Link copied!
Sign in / Sign up
6
Shares

ગર્ભધારણ નહિ કરી શકવા ના આ મુખ્ય કારણો : જાણો અને ઉપચાર કરો🙁🙁

તો હવે તમે માતાપિતા બનવાનો નિર્ણય લઇ લીધો છે અને તમે પુરી રીતે તૈયાર છો પરંતુ હવે તમારુ શરીર તમારી આ ઈચ્છા ને પુરી કરવા ને લાયક નથી રહ્યું ,આ બાબતો ને ધ્યાન મા રાખી ને કોઇ પણ હડબડી માં ડોક્ટર પાસે જતા પહેલા એ વિચારો કે તમે કોઇ ઉતાવળ તો નથી કરી રહ્યા ને કોઇ નિર્ણય લેવા માં .

જો ,તમને માનસિક તાણ ,હાઇપો અથવા હાઇપર થાઇરોડીઝમ ,વજન વધવો કરી ઘટવો અથવા PCOS છે તો તે તમારા સેક્સ હોર્મોન્સ ઉપર પ્રભાવ પાડી શકે છે .તમારા માતાપિતા ન બની શકવા નુ એક કારણ ધુમ્રપાન અને3માં દારૂ પીવું એ પણ હોય શકે છે .તમારા પતિ એ ઈન્ટરનેટ થી જોડાયેલુ લેપટોપ તેમના ખોળા માં રાખવું નહીં કારણકે તેનાથી તેમના સ્પર્મ અને DNA ઉપર અસર પાડી શકે છે ,વિટામિન ડી વાળો ખોરાક વધારો તેનાથી તમને મદદ મળી શકે છે .

★ શું તમે ગર્ભધારણ કરી શકવા માટે પ્રયત્ન કરી રહ્યા છો ?

થોડી ધીરજ ધરો ,કારણકે ધીરજ ના ફળ મીઠા હોય છે .દરેક તંદુરસ્ત યુગલ ને દરમહીને માતાપિતા બનવા ના માધ્યમમાં ૨૫% મોકો મળે છે જેનો અર્થ એ છે કે ગર્ભ ધારણ કરવા માટે ૪ મહિના અથવા તેનાંથી વધારે સમય લાગી શકે છે .

- જો તમારી ઉંમર ૩૫ વર્ષ થી ઓછી હોય અને તમે એક વર્ષ સુધી કોઇ પણ સાવધાની ના સાધન(પ્રોટેક્શન) વાપર્યા વગર સેક્સ કર્યા પછી પણ ગર્ભ ધારણ નથી કરી શકયા તો ડોક્ટર ને જરૂર દેખાડો .

-જો તમારી ઉંમર ૩૫ વરસ કરતા વધારે છે અને છ મહિના સુધી રોજ સેક્સ કર્યા પછી પણ તમે ગર્ભવતી નથી બન્યા .

-તમને એવુ લાગે છે કે તમારામાં અથવા તમારા પતિ ની ફળદ્રુપતા માં કોઈ ખામી છે .

- તમને અને તમારા પતિ ને સેક્સ કરવામાં હવે કોઇ દિલચસ્પી નથી રહી .

★ગર્ભવતી ન બની શકવા ના કેટલાક કારણો .

◆ માનસિક તાણ /ચિંતા .

આપણા જીવનની સૌથી મોટી દુશ્મન છે ચિંતા .સામાન્ય ઉધરસ અને શરદી થી લઈ ને કેન્સર સુધી બધી બીમારી નું મુખ્ય કારણ છે .તાણ / ચિંતા .ફળદ્રુપતા ના વિષય માં પણ ચિંતા એક કારણ હોય શકે છે .અને તેની ખરાબ અસર પણ થઈ શકે છે .યોગ્ય ઉંમરે ગર્ભ ધારણ કરી લેવા ની ચિંતા ઘણી મહિલાઓને પરેશાન કરતી હોય છે .અને તેના લીધે ગર્ભ ધારણ કરવું મુશ્કેલ બની શકે છે .તમારા રોજિંદા જીવનમાં આરામ કરો અને કોઈ વિશેષજ્ઞ (એકસપર્ટ) ને આ વિશે જણાવો અને તમારું ધ્યાન બીજી વસ્તુઓ માં પોરવો .

 

◆ થાઇરોઇડ .

જે મહિલાઓને હાઇપો અથવા હાઇપર થાઇરોડીઝમ હોય છે તેમને રિપ્રોડકટિવ હોર્મોન્સ બેલેન્સ માં સમસ્યા ઓ આવી શકે છે .થાઇરોઇડ ડિસઓર્ડર તમારા માસિકચક્ર માં સમસ્યાઓ લાવી શકે છે .જેવુ કે ગમે ત્યારે માસિક આવવુ ,માસિકચક્ર માં બહુજ થોડું રક્તસ્ત્રાવ થવુ .અથવા ખુબજ વધારે સ્ત્રાવ થવો .થાઇરોઇડ ના લેવલ ઓછુ થવાના કારણો માં નું એક કારણ છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ની માત્રા માં અસમતોલન થવુ અને એના લીધે ઓવીરિયન સિસ્ટ (ગર્ભાશય નું સંકોચન ) થઈ શકે છે .જે ગર્ભ ધારણ ન કરી શકવાનું સૌથી મોટુ કારણ બની શકે છે .

◆ વજન

આપણે બધા જાણીએ છે કે ,જાડી સ્ત્રીઓ ને તેના વજન ના કારણે બધા મજાક ઉડાવે છે .એટલું ઓછુ હોય તેમ હવે ડોકટરો એ પણ જોયુ છે કે વધતા અને ઓછા વજન પણ માતા બનવા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે .

ઓછા વજન વાળી સ્ત્રીઓ માં હાઇપોથેલેમસ માં ખરાબી ના કારણે તેમના અંગો ખાસ કરી ને ઓવરી (ગર્ભાશય ) બરબાદ કામ નથી કરતુ અને એના કારણે તેમને ( amenorrhoea) અમેનોરરહોઈએ થવાનો ભય રહે છે .વધારે વજન વાળી સ્ત્રીઓ માં આવુ એસ્ટ્રેડિઓલ ના કામ ન કરવા ના કારણે થાય છે .

◆ PCOS.

શું તમને પોલિસિસ્ટ ઓવેરિયન સિન્ડ્રોમ અથવા pcos છે ? જો હા ,તો તમારી માતા બનવાની કોશિશ ને આ નાકામ કરી શકે છે .જે સ્ત્રી ઓ ને pcos છે તેમનામાં મેલ (પુરુષ ) ના હોર્મોન્સની માત્રા સામાન્ય કરતા વધારે હોય છે .ખાસ કરી ને ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન ની માત્રા ઓછી હોવાના કારણે તમારા માં ઈંડું ફળદ્રુપ કરે છે એનો વિકાસ નથી થઇ શકતો અને તેના લીધે તમારે અફળદ્રુપતા સહન કરવી પડે છે .

અમે આશા કરીએ છે કે ,અમારા આ બ્લોગ દ્વારા તમને ઘણી જાણકારી મળી હશે .આ પોસ્ટ ને બીજી મહિલા ઓ સાથે શેર કરો અને તેમને પણ આ બાબતો ની જાણકારી આપો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon