Link copied!
Sign in / Sign up
3
Shares

ગર્ભવતી સ્ત્રીઓ એ કેટલું પાણી પીવું જોઈએ ?

મેડિકલ વૈજ્ઞાનિકો ગર્ભવતી સ્ત્રીઓ ને 8 થી10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. આના સિવાય સ્ત્રીઓ ફળો નો જ્યુસ પણ પી શકે છે. બધી સ્ત્રીઓ માં પાણી ની અલગ અલગ જરૂરરિયાત હોય છે. એટલા માટે જ તમે તમારા ખોરાક ને લઈને ચિંતા ના કરશો.

કેવી રીતે ખબર પડશે કે સ્ત્રીઓ જરૂર માત્ર માં પાણી પીવે છે ?

જો તમારી પેશાબ નો રંગ થોડો કા તો બઉ વધારે પડતો પીળો છે તો આનો મતલબ એ છે કે તમને ઓછું પાણી મળી રહ્યું છે. તમે પાણી નું સેવન વધારી દો.

કયા વાતાવરણ માં કેટલું પાણી પીવું જોઈએ ?

જો તમે ગરમ વાતાવરણ માં રહેતા હોવ તો તમારે 10 પ્યાલા થી પણ વધારે ની જરૂરિયાત પડી શકે છે. જો તમે ઠંડી જગ્યા પર રહેતા હોવ જેમ કે પહાડી પ્રદેશ તો તમને ઓછું પાણી પીવાની જરૂરિયાત રહેશે. એવું એટલા માટે થાય છે કારણકે ગરમ વાતાવરણમાં વધારે પસીનો થતો હોય છે. આ રીતે પાણી શરીર માંથી પસીના વળે બહાર નીકળી જાય છે. ઠંડા વાતાવરણમાં પસીનો નથી આવતો એટલે પાણી શરીર માં જ રહે છે. એટલા માટે જ સ્ત્રીઓને ઓછું પાણી પીવાની જરૂરિયાત પડતી હોય છે.

કયા પ્રકાર ના પીણા પદાર્થો લાભદાયક છે ?

ચોખ્ખું પાણી તમારા શરીરમાં પાણી ની અછત થી બચવા માટે બરાબર રહેશે. આની સાથે દૂધ, લસ્સી, છાસ, ફાળો નો જ્યુસ, લીંબુ પાણી, ગ્રીન ટી, લેમન ટી પણ તમે પી શકો છો.

ઠંડા પીણાઓ પીવું કેવું રહેશે ?

આમાં શુગર અને કેલરીસ ની માત્ર વધારે હોવાના કારણે આના થી તમે દૂર જ રહો. મહિનામાં તમે એક-બે વાર 150 મિલીલીટર એટલે કે એક કપ પીણું લઈ શકો છો. આનું વધારે સેવન કરવા થી તમારામાં સ્થૂળતા આવી શકે છે કા તો મધુમેહ પણ થઈ શકે છે.

ચા અને કોફી કેવું રહેશે ?

આમાં કેફીન ની માત્રા હોય છે જેનાથી મગજ ને આરામ અને શાંતી મળતી હોય છે. આના સેવન થી માણસ ને ઊંઘ આવતી હોય છે. પણ આનું વધારે પડતું સેવન ન કરશો. તમે આની જગ્યા પર લેમન અને ગ્રીન ટી પીવો. ગ્રીન ટી માં એન્ટી ઓક્સિડન્ટ્સ હોવાના કારણે તમારી ચામડી પર કરચલીઓ વાર થી આવે છે અને ચામડી ખીલી ઉઠે છે. આમાં રોગ-પ્રતિરક્ષા ના તત્વો હોય છે જે તમારી પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે.

શુ વારે ઘડીએ પેશાબ કરવું એ બીમારી ના લક્ષણો છે ?

એવું નથી. તમે જેટલું પાણી પિસો એટલી જ પેશાબ થશે. આમાં ડરવાની વાત નથી. સાથે ગર્ભ મા ના બાળકનો ભાર પણ ગર્ભશય પર પડતો હોય છે જેનાથી એમા પેશાબ ને રોકી રાખવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે. પેશાબ ને રોકવાનો પ્રયત્ન ના કરશો કારણકે પ્રાકૃતિક ક્રિયા ની વિરુધ્ધ જવાથી તમારી કિડની ખરાબ થઈ શકે છે. જેટલી વાર પેશાબ આવે તમે એટલી વાર કરીને આવો.

પાણી તથા અન્ય પીણા પદાર્થ લેવા ના ફાયદા

1. તમારા સુજેલા પગ અને હાથની આંગળીઓ પર સોજો ઓછો થશે.

2. ઝાડા, મૂત્રાશય નો ચેપ અને હેમેરાઈડ થી બચવા માં મદદ મળશે.

3. છેલ્લા ત્રિમાસિક માં પાણી ની અછત થી પ્રિટમ લેબર માં સંકોચન થઈ શકે છે. એટલા માટે જ પ્રમાણસર પાણી પીવો.

4. આના થી ઉલટી અને ચક્કર આવાના બંધ થઈ જાય છે.

જો તમને પાણી નો સ્વાદ ગમતો ના હોય તો એમાં લીંબુ નો રસ નીચવી ને નાખી શકો છો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon