Link copied!
Sign in / Sign up
0
Shares

ગુજરાતની ઉત્તરાયણ સમગ્ર વિશ્વમાં ફેવરેટ, જાણો સમગ્ર રાજ્યની સક્રાંતનો મહિમા🌟

ગુજરાતની ઉત્તરાયણને હવે આંતરરાષ્ટ્રીય તહેવારનો દરજ્જો મળી ચૂક્યો છે અને એથી જ ગુજરાતનાં વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતનાં મહાનગરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગરનું કરોડો રૂપિયાનું પતંગબજાર છે. આ એવો સીઝનલ ધંધો છે જેમાંથી વેપારી ટૂંકા ગાળામાં સારી આવક મેળવી લે છે. એમાં પણ સુરતની ઉત્તરાયણનું તો પૂછવું જ શું? સુરતીઓ ઊંધિયું અનેજલેબીના સ્વાદ સાથે ઉત્તરાયણની મજા માણે છે. ગુજરાતના અન્ય શહેરોમાંથી ઘણાં લોકો ઉત્તરાયણ કરવા ખાસ સુરત આવે છે. સુરત શહેરનું પતંગ અને દોરીનું બજાર અંદાજે ૧૫થી ૨૦ કરોડનું ગણાય છે.

સુરતમાં દોરી અથવા માંજો ખરીદવા માટેના ભરોસાપાત્ર સ્થળોમાં કોટસફિલ રોડ, ભાગળ, ડબગરવાડ, કાંસકીવાડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે સુરતીઓ પતંગની ખરીદી રાંદેરથી કરવાનું પસંદ કરે છે કારણે કે અહીં નિપુણ કારીગરો દ્વારા વિવિધ પ્રકારના પતંગો બનાવવામાં આવે છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં ઉત્તરાયણનું મહત્ત્વ ઓછું છે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરામાં જોરશોરથી ઉત્તરાયણ મનાવવામાં આવે છે. એપાર્ટમેન્ટની અગાશીઓ પર માનવ મહેરામણ ઉમટે છે. સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણના દિવસે ભાભી તરફથી નણંદને કૂંડું આપવાનો રિવાજ છે. ખાસ કરીને દ્વારકા પંથકના ગુગળી બ્રાહ્મણો આ તહેવાર અલાયદી રીતે ઉજવે છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને પરિવારજનો પાણીમાં તલ નાંખીને એ પાણીથી નહાય છે. ત્યારબાદ ગાયની પજા કરીને લીલું ઘાસ ખવડાવે છે. વળી સવારે બાજરો બાફીને એમાં ગોળ ઉમેરીને એ ગાયને ખવડાવે છે. ગાય માટે ખાસ બનાવેલા આ વ્યંજનને ઘૂઘરી કહેવામાં આવે છે. ત્યારબાદ ઘરની સ્ત્રી અડદિયા, સીધુ (કાચું ધાન), બોર, લીલા ચણા, સૌભાગ્યની ચીજવસ્તુઓ તેમજ દક્ષિણા એક નવા વાસણમાં મૂકીને પોતાની નણંદનેઆપવા જાય છે. જેને કૂંડાદાન કહેવામાં આવે છે. એ પછી સાત ધાન ભેગા કરીને એનો ખીચડો બનાવવામાં આવે છે અને તેલ નાંખીને આ ખીચડો ખાવામાં આવે છે. આ પરંપરાની સાથે ગુગળી બ્રાહ્મણો પતંગ ઉડાડવાની મજા માણે છે. આ દિવસે દ્વારકાના મંદિરમાં દ્વારકાધીશને મનમોહક શણગાર કરવામાં આવે છે. બેટદ્રારકામાં બિરાજતા દ્વારકાધીશને પણ સુંદર શણગાર કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દૂરદૂરથી આવીને આ બન્ને જગ્યાએ બિરાજતા દ્વારકાધીશના દર્શન કરે છે અને ગોમતીજીમાં સ્નાન કરીને ઉત્તરાયણનું પર્વ મનાવે છે. આજે તો આ વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે જ પતંગ ઉડાડવામાં આવે છે, પરંતુ વર્ષો પહેલાં બેટદ્વારકામાં અખાત્રીજને દિવસે પતંગ ઉડાડવાનું મહત્ત્વ હતું.

પતંગની વાત કરીએ અનેસુરતનો ઉલ્લેખ ન આવે તો ઉત્તરાયણની ઉજવણી અધૂરી ગણાય. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં પતંગ અનેમાંજાની ખરીદી શરુ થઈ ચૂકી છે. સુરતમાં પતંગની દોરીને માંજો કહેવામાં આવે છે. આમ તો જે દોરીનેહાથ વડે ઘસીને તૈયાર કરવામાં આવે એને દોરી માંજવી કહેવાય અને એથી જ હાથ વડે માંજેલી દોરીને માંજો કહેવામાં આવે છે. દર વર્ષે મોંઘવારીમાં વધારો થતો રહેતો હોવા છતાં સુરતીઓ જોરશોરથી ઉત્તરાયણ મનાવે છે. સુરતમાં ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉતરાયણ મનાવવાનું મહત્ત્વ વધારે છે. દર વર્ષે ફિલ્મી સિતારાઓ તેમ જ ક્રિકેટરોની તસવીરવાળા પતંગો વેચાય છે. વળી આ વર્ષે તો નરેન્દ્ર મોદીની તસવીરવાળા પતંગોની બોલબાલા છે. સુરતના લોકો રાંદેરી પતંગ વધુ પસંદ કરે છે. જોકે હવે અહીં ખંભાતી, અમદાવાદી, નડિયાદી, જોધપુરી અનેપંજાબી પતંગોની માગ પણ વધી છે. પતંગરસિયાઓ ઉત્તરાયણ પહેલાં જ જથ્થાબંધ પતંગની ખરીદી કરે છે. વળી ધારદાર માંજો પણ અગાઉથી જ તૈયાર કરાવી લે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એનઆરઆઈ મોટા પ્રમાણમાં આવે છે. તેઓ સુરતથી અન્ય ચીજવસ્તુઓ ખરીદવાની સાથે સાથે પતંગ અને માંજાની પણ ખરીદી કરે છે અનેપોતાની સાથે આફ્રિકા, લંડન અનેદુબઈ જેવા દેશમાં લઈ જાય છે. તેઓ જ્યારે પોતાના દેશમાં પતંગ ચગાવે ત્યારે રંગીલા સુરતનેયાદ કરે છે.

સુરતીઓમાં કંડીલ ઉડાડવાનો ગજબનો ક્રેઝ જોવા મળે છે. ઢળતી સાંજે કંડીલમાં સળગતી મીણબત્તી મૂકી થોડા થોડા અંતરે એક પછી એક કંડીલનેઆકાશમાં ઊડતા પતંગનીદોરી સાથે બાંધીનેહવામાં છોડવામાં આવે છે. આકાશમાં પતંગની સાથે હારબંધ ઉડતા કંડીલ જોઈને આકાશમાં જાણે દીવા પ્રગટાવ્યા હોય એવું લાગે છે. આ કંડીલ ઉડાડવા માટે વજનદાર દોરી અનેસફેદ પતંગ જ પસંદ કરવામાં આવે છે. આજે સુરતનો ઐતિહાસિક હિસ્સો બની ગયેલું રાંદેર જૂના જમાનામાં સુરતની બહાર ગણાતું. રાંદેરમાં ઉત્તરાયણનેદિવસે નહીં પરંતુ દશેરાના દિવસે પતંગ ઉડાડવામાં આવતા જ્યારે સુરતના લોકો ઉત્તરાયણ પર પતંગ ઉડાડતા. રંગુન અનેબર્મા જેવા દેશોમાં આજીવિકા કમાવા ગયેલા મુસ્લિમ પરિવારના મોભી જૂન મહિનામાં રાંદેર પાછા ફરતા અનેપરિવાર સાથે આનંદ- પ્રમોદથી સમય વિતાવતા. વળી આ સમયગાળામાં વાતાવરણ પણ ખૂશનુમા રહેતું હોવાથી તેઓ નવરાત્રિની શરૂઆતથી છેક દશેરા સુધી પતંગ ઉડાડતા અને ઘરના ધાબા કે અગાશી પર ભેગા થઈને મેળાવડો રચીને આનંદ માણતા. દશેરાને દિવસે પતંગ ઉડાડવાની પરંપરા રાંદેરમાં હજુ પણ જોવા મળે છે. જોકે હવે ઉત્તરાયણનેદિવસે પતંગ ઉડાડવાનું મહત્ત્વ વધી ગયું હોવાથી ઉત્તરાયણના પંદર દિવસ અગાઉ રાંદેરમાં પતંગબજાર ભરાય છે. જ્યાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મુંબઈ, વડોદરા, અમદાવાદ, વલસાડ અનેનવસારી જેવા વિસ્તારોમાંથી આવીનેપતંગરસિયાઓ પતંગની ખરીદી કરે છે.ચાલીસના દાયકામાં રાંદેરમાં બાબર ભગત અનેછગન કાઝી નામના બે સજ્જન લૂગદી માંજો ઘસી આપતાં. ત્ોઓ પાણી, સરસ, સોડા બાટલીના કાચનો ભૂકો, ઈંડા, મોરથૂથુ અનેતકમરિયા ઉમેરીનેએની લૂગદી બનાવતા અનેઆ લૂગદી વડે તેઓ દોર માંજતા. આ માંજો સુકાતા ચારથી પાંચ કલાક લાગતા. ચપ્પુ કરતાં પણ તેજ ધારવાળા માંજાના કારીગરો આજે બહુ ઓછા થઈ ગયા છે. હવે તો ગુજરાતની ઉત્તરાયણ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ મેળવી ચૂકી છે. આથી જ છેલ્લા ૨૫ વર્ષથી અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે.

રાંદેરમાં પતંગબજાર ક્યારથી અનેશા માટે ભરાવાનું શરૂ થયું એ વિશે રાંદેરના વરિષ્ઠ નાગરિક જણાવે છે કે તા. ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬ના દિવસે ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી તાશ્કંદમાં અવસાન પામ્યા, જેનો દેશભરમાં શોક પાળવામાં આવ્યો. જેનેપગલે સુરતની પતંગબજાર પણ બંધ રાખવામાં આવી હતી. આથી સુરતી પતંગરસિયાઓએ રાંદેર જઈને કારીગરો પાસેથી ઘરઘરાઉ પતંગ ખરીદવાનું શરૂ કર્યું અને ત્યારથી રાંદેરની પતંગબજારની શરૂઆત થઈ. આજે તો ઉત્તરાયણની આગલી રાત્રે રાંદેરની પતંગબજારમાં પગ મૂકવાની જગ્યા હોતી નથી. આખી રાત ચાલતા આ બજારમાં છેલ્લે દિવસે પતંગના બોક્સની હરાજી થાય છે. રાંદેરના પતંગના કારીગર હાજી કમાલના પતંગ ખૂબ વખણાય છે. ૧૯૯૦માં ૧૧૭ વર્ષની વયે અવસાન પામેલા હાજી કમાલ ૧૦૦ વર્ષના થયા ત્યાં સુધી પતંગ બનાવતા હતા. તેઓ સંગીતકળામાં પણ પારંગત હતા, પરંતુ સંગીતમાંથી કમાણી થતી ન હોવાથી તેઓ પતંગ બનાવવાનું શીખ્યા હતા. હાલમાં એમના ચાર પુત્રોએ પિતાનો પતંગ બનાવવાનો વારસો જાળવી રાખ્યો છે.તેઓ એક દિવસમાં ૧૦૦ પતંગ બનાવે છે. સુરતીઓ ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ હાજી કમાલના પતંગ ખરીદવાનો આગ્રહ રાખે છે. એનઆરઆઈ એમના પતંગ દુબઈ અને લંડન પણ લઈ જાય છે. રાંદેરની તળપદી ભાષામાં વિવિધ સાઈઝના પતંગોનેઅઢીવાળી, અડધિયા, પોણિયા અનેતાવિયા સાઈઝના પતંગ તરીકે ઓળખવામાં આવે છે. પતંગનો બિઝનેસ સિઝનલ હોવાથી અનેએમાંથી વધુ કમાણી ન થતી હોવાથી વર્ષના બાકીના સમયગાળામાં રાંદેરના પતંગના કારીગરો રિક્ષા ચલાવે છે અથવા બરફગોળા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon