Link copied!
Sign in / Sign up
1
Shares

ગરમી ના માર થી કંઈક આવી રીતે બચાવો તમારી ત્વચાને🌞🌞

દરેક ૠતુ ના બદલાવ ની અસર ફક્ત તમારા સ્વાસ્થ્ય ઉપર જ નથી થતી પરંતુ તમારી ત્વચા ઉપર પણ પડે છે .બદલાતી ૠતુ ની સાથે તમારી ત્વચા ઉપર પણ પરિવર્તન આવે છે અને હાલ માં ઉનાળો ચાલુ છે તો ગરમી માં સુરજ નો તડકો તો ત્વચાને જાણે બાળી નાખે છે .એટલે ગરમીમાં ત્વચાની ખાસ દેખભાળ ની જરૂરત હોય છે અને તેના માટે ઘણી વાર ઘણી મહિલાઓ પાર્લર માં જઈ ને જાત જાત ની ટ્રીટમેન્ટ કરાવવા લાગે છે .અને જેના થી ત્વચાની હાલત વધારે ને વધારે ખરાબ થવા લાગે છે .એટલે આજે અમે આ બ્લોગ દ્વારા તમને તમારી ત્વચાનું ધ્યાન રહે એવી કેટલીક જરૂરી વાતો જણાવશું .

(૧) ઉનાળામાં શરીરમાં પાણીની માત્રા ઓછી થવાથી ઘણી જાત ની બીમારી થઈ શકે છે અને સાથે સાથે તમારી ત્વચા ની નરમાશ પણ ઓછી થતી જાય છે એટલે આખા દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવુ જોઈએ જેનાથી તમારા શરીરના ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે અને તમારી ત્વચા નીખરી જાય .

(૨) ગરમીના દિવસોમાં સનસ્ક્રીન વપરાશ જરૂર થી કરવો .હમેશા એટલું યાદ રાખો કે જો તમે થોડી વાર માટે પણ ઘર ની બહાર નીકળો તો પણ સનસ્ક્રીન લગાવી ને જ નીકળો જેથી સુર્ય ના હાનિકારક કિરણો તમારા ચહેરા ને પ્રભાવિત ના કરી શકે અને તમારી ત્વચાને સ્કીન ટોનિંગ ની ફરિયાદ નો થાય .હમેશા એવું સનસ્ક્રીન વાપરવુ જેમાં એસ પી એફ (SPF) ની માત્રા ૩૦ થી ૫૦ ની વચ્ચે અથવા ૫૦ સુધી હોય .

(૩) સનસ્ક્રીન ની સાથે સાથે બોડીલોશન પણ લગાવવું જરૂરી છે .ઘણા ખરા લોકો એવુ વિચારે છે કે ફક્ત ઠંડી ની ઋતુમાં જ બોડીલોશન લગાવવુ જોઈએ પણ તેમની આ ધારણા ખોટી છે .ગરમી માં પણ તમારી ત્વચા ને હાઇડ્રેટ રાખવી જરૂરી છે અને એટલે જ બોડીલોશન લગાવવું જરૂરી છે .ઉનાળામાં ફ્રૂટ્સ વાળા લોશન નો ઉપયોગ કરવો હીતકારી છે.

(૪) મેકઅપ કરવાથી તમારી ખૂબસૂરતી માં ચારચાંદ લાગી જાય છે પરંતુ ગરમીમાં બની શકે એટલી કાળજી રાખી ને મેકઅપ કરવો કારણકે ગરમી મા પરસેવો થવાથી મેકઅપ નીકળી જાય છે અથવા ફેલાઈ જાય છે જેનાથી તમારો ચહેરો વધુ ખરાબ દેખાઈ શકે છે અને તમને ચીપચપુ અનુભવ થાય છે જો તમને મેકઅપ કરવો ગમતું હોય તો એકદમ હળવો મેકઅપ કરવો જેથી તે તમારા ચહેરા ઉપર ફેલાઈ ના જાય .

(૫) ગરમીમાં ફક્ત ત્વચા નહિ પરંતુ હોઠો પણ શુષ્ક થઈ જાય છે જેને દેખભાળ ની જરૂર છે એટલે ગરમી માં પણ રાતે લીપબામ લગાવી ને સુવુ જોઈએ જો તમને લિપસ્ટિક લગાવવી ગમતી હોય તો પહેલા હોંઠો ઉપર કાન્સિલર જરૂર થી લગાવવું તેનાથી તમારા હોંઠ નરમ ,સુંવાળા રહેશે અને ગુલાબી અને ખુબસુરત પણ દેખાશે .

(૬) બહાર નીકળતા પહેલા સનગ્લાસિસ (ગોગલ્સ) પહેરવા નું બિલકુલ નહિ ભુલતા તે તમારી આંખો ને સુર્ય ના તાપ થી રક્ષણ કરે છે અને તમારી આંખોની આજુબાજુ કરચલીઓ પણ નહીં પડે જો બની શકે તો ક્યારેક ટોપી (કેપ) પણ પહેરી લ્યો જે તમારા વાળ નું ધૂળ અને માટી થી બચાવે છે .

ઉનાળાની ગરમી દરેક લોકો માટે કષ્ટ દાયક હોય છે બહાર તપતો ધોમ તડકો અને ઘરમાં ચિપચીપતિ ગરમી કોઇ ને પણ ચિદચીડયું બનાવી શકે છે એટલે બની શકે એટલુ ઠંડુ ખાઓ અને તમારી અને તમારી ત્વચા ની કાળજી રાખો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon