Link copied!
Sign in / Sign up
1
Shares

ગર્ભવતી સ્ત્રી વિશે ૮ એવી રમુજી વાતો જે પુરુષો માને છે😜😜

જયારે એક સ્ત્રી ગર્ભવતી બને છે, ત્યારે બધા જ લોકો તેની આસપાસ ફરતા રહે છે અને તેનો બિચારો પતિ એકલો રહી જાય છે. પણ શું તમે આશ્ચર્ય કર્યો છે કે પુરુષો ગર્ભાવસ્થા અને ગર્ભવતી સ્ત્રી વિશે શું વિચારે છે? પુરુષો એક મૂંઝવણભર્યા અને ગૂંચવણભર્યો મનુષ્યનો સમૂહ છે. ઘણા પુરુષો પાસે ગર્ભવતી સ્ત્રીઓ સાથે વાત કરવાની પોતાની રીતો હોય છે, જ્યારે અન્યો મુંઝવણભર્યા હોય છે. પરંતુ બધા પુરુષોના મનમાં ગર્ભવતી સ્ત્રી વિશે આ વાતોન્માદ માન્યતાઓ હોય જ છે. નીચે કેટલીક એવી માન્યતાઓ આપી છે:

૧. તે ઇટની ગુણી જેટલી ભારે થઇ જશે.

ઘણા માણસોને સગર્ભ માતાના વજનની ખુબ ચિંતા રહે છે. તેઓ માને છે કે વજન વધ્યા પછી, સ્ત્રીઓ બદસુરત દેખાવા લાગે છે, તેથી પુરુષોને આકર્ષિત નથી કરતી.

૨. સેક્સ દરમિયાન બાળકને સ્પર્શવું.

લગભગ તમામ પુરુષો માને છે કે તેઓ સેક્સ દરમિયાન બાળકને હાનિ પહોંચાડશે. એટલે જ તમે સાંભળી લ્યો કે બાળક અંદર ખુબ સલામત છે. તે મ્યુકસ પ્લગ દ્વારા એકદમ સુરક્ષિત છે. આ કોઈ પણ વસ્તુને બાળક સુધી નથી પહોંચવા દેતું.

 

૩. ગર્ભાવસ્થાનો વજન કાયમ માટે છે.

કેટલાક પુરુષો આ વાતને માની ચિંતામાં હોય છે કે તેની પત્ની આ વજન ક્યારેય નહિ ઘટાડી શકે. તેઓ ઇચ્છે છે કે તેમની પતિ, બાળકના જન્મ બાદ, તરત જ તેના નોર્મલ આકારમાં આવી જાય. તમારે ધીરજ રાખવાની જરૂર છે, તમારી પત્ની નોર્મલ આકાર અને કદમાં આવી જશે પણ રાતો-રાત નહિ.

૪. ઘરમાં જ રહી જવાનો ડર.

પુરુષો વગર કારણે ચિંતા કરતા હોય છે. તમે તેમને નર્સરીને રંગવાનું અથવા બાળકના આગમન માટે શોપિંગ કરવા અથવા તેના માટે કેટલીક વધારાની યોજનાઓ કરવા કહેશો, તો તેઓ ફક્ત માથું પકડીને બેસી જાય છે. તેઓ ગભરાય છે કે, પત્નીની ગર્ભાવસ્થા દરમિયાન, તેને ક્યારેય તેમના મિત્રો સાથે બહાર નહિ જવા મળે.

 

૫. પત્નીના મોમાંથી એક માત્ર શબ્દ: "બેબી"

પુરુષો ચિંતામાં હોય છે કે તેમની પત્નીના મગજમાં ખુબ જ "બેબી-બેબી" થાય છે. પુરુષોને બાળક વિશે બધી જ વિગતો અને વસ્તુઓ સાંભળવા માંગતા નથી. પરંતુ વાસ્તવમાં, એક સ્ત્રી માટે, સગર્ભાવસ્થા ખુબ અનમોલ હોય છે. ઘણીખરી વસ્તુઓ સ્ત્રીના મગજમાં દોડતી હોય છે, પરંતુ બાળક સૌથી ઉપર રહે છે. પણ તેમના મગજમાં તે એક માત્ર વસ્તુ નથી.

ત્રીજા ત્રિમાસિકમાં અને જન્મ આપ્યા બાદ થોડા મહિનાઓમાં, કેટલીક સ્ત્રીઓના મગજમા દરેક સમયે બાળક જ હોય છે. પરંતુ આ હોર્મોનલ ફેરફારો, તનાવ, ઊંઘના અભાવ અથવા ભૌતિક પરિવર્તનના કારણે થાય છે.

૬. બનવા વાળી માતા: એક ટિકિન્ગ ટાઈમ બોમ્બ

ગર્ભવતી સ્ત્રીઓ હમેશા એક રોલર કોસ્ટર રાઈડ પર હોય છે. હોર્મોન્સ ના કારણે ગર્ભવતી સ્ત્રીઓની આ હાલત હોય છે. હોર્મોનલ ફેરફારથી મગજની રસાયણશાસ્ત્રપર અસર કરે છે; જેથી સ્ત્રીઓ એક સાથે જ ખુશ, બેચેન અને ઉદાસ થાય છે. કેટલીકવાર તે ઊર્જાસભર હોય છે તો કેટલીકવાર નબળું મેહસૂસ કરે છે : આ ફેરફારો ગર્ભાવસ્થા સાથે મુફ્ત મળે છે. તેથી, જે પુરુષોને લાગે છે કે એક ગર્ભવતી ટિકિન્ગ ટાઈમ બૉમ્બ જેવી હોય છે તો હા, તેઓ છે પણ સમય જતા, બધું નોર્મલ થઇ જશે.

 

૭. ફિલ્મી અંદાઝમાં ગર્ભાવસ્થા

ફિલ્મોની ગર્ભવતી સ્ત્રીઓ, બેબી બમ્પ અને યોગ્ય કપડા સાથે ખૂબ સરસ દેખાય છે. આ ફિલ્મો ક્યારેય ગર્ભાવસ્થાની વાસ્તવિકતા નથી દર્શાવતા, જ્યાં સીડી ચડતા-ચડતા સ્ત્રીઓ થાકી જાય છે અને છેલ્લા ત્રિમાસિકમાં બેસવા-ઉઠવાની તકલીફો, જે વજન વધવાના કારણે થાય છે.

પુરુષો તે ફિલ્મોની ગર્ભાવસ્થાથી પ્રભાવિત છે. તેઓ માને છે કે ગર્ભાવસ્થા એવી જ સરળ હોય છે. પરંતુ, ચેકમેટ! વાસ્તવિકતા અલગ છે.

૮. અંતિમ દિવસ- લેબર રૂમ

તમામ ફિલ્મોમાં, લેબર પેન ફક્ત ૧-૨ મિનિટનું દેખાતું હોય છે. પરંતુ, સત્ય એ છે કે તે વાસ્તવિકતા ખુબ અલગ છે. લેબરમાં ઘણા કલાકો, અથવા દિવસો પણ થઇ શકે છે. સાથે જ, પીડા, ચીસો અને દબાણ. તે સમયે જીવન ખુબ ભયાનક લાગે છે. પરંતુ, આ રીતે જ એક સુંદર જીવ નું નિર્માણ થાય છે. તેથી, જે પુરુષો માને છે કે ગર્ભાવસ્થા બગીચામાં ચાલવા જેવું સહેલું છે તો તે નથી!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon