Link copied!
Sign in / Sign up
1
Shares

હેલ્થી અને લાઈટ “રંગીલા ઢોકળા” ની સિક્રેટ રેસિપી😋😋

આ રૂટિન ઢોકળા નથી ખુબજ હેલ્ધી અને લાઈટ સ્નેક છે…લંચબોક્ષમાં આ ખાઇને ટમી હેવી નહીં લાગે…!

સામગ્રી :

1 વાટકી ઓટ્સ (સાદા રોલ્ડ ઓટ્સ)

1 વાટકી સોજી

1/2 વાટકી દહીં

આદું મરચાંની પેસ્ટ

1 ટી સ્પૂન ફ્રુટ સોલ્ટ/ ઈનો

સલા(ગાજર,બીટ,કાકડી,કોથમીર)

મીઠું

તેલ

 

રીત :

-ઓટ્સને મિક્ષચરમાં બારીક પીસીલો.

-એક બાઉલમાં ઓટ્સ,સોજી અને દહીં મિક્ષ કરો.

-તેમાં જરૂર મુજબ ગરમ પાણી રેડી ઢોકળાનુ ખીરું તૈયાર કરો.

-આ ખીરાને 10 મિનીટ ઢાંકીને રાખો.

-આ ખીરામાં સ્વાદ અનુસાર આદું મરચાની પેસ્ટ ,મીઠું અને થોડું તેલ ઉમેરી બરાબર મિક્ષ કરો .

-ઢોકળા ઉતારતા પેલા,ગરમ પાણીમાં ફ્રુટ સોલ્ટ નાખીને દુધીયો કરીને-ખીરાને બરોબર મિક્ષ કરી લો.

-હવે થાળીને ગ્રીસ કરી,ખીરું રેડો. ઉપર થોડું સલાડ છાંટો. ઢોકળીયામાં 10-12 મિનીટ સ્ટીમ કરીલો .

-ગરમ ગરમ ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો .

-ટિફીનમાં ભરવા,તેલ મૂકીને-રાઇ,જીરુ અને લીમડો નાખીને વઘારીલો .

 

Tips :

# આદુ મરચાંની પેસ્ટ સાથે લસણની પેસ્ટ પણ નખાય.

# પાલક નાખીને પણ આ ઢોકળા સારા લાગશે.

# સલાડનો કલર જળવાય રહે માટે 5 મિનીટ ઢોકળા સ્ટીમ થાય પછી સલાડ છાંટો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon