Link copied!
Sign in / Sign up
1
Shares

ગરમીમાં બેબી કેર માટે ૫ નુસખા🖐👌

જો તમને થોડા મહિના પહેલા બાળક થયું હોય, તો તમે જરૂર ચિંતામાં હશો કે આવા મૌસમમાં તેને તડકા અને ગરમીથી કેવી રીતે બચાવશો? નીચે આપેલા છે ૫ સહેલા બેબી ટિપ્સ જે આ ગરમીમાં તમને મદદ કરશે.

૧. પોતાના બાળકને હાઈડ્રેટ રાખો

ધ્યાન રાખો કે તમારું બાળક ગરમી ના મૌસમ મા હાઈડ્રેટેડ રહે. ૫-૬ મહિનાના બાળકને પ્રતિરક્ષા ક્ષમતા ઓછી હોય છે અને એટલે તેને સંક્રમણનો ડર વધારે હોય છે. બાળકને ઓછામાં ઓછું ૧૧ આઉન્સ પાણી પીવડાવવું જોઈએ. ગરમીની ઋતુમાં બાળકના પેશાબની માત્ર પર ધ્યાન રાખવું જરૂરી છે.

૨. યોગ્ય આહાર

બાળકના આહારનું ધ્યાન રાખો. આ બરાબર છે કે બાળકને દિવસમાં બે થી ત્રણ વાર સ્તનપાન કરાવવું જોઈએ. તેની સાથે-સાથે બાળકને દિવસમાં બે વાર ઉકાળેલું દૂધ પણ પીવડાવવું. ગરમીની ઋતુમાં તમે દૂધનો પાવડર પણ આપી શકો છો, કેમ કે ગાયનું દૂધ ગરમીમાં જલ્દી ખરાબ થઈ જાય છે. રોજના આહારમાં ફળોનો ઉપયોગ કરવો પણ ફાયદામંદ છે.

૩. યોગ્ય કપડા

યોગ્ય કપડાં પસંદ કરવા તમારા બાળકની ચામડી માટે ખૂબ જરૂરી છે. આમ તો સુતરાઉ સૌથી પસંદીદા કપડાં માનવામાં આવે છે. આ ઋતુ માટે ઢીલા, ફીટીંગ વાળા કોટનના કપડા સારા રહેશે. બહાર જતાં પહેલાં તમારા બાળકની ચામડી પર થોડી સનસ્ક્રિન લગાડવાનું ન ભૂલશો.

૪. સાચી અનુસુચી

કેમ કે ગરમીમાં દિવસનો સમય લાંબો અને રાત નો ઓછો હોય છે, તમારે તમારા બાળકની દિવસની સૂચિ બરાબર રાખવી પડશે. બાળકનો બહાર રમવાનો સમય સાંજનો રાખો. બપોરના ૧૨ થી ૪ વાગ્યાના સમયે બાળકોની ઘરની અંદર જ રાખો. રૂમ નું તાપમાન ઠંડુ અને આરામદાયક રાખો.

૫. બીમારીઓથી દૂર રાખવા

પોતાના બાળકને ગરમીથી દૂર રાખવાની કોશિશ કરો અને બિમારીથી બચાવો. ગરમીમાં ગળામાં અને પીઠપર દાણા થઇ શકે છે. જો તમારું બાળક અળાઈથી લડી રહ્યું હોય તો, આપેલા થોડા ઘરના નુસખાનો ઉપયોગ કરો.

- દહીંને ઠંડા ઉકાળેલા પાણી સાથે ભેળવો અને દાણા પર લગાડો. ચામડી ધીમે-ધીમે સારી થવા લાગશે.

- મુલતાની માટી પણ ચામડી પર લગાડી શકાય છે, એ પણ ઘણા સારા કરી શકે છે.

- તમે કેલામાઇન લોશનનો પણ ઉપયોગ કરી શકો છો; પણ તેનો ઉપયોગ કરતાં પહેલાં પોતાના ડોક્ટરને જરૂર મળો.

ઘરેલૂ નુસખાનો ઉપયોગ કરતા સમયે હંમેશા ધ્યાન રાખજો, કેમકે ઘણી વસ્તુઓ નાના બાળક માટે સુરક્ષિત નથી હોતી. આ હતા કેટલાક નુસખા જે તમે બાળક માટે ઉપયોગ કરી શકો છો, અને જરૂર થી કરજો. અન્ય લોકોને પણ આના વિશે કહો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon