Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભાવસ્થા ને લઈ ને મહિલાઓને થતા ભ્રમ અને તેની સચ્ચાઈ😟😟

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની ભાવના ઓ માં ઘણા ઉતાર ચઢાવ આવે છે .એ શું નું શું વિચારી લેય છે .આ પોસ્ટ દ્વારા અમે તમને કેટલાક વિચારો સાચા છે કે ખોટા એ જણાવશુ .

શું તેઓ વિચારે છે તે સાચુ છે ? સ્વાભાવિક છે ? પ્રાકૃતિક છે ? ચલો જોઈએ .

(૧) પલંગ ઉપર ઊંધા સુવાથી બાળકો ના ચહેરા નો આકાર બદલાઈ જાય છે

 

ઘણી મહિલાઓને એવો ડર લાગે છે કે ,જો તેઓ તેમના પેટ ઉપર સુઈ જશે તો તેમના ગર્ભાશય ઉપર દબાણ આવશે અને તેના લીધે તેમના શિશુ ના ચહેરા નો આકાર બગડી જશે .અથવા શિશુ નો ચહેરો ચીપકી જશે .

સાચી વાત - પરંતુ સાચું તો એ છે કે તમે થોડીવાર માટે તમારા પેટ ઉપર સુઈ શકો છો તમારા શરીર માં તમારા શિશુના ઉછેર માટે પર્યાપ્ત જગ્યા હોય છે .તમે સુવા માટે ઓશીકું અને તકીયા ની મદદ લઇ શકો છો .લાંબા સમય સુધી એક જ સ્થિતિ માં સુવુ યોગ્ય નથી હોતું એટલે તમારે થોડા થોડા અંતરે પડખુ ફરતુ રહેવુ જોઈએ.

(૨) નાક મોટુ થઈ જાય છે એવુ લાગવુ 

ઘણી મહિલાઓ એવુ માને છે કે ગર્ભાવસ્થા માં તેમનુ નાક મોટુ થઈ જાય છે .

સાચી વાત -જીહા ,ગર્ભાવસ્થા મા સમય પસાર થતા તમારું વજન વધી જાય છે ફકત નાક જ નહિ પરંતુ અન્ય અંગો પણ ફૂલી જાય છે .બાળકોના જન્મ બાદ જેમ જેમ તમારુ વજન ઘટશે તેમ તમારા ચહેરા નું માસ પણ ઓછુ થતુ જાશે .

(૩)કોઈપણ વસ્તુ ખાઈ લેવાથી બાળક ના જીવ ને જોખમ રહે છે 

ઘણી ગર્ભવતી મહિલાઓ એવુ માને છે કે ,જે તે ખાવાથી તેમના બાળક નો વિકાસ અટકી જાય છે .આવા વિચારો તેમને ગુગલ , ગર્ભાવસ્થા ની પુસ્તકો ,અથવા તેમની સહેલીઓ ના કહેવાથી આવે છે .

સાચી વાત - કાચુ ખાવાથી ,ખુલી દુકાનોમાં ઉઘાડું રાખેલુ ખાવાનુ ખાવાથી ,અશુદ્ધ ,એઠું ખાવાથી અથવા સડેલા વાસી પદાર્થો ખાવાનું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે .સંતુલિત આહાર થી અને થોડા થોડા અંતરે ખાવાથી તમારા આવનાર શિશુને કોઈ જોખમ નથી રહેતો .

(૪) ગર્ભ પડી જવુ (મિસકેરેજ) થવા નો ડર

ઘણી મહિલાઓને ડર વાળા આ ખરાબ સપના અને વિચારો આવે છે .જેવા કે તે તેમનું બાળક પડી જવના ના લીધે ખોઈ દેશે એવું અનુભવે છે .આવો ડર હમેશા તેમના મગજ મા ઘુમતો રહે છ

સાચી વાત - ઘણી મહિલાઓને આવા વિચાર ત્યારે આવે છે જ્યારે તેઘણી મુશ્કેલીઓ બાદ ગર્ભવતી બની હોય અથવા રોજની ગતિવિધિ થી તેમને માનસિક તાણ રહેતો હોય. ગર્ભ ધારણ કર્યા ના પહેલા ત્રણ મહિનામાં ગર્ભ પડી જવા ના વધારે મા વધારે શકયતા રહેલી હોય છે ૧૫-થી ૨૫% મહિલાઓ મા આવુ અનહોની થઈ શકે છે .ગર્ભાવસ્થા ના ૧૨ અઠવાડિયા પુરા થયા બાદ મિસકેરેજ નો ભય ઓછો રહે છે. જો તમે ગર્ભવસ્થા ના ૧૪ મહિના પુરા કરી લીધા હોય તો તમારે મિસકેરેજ ના ડર ને અલવિદા(ટાટા બાય બાય ) કરી દેવો જોઈએ .

(૫) બાળકમાં કોઈ ગંભીર રોગ અથવા વિકૃતિ આવી શકે 

ઘણી મહિલાઓને અચાનક એવો વિચાર આવે છે કે ,તેમનુ બાળક કોઈ ઇલાજ ન થઈ શકે એવી બીમારી ,ગંભીર રોગ ,અથવા શારીરિક કે માનસિક વિકૃતિ નો ભોગ બની જશે તો

સાચી વાત - પ્રકૃતિ માં એવી ભુલ અને બનાવ બહુ ઓછા જોવા મળે છે .પ્રકૃતિ તેનુ કામ નિભવવા નું બખૂબી જાણે છે .આવા નકારાત્મક વિચારો મા તમારો કિંમતી સમય વડફો નહિ .

(૬) ગર્ભાવસ્થા દરમિયાન જે વજન વધે છે એ ક્યારેય ઓછો નથી થતો 

ઘણી મહિલાઓને એવો ડર હોય છે કે પ્રસુતિ દરમિયાન તેમનો વધેલો વજન જીવન ભર ઓછો નહિ થઈ શકે .

સાચી વાત - જે મહિલાઓ ગર્ભાવસ્થા પહેલા અને પછી વ્યાયામ કરતી હોય ,ચાલતી હોય ,યોગા કરતી હોય ,અને શારીરિક રીતે સક્રિય હોય તેઓ વજન ઘટાડી શકે છે .જે મહિલાઓ આળસુ હોય ,કામ નો કરતી હોય તેમને વજન ઘટાડવામાં સમય લાગે છે . ઘી અને તેલ વાળુ ખાવાનું ઓછુ ખાવાથી પણ વજન ઉપર નિયંત્રણ રહે છે .

(૭) ક્યાંક તેમની પ્રસુતી જાહેર સ્થળે તો નહીં થઈ જાય ને 

ઘણી મહિલાઓ ને એવુ વિચરતા પણ શરમ આવે છે કે તેમનુ બાળક જાહેર માં પેદા નો થઈ જાય .તેમને એવો વિચાર આવે છે કે જ્યારે તે બહાર શાકભાજી લેતા હોય અથવા કોઇ રેસ્ટોરન્ટ માં હોય ત્યારે તેમની યોનિ માંથી પાણી વહેવા લાગશે તો .

સાચી વાત - ઘણી પરિસ્થિતિ ઓ ઉપર તમારો નિયંત્રણ નથી હોતો .જો તમારી યોનિ માંથી પાણી વહેવા લાગે તો તમે તમારી આજુબાજુના લોકો ની મદદ લઇ શકો છો અને હમેશા તમારી પાસે અને સાથે ટુવાલ રાખો .આમતો તમારા શરીર માં સંકોચન થવા લાગશે એટલે તમારું શરીર તમને સંકેત આપી દેશે .ગભરાઓ નહિ ,ધીરજ રાખો .

(૮) સમય ની પહેલા બાળક ને જન્મ દઈ દેશે તો 

ઘણી મહિલાઓ ને સમય થી પહેલા બાળક ની જન્મ થઈ જશે તો એવો ડર લાગે છે .આ સ્વાભાવિક છે વીશેષ રૂપે જ્યારે મહિલાઓ પહેલી વાર ગર્ભવતી બની હોય ત્યારે તેમને આવા પ્રકાર ના ભય રહે છે .કારણકે તેમણે ઘણા લોકો ની પ્રસુતી ની પીડા વિશે સાંભળ્યુ હોય છે .

સાચી વાત - બાળક નો જન્મ તેના નિર્ધારિત સમયે જ થાય છે .ડોક્ટરો પણ હમેશા તમને તમારા બાળક ની જન્મ ની આસપાસ ની તારીખ પહેલા થી જણાવી દેય છે .જેના થી તમનેજો મદદ મળી રહે છે .

(૯) શું તે નવજાત શિશુને ઉપાડી શકશે અને ભવિષ્યમાં તેમની દેખભાળ રાખી શકશે કે નહિ 

ઘણી મહિલાઓ માતૃત્વ ને લઈ ને શંકા કરવા લાગે છે .તેઓ એવુ વીચારે છે કે જો તેમનુ બધુ બરાબર પાર તો પડી જશે પરંતુ શું એ તેમના નવજાત શિશુને ઉપાડી શકશે .? અને જો ઉપાડી તો લેશે પણ ભવિષ્યમાં તેનો યોગ્ય ઉછેર કરી ને તેને યોગ્ય અને સારો માણસ બનાવી શકશે ? આવા નકામા વિચારો કરી ને તે પોતાને ચિંતા માં નાખી દેય છે .

સાચી વાત - માતૃત્વ નો એક ભાગ ગભરાહટ પણ છે . નવી માતાઓ ને આવા વિચારો આવે છે એનો અર્થ એ છે કે તેઓ તેમના શિશુ ની કદર કરે છે ધીરેધીરે બધું બરાબર થઈ જાય છે તમારી જેમ ઘણી માતાઓ આવુ અનુભવતી હોય છે .જો તમારે આ વિશે વાત કરવી હોય તો તમારા પતિ સાથે , માતા સાથે ,બહેન સાથે ,સાસુ સાથે અથવા તમારા મિત્રો સાથે વાત કરી શકો છો .

ચિંતા ,તાણ ,ગુસ્સો ,અસહાય અનુભવવું એ સામાન્ય વાત છે .આવું બધા સાથે થાય છે એટલે હસો અને પોતાની હિંમત વધારો .એક મજબુત મહિલા બનો અને તમારા આવનારા શિશુ માટે પ્રેરણા સ્તોત્ર બનો .શિશુ મુસીબતો માં તમને તેનો આદર્શ માનશે અને તમારી મદદ અને સલાહ ઉપર નિર્ભર રહે છે . માટે સારા વિચારો વહેંચો .

આ પોસ્ટ ને વધારે માં વધારે શેર કરો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon