Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભવતી મહિલાને રડાવી શકે છે આ ચાર હાસ્યપ્રદ કારણો

ગર્ભાવસ્થા ચડાવ ઉતાર થી ભરેલી હોય છે. હોર્મોનલ અસંતુલન, ભોજન ની લાલચ અને અજીબોગરીબ લાગણી ઓ કોઈપણ ને પ્રભાવિત કરી શકે છે. અને ગર્ભવતી મહિલા ને નવ મહિના સુધી આનાથી પસાર થવુ પડે છે. તો સ્વાભાવિક છે તેમની સહન શક્તિ ઓછી થઈ શકે છે અને તે અંત માં એવા કારણો થી રડી શકે છે જે આપણ ને હાસ્યાસ્પદ લાગે છે. એક ગર્ભવતી મહિલાની વિવિધ અજીબ સ્થિતીઓ ને સમજવા માં તમારી મદદ કરવા માટે, અમે સાત હાસ્યસ્પદ અને વાસ્તવિક કારણો ની સુચી તૈયાર કરી છે, જે ગર્ભવતી મહિલાને રોવડાવી દે છે.

વિવિધ વિકલ્પો : જ્યારે તમે ગર્ભવતી હોવ છો, તો તમારી મોટા ભાગ ની લડાઈ પોતાના આજુબાજુ નાં લોકો સાથે જ થાય છે. કંઈપણ જરા પણ અહીં અને ત્યાં થવા પર આંખો પર આંસુ આવા લાગે છે. આ માતા નું પણ એક સામાન્ય વાત પર આવુ જ અનુભવ હતો. તો એક દિવસ રવિવાર ના તે બેઠી હતી અને પોતાની મનપસંદ ટેલીવીઝન સીરીયલ જોવા માંગતી હતી. પરંતુ તેના પતિ એ તેને સુચન આપ્યુ કે તે થોડા ગીત સાંભળી શકે છે અને એક-બીજા થી વાતો કરી શકે છે. તેના પતિ એ વાક્ય પુરુ કર્યુ જ હતુ કે એ રડવા લાગી. ના તેને ખબર પડી અને ના તેના પતિ ને કે તે ક્યારે રડવા લાગી અને આ લગભગ અડધા કલાક સુધી ચાલ્યુ. જે વસ્તુને તેને અંત માં શાંત કરી, એ હતી તેમની મનપસંદ આઈસક્રીમ નાં પાંચ સ્કુપ.

વિધિ માં બદલાવ : તો, તમે જાણતા હશો કે કેવી અમુક વસ્તુઓ હોય છે જે તમને એમ જ પસંદ હોય છે જેમ તે છે, એનાથી કોઈ ફેર નથી પડતો બીજા શું કહે છે. આ ગર્ભવતી મહિલા નું પોતાનાં મનપસંદ ભોજન ની સાથે એ જ અનુભવ હતો, જે તેમને ના મળ્યો. તે પુરી રીતે તૈયાર હતી અને પોતાના મનપસંદ રેસ્ટોરંટ માં જમવા ની રાહ જોઈ રહી હતી, જ્યાં તેમણે પોતાની મનપસંદ ડિશ નો ઓર્ડર કર્યો. કદાચ કઈ પણ ખોટુ ના થઈ શકે એમ હતુ,હે ને? તો બધુ જ બરાબર હતુ જ્યાં સુધી તેમની મનપસંદ ડિશ તેમના ટેબલ પર નહતી અાવી. તેને જોઈને તેને ખબર પડી ગઈ હતી કે કશુ તો અલગ છે. તેમણે થોડુ ચાખ્યુ અને તે રોવા લાગી. વેઈટર અને તેના પતિ ચમકી ગયા. પંદર મિનિટ પછી તે શાંત થઈ તો ખબર પડી કે રેસ્ટોરંટ એ ડિશ ની પ્રક્રિયા બદલી નાખી છે અને તેનો પેહલા વાળો સ્વાદ જતો રહ્યોં છે. હોર્મોન ઘણી વાર ખુબ તકલીફ દઈ શકે છે.

બાળકો ની સાથે મુશ્કેલી : પેહલી ગર્ભાવસ્થા ખરેખર માં પડકારરુપ છે પરંતુ લોકો એ વાત ને નથી સમજતા કે બીજી ગર્ભાવસ્થા વધારે પડકારરુપ હોય શકે છે કેમકે હવે તમારે તમારા બાળકનું પણ ધ્યાન રાખવુ પડે છે. કોઈ કોઈ વાર બાળક તમારી ભોજન સંબંધી લાલચ માં બાધા બની શકે છે, જેનું તમે કશુ કરી નથી શક્તા. આ માતા પોતાની મનપસંદ મિઠાઈ ખરીદી ને લાવે છે અને તેને પછી ખાવા માટે મુકે છે. પરંતુ જ્યારે તેની છોકરી ઘરે આવે છે, તે પણ એ જ મિઠાઈ ખાવા માંગે છે. જ્યાં સુધી મા ઉઠે છે, ત્યાં સુધી માં છોકરી બધી મિઠાઈ ખાય લે છે. બિચારી મહિલા ખાલી રડી શકે છે. તે પોતાની છોકરી પર ગુસ્સો પણ નથી કરી શક્તી.

ભોજન ની લાલચ માં બદલાવ : ગર્ભવતી મહિલાઓ ને ભોજન ની લાલચ ઘણીવાર બદલાતી રહે છે. અને આ પતિ અને તેની આસપાસ નાં લોકો માટે સારુ રેહશે કે તે એનું ધ્યાન રાખે. આ ગર્ભવતી મહિલા નાં પતિ એ આ હકીકત ને મુશ્કેલ રીતે સમજ્યો હતો. તો એક દિવસ સારા પતિની માફક તે પોતાની પત્નિ માટે ઓરેંજ ક્રીમ બિસ્કીટ લઈ ને આવ્યા. જોકે પેહલા તેને તે પસંદ કરતી હતી, પરંતુ તે દિવસે એ તેને ખાવા નહતી માંગતી. તો, તેમણે પોતાના પતિ ને કહ્યું કે તે ખાય શકે છે. બીજા દિવસે તેમને અચાનક ઓરેંજ ક્રીમ બિસ્કીટ ખાવા ની ઈચ્છા થઈ અને તેમણે તે શોધવાની કોશિશ કરી પરંતુ તેમને મળ્યા નહીં. નિરાશ થયા પછી તેમણે પોતાના પતિ ને ફોન કર્યો, એ જાણવા માટે કે તે બિસ્કુટ ક્યાં છે. તે જાણતા હતા કે પોતાની પત્નિ ની પરવાનગી પછી, તેમણે બિસ્કીટ ને પોતાના ઓફીસ માં સહકાર્યકરો સાથે વ્હેંચી લીધા. અને અચાનક તે રડવા લાગી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon