Link copied!
Sign in / Sign up
0
Shares

ઘરે જ ચમકાવો તમારા સોનાના દાગીના💍❣💍

લગ્નમાં પહેરવામાં આવતી જ્વેલરી કાયમ જ તમાર માટે ખાસ હોય છે અને ખાસ કરીને જ્યારે તે ગોલ્ડ અથવા ડાયમંડની હોય. આ જ્વેલરીને લગ્ન પછી પણ અનેક ફંક્શનમાં કેરી કરી શકાય છે. તો તમારી આ ખાસ જ્વેલરીની સંભાળ કેવી રીતે કરશો, જેનાથી તેની ચમક વર્ષોવર્ષ કાયમ રહે, ચાલો જાણીએ..

 

આ રીતે લો તમારી જ્વેલરીની સંભાળ

 એક બાઉલમાં 2 કપ ગરમ પાણી લઈને તેમાં થોડા ટીપાં માઇલ્ડ ડિશવોશના નાખો. પછી તેમાં તમારી ગોલ્ડ જ્વેલરી નાખો અને 15 મિનિટ માટે આ સોલ્યૂશનમાં રહેવા દો. તેના પછી તેને કોઈ સોફ્ટ બ્રશની મદદથી હળવા હાથે સાફ કરો. સરખી રીતે તેને સાફ પાણીથી ધોવો જેથી તેની ચિકાશ નીકળી જાય. હવે તેને કોઈ સાફ કપડાંથી લૂછી લો.

અમોનિયાની મદદથી પણ તમે જ્વેલરીને ક્યારેક-ક્યારેક સાફ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે પ્લેટિનમ અને પર્લ્સ માટે તેનો ઉપયોગ ન કરો. અમોનિયા અને પાણીનું સોલ્યૂશન એવી રીતે મિક્સ કરો કે તેમાં પાણીની માત્રા વધુ હોય. આ સોલ્યૂશનને સરખી રીતે મિક્સ થવા દો અને પછી તેમાં 5થી 7 મિનિટ માટે જ્વેલરી રહેવા દો. જ્વેલરીને સોલ્યૂશનમાં નાખવા માટે હાથનો ઉપયોગ અવોઇડ કરો. તેના પછી તેને સાફ પાણીથી ધોઈ લો અને સાફ કપડાંથી લૂછીને સુકાવી દો.

સ્ટોન્ડ જ્વેલરી

 સ્ટોન્ડ જ્વેલરીને પણ સાફ કરવા માટે પાણી અને ડિશવોશવાળા સોલ્યૂશનનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ જ્વેલરીને તેમાં રાખી મૂકવાની જગ્યાએ કોઈ કપડાંને તેમાં નાખીને તેનાથી જવેલરી સાફ કરો. તેના પછી તેને સાફ પાણીથી ધોઈ લો.

બ્રશની મદદથી આ રીતે કરો જ્વલેરીને સાફ

 જો તમારી ગોલ્ડ જ્વેલરી પર ઘણા બધા નિશાન છે તો તેને સાફ કરવા માટે ઉકળતા પાણીનો ઉપયોગ કરો. તેના માટે પહેલા જ્વેલરીને કોઈ બાઉલમાં નાખો અને પછી તેની ઉપર ગરમ પાણી ધીમે-ધીમે નાખો. પાણીના ઠંડા થવા સુધી તેમાં જ્વેલરીને રહેવા દો. તેના પછી તેના પર લાગેલા ડાઘને સાફ કરવા માટે કોઈ સોફ્ટ બ્રશની મદદ લો. સંપૂર્ણપણે સાફ થઈ ગયા પછી પાણીથી ધોવો અને પછી કપડાંથી લૂછીને સુકાવી દો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon