Link copied!
Sign in / Sign up
0
Shares

હિલ્સ માત્ર સુંદરતા માટે જ નથી પહેરતા, પણ તેનું કઈ બીજું રહસ્ય છે 👠 👠

જયારે વાત ફેશનની આવે તો સ્ત્રીઓનું નામ સૌથી આગળ હોય છે, ડ્રેસથી લઈને ચંપલ સુધીની પસંડગી સમજી વિચારીને કરે છે. પહેલી છાપ; એજ છેલ્લી છાપ' આ વાતને સ્ત્રીઓ વધારે ગંભીરતાથી લે છે, એટલે એ પોતાના દેખાવને હંમેશા મહત્વ આપે છે. સારી છાપ અને સમાજમાં સારા ઘરના દેખાવાની હર કોઈની ઈચ્છા હોય છે. પરંતુ આ ઈચ્છા સ્ત્રીઓમાં કંઈક વધારે જ હોય છે અને એટલે એ પોતાના દેખાવ માટે અવ-નવા નુસ્ખાઓ કરવામાંથી પાછળ નથી હટતી. સ્ત્રીઓને ઘણી જાતના શોખ હોય છે જેમકે કપડાં ખરીદવાનો, પર્સ લેવાનો અને સૌથી વધારે અલગ-અલગ ચંપલ લેવાનો.

'હાય હીલ તે નચ્ચે તો તું બડી જચ્ચે' આ ગીત તો ઘણા એ સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે સ્ત્રીઓ ઉંચી એડી કેમ પેહરે છે? તમારા માંથી ઘણા વિચારતા હશે કે ચાલો સાધારણ વાત છે, કારણ સ્ત્રીઓને આકર્ષક દેખાવું હોય છે એટલે, પણ એનું એક અલગ જ કારણ છે.

હાલમાં જ એક સંશોધન દ્વારા જાણવામાં આવ્યું છે કે સ્ત્રીઓ ઉંચી એડી આકર્ષક કે સુંદર દેખાવા માટે નહિ પરંતુ સમાજમાં એક ઉંચા મોભા(સ્ટેટ્સ) બનાવવા માટે પેહરે છે. જયારે તે મોટી સોસાયટી ના લોકો વચ્ચે હોય છે, જેમ કે પાર્ટી; ક્લબ; વેડિંગ પાર્ટી; પબ અથવા એના જેવી જ હાય સ્ટેટ્સ જગ્યા પર. સ્ત્રીઓ ક્યારેય નોર્મલ બજાર જતી વખતે કે ખરીદી કરવા જતા સમયે ઉંચી એડી નથી પહેરતી પણ ફ્લેટ સેન્ડલ અથવા સ્લીપર પહેરવાનું પસંદ કરે છે.

કેમ, છે ને આશ્ચર્યજનક વાત? એટલે હવે તમે સ્ત્રીઓની ઉંચી એડી ને જોઈને એ જરૂર જાણી શકશો કે એ પોતાના મોભાને કેટલો ગંભીરતાથી લઇ છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon