Link copied!
Sign in / Sign up
1
Shares

ગર્ભવતી મહિલાઓએ તેમના બાળકની બુદ્ધિ વધારવા માટે આ વસ્તુઓ ખાવી જોઈએ🤰

કઈ મા એવું ના ઈચ્છે કે તેનું બાળક સ્માર્ટ હોય! તમારા બાળકની મગજની શક્તિ વધારવા માટે, તમારે ગર્ભવતી થવાના ૩ અઠવાડિયા પહેલા જ તૈયારી શરૂ કરવી પડશે(આ સમય દરમિયાન જ તમારા બાળકના મગજનું વિકાસ થાય છે). આ જ સમયે પોષણથી ભરપૂર ખોરાક લેવાનું શરૂ કરવું યોગ્ય રહેશે!

ગર્ભાવસ્થા દરમિયાન તંદુરસ્ત ખોરાક તમારા બાળકના મગજના વિકાસ માટે નો ખુબ મોટો એસેટ છે, અમે વિસ્તારથી તમને બતાવશું કે આ સમયે તમને શું ખાવું જોઈએ:

ઝીંક માટે પમ્પકીન:

પમ્પકીન ના બીજ ઝીંકથી ભરપૂર હોય છે જે મગજના વિકાસ માટે જરૂરી હોય છે. ઝીંક મગજના એ ભાગની શક્તિ વધારે છે જે શરીરને કામ કરવાની શક્તિ આપે છે. રોજનાં 7 મિલિગ્રામ પમ્પકીનના બીજ જરૂરથી ખાઓ.

ફોલેટ માટે પાલક:

પાલક માત્ર આયરનથી ભરપૂર નથી, પણ નવા ડીએનએ અને સેલને એકટિવેટ કરવા માટે પણ ઓળખાય છે. પાલકમાં હાજર એન્ટીઑકિસડન્ટ બાળકના મગજના ટિશૂને નુકસાનથી રક્ષણ આપે છે. ગર્ભવતી મહિલાઓને રોજના ૪૦૦ એમસીજી ફોલેટની જરૂરિયાત હોય છે જે પાલક ખાવાથી મળી જાય છે. પાલકને લાંબા સમય સુધી રાંધવાથી તેના પોષણ ખતમ થવાનો જોખમ રહે છે.

કોલીન માટે ઈંડા:

આયરન અને પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે-સાથે ઈંડા કોલીનથી ભરપૂર હોય છે જે દિમાગના વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે. તમારા શરીર માં રોજનું ૪૫૦ મિલિગ્રામ કોલીન હોવું જરૂરી છે. ઈંડા માં ભરપૂર કોલીન હોય છે.

બીટા-કેરોટીન માટે શક્કરિયા:

બાળકના મગજના નર્વસ સિસ્ટમના વિકાસ માટે બીટા-કેરોટિન ખૂબ મહત્વપૂર્ણ છે. શરીરમાં રોજનું 700 એમસીજી બીટા કેરોટીન હોવું જરૂરી છે. શક્કરિયા જે ઓરેંજ રંગના હોય છે તેમાં બીટા-કેરોટિનની ઊંચી માત્રા માં હોય છે.

વિટામિન-ઈ માટે મગફળી

 

મોનોસેચ્યુરેટેડફેટ, નાઈસિન, ફોલેટ અને પ્રોટીનથી ભરપૂર મગફળી વિટામિન-ઇ નો સારો સ્રોત છે. મગફળીમાં વિટામિન-ઇ નું લેવલ ડીએચએ આધાર આપે છે અને મગજના વિકાસમાં મદદ કરે છે. છોતરાંવાળી મગફળી શ્રેષ્ઠ એન્ટીઑકસીડન્ટ તરીકે કામ કરે છે. શરીર માટે રોજનું ૩ મિલિગ્રામ વિટામિન-ઇ જરૂરી છે.
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon