Link copied!
Sign in / Sign up
9
Shares

હવે તમે ઘરે બેઠા હેર સ્પા કરી શકો છો😮😍😍

જ્યારે તમે કોઈ પણ પાર્લર માં જાઓ છો તો તમારે અલગ અલગ પ્રકાર ના સ્પા કરાવાના વિકલ્પો આપવામાં આવે છે. આ વસ્તુ ને બાજુ પર મૂકીને ને જાણો કે આખરે હેર સ્પા હોય છે શું અને પાર્લર ગયા વગર ઘર બેઠા જ તમે એને કેવી રીતે કરી શકો છો.

હેર સ્પા શું છે?

હેર સ્પા એ મસાજ હોય છે જેનામા તમારા વાળ અને માથા ને સારી રીતે માલિશ આપી ને વાળ ને સેહજ ગરમ પાણી માં ધોવામાં આવે છે. વાળ માં ચમક આવે એના માટે મસાજ કરવા વાળા તેલ, જરૂરી ઓઇલ અને અમુક પોષક તત્વો પણ આપવામાં આવે છે. આ બધા તેલ અને પોષક તત્વો ને તમારા વાળ ના મૂળ સુધી લગાવવામાં આવે છે જેનાથી તમારા વાળ ના મૂળિયાં માં આરામ મળે છે, મસાજ કરવાથી તમને આરામ મળે છે અને તમારા વાળ સ્વસ્થ થાય છે. અમુક હેર સ્પા ટ્રીટમેન્ટ કરાવતા સમયે તમારે સાથે હેર ક્લીનજીંગ પણ મળે છે.

ઘરે હેર સ્પા કેવી રીતે કરો?

૧. વાળ ની માલીશ

- સૌથી પેહલા જેતુન, બદામ, આમળા અને નારિયળ ના તેલ ને ગરમ કરો અને હળવા હાથો વડે એને વાળના મૂળ સુધી માલિશ કરો. આવી રીતે ૨-૩ વાર તેલ ને પોતાના વાળ પર લગાવો અને ત્યાર સુધી મસાજ કર્યા કરો જ્યાર સુધી તમારા વાળ તેલ ને બરાબર રીતે શોષી ના લે.

- વાળ માં બરાબર રીતે તેલ લગાવ્યા પછી, એક મોટા ટુવાલ ને ગરમ પાણી માં મૂકી ને પાણી નીચવી દો અને પોતાના વાળ માં લપેટી લો. એને ૧૦-૧૫ મિનિટ સુધી આમ જ છોડી દો. આવું કરવાથી તમે વાળ મા તેલ લગાવ્યું છે એ આખા વાળ માં જસે જેનાથી તમારા વાળ નરમ થશે. જો તમારી પાસે સ્ટીમર છે તો તમારા વાળ ને 5 મિનિટ સુધી સ્ટીમ કરો અને પછી ટુવાલ થી લપેટી લો.

૨. હેરવોષ

વાળ ને સ્ટીમ કર્યા પછી, એને થોડાક ગરમ પાણીમાં શેમ્પૂ વડે બરાબર રીતે માલિશ કરીને ધોઈ લો.

૩. કંડીસનિંગ

શેમ્પૂ કર્યા પછી પોતાના વાળ ને કોરા કરતી વખતે થોડા ભીના છોડી દો જેના લીધે તમે સારી રીતે કંડીશનર લગાવી શકો. વાળ માં થોડી વાર માટે કંડીશનર રેહવા દો.

૪. હેરમાસ્ક

કંડીસનિંગ કર્યા ના થોડા સમય પછી પોતાના વાળ ને સારી રીતે ધોઈ નાખો અને ઘરે બનાવેલું હેરમાસ્ક તમારા વાળ પર લગાવો.

એને બનાવાની પદ્ધતિ:

- ૩ બટાકા નો રસ

- ૧ ઈંડુ

- ૩ ચમચી મધ

આ માસ્ક ને પોતાના વાળ પર લગાવો અને એને ૧૦-૧૫ મિનિટ માટે છોડી દો. પછી આને ગરમ પાણી થી ધોઈ નાખો.

મહિના માં એકવાર ઘરે બનાવેલા આ હેર સ્પા વડે તમને મજબૂત અને રેશમ જેવા વાળ મળશે અને તમને આરામદાયક લાગશે. પાર્લર માં કેમિકલ થી ભરેલા હેર સ્પા થી વધારે સારું છે તમે આ ઉપાયો વડે ઘર બેઠા જ સુંદર વાળ મેળવો. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon