવું. શક્ય હોય તો હિલસ્ટેશન પર પહેલી પસંદગી ઉતારવી, કેમ કે હિલસ્ટેશનનું વાતાવરણ બારેમાસ ખુશનુમા રહે છે. હનીમૂન ડેસ્ટિનેશન સાથે હોટલનું પણ એડવાન્સ બુકિંગ કરાવી લો જેથી કોઈ સમસ્યા ન ઉત્પન્ન થાય.

જરૂરનો સામાન જ સાથે રાખવો

 યાદ રહે તમે હનીમૂન ઉપર જાવ છો. હનીમૂન પર જતા પહેલાં જો તમને તમારા પતિની પસંદગી અંગે જાણ હોય તો તે મુજબનાં જ કપડાં સાથે લેવાં. તેમજ હનીમૂન ડેસ્ટિનેશનને ધ્યાનમાં રાખીને કપડાંની પસંદગી કરવી. રોજિંદા જરૂરિયાતની બધી જ સામગ્રી સાથે લઈ જવી, પરંતુ એટલો બધો સામાન પણ ન લેવો કે એ સાચવવું પણ કઠિન બની જાય.

 ફર્સ્ટ એઇડ સાથે રાખો

 તમે હનીમૂન પર જાવ છો ત્યારે સ્થળ નવું હોવાની સાથે જ જમવાનું, પાણી બધી જ વસ્તુ આપણા શરીર માટે નવી હોવાની. ઘણી વાર એવું બનતું હોય છે કે શરીરને નવું વાતાવરણ માફક આવતું નથી,તેથી સાથે દવા હોવી જરૂરી છે. માટે સ્વસ્થ રહી હનીમૂનના રોમેન્ટિક સમયનો તમે ભરપૂર આનંદ ઉઠાવી શકો છો. 

સરપ્રાઇઝ ગિફ્ટ આપો

 તમારા જીવનસાથી સાથે હનીમૂનનો સમય એવી રીતે વિતાવો કે જે તેના અને તમારા માટે જીવનભર યાદગાર બની જાય. એકબીજાની પસંદ જો તમે જાણતાં હોવ તો ગમતી વસ્તુની ગિફ્ટ સાથે રાખવી. તમારા પાર્ટનરને રાત્રીના સમયમાં અથવા ઢળતી સાંજે ગિફ્ટ આપવી.

 

બંને વચ્ચેના તફાવત શોધવા નહીં

 સૌથી મહત્વની સલાહ છે કે હનીમૂન દરમિયાન ક્યારેય જીવનસાથી અને તમારી વચ્ચેના તફાવત શોધવા નહીં. નવપરણીત માટે આ સમય સોનેરી છે.  

હનીમૂનના પહેલા દિવસે ટ્રાવેલિંગ, હોટલ બુકિંગ અને ફૂડ અરેન્જમેન્ટ પાછળ સમય વધુ પસાર થયો હોય એટલે થાક લાગવો પણ સ્વભાવિક છે, જેથી પહેલા દિવસે શાંતિ સાથે ચહેરા પર સ્મિત જાળવી રાખીને તમારા પાર્ટનરનો ઉત્સાહ જાળવી રાખવો. યાદ રાખો કે હનીમૂન એક જ વાર હોય છે. ફરી પાછો આવો સમય મળશે નહીં, જેથી સમયને પૂરેપૂરો માણવો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon