Link copied!
Sign in / Sign up
57
Shares

ગર્ભમાં ઊછરી રહેલા બાળકનું વજન વધારો-આવુ ખાવાનું ખાઓ

દરેક મહિલા એક તંદુરસ્ત અને ચુસ્ત બાળક ને જન્મ દેવા માંગે છે અને એટલે જ બાળક નું વજન બહુજ મહત્વ ધરાવે છે .જોકે ઘણા ખરા બાળકો જન્મ સમયે લગભગ ૨.૭૫ કી .ગ્રા.(જે જન્મ સમય નો યોગ્ય વજન માનવામાં આવે છે .) ના હોય છે .જે બાળકો નો વજન આટલા કી.ગ્રા. થી ઓછો હોય એ બાળકો માતાપિતા માટે ચિંતા નું કારણ બની જાય છે .અને ખાસ કરીને ડોક્ટર માટે ચિંતા નો વિષય બની જાય છે .આજકાલ ની બદલાતી જતી જીવનશૈલી ના કારણે ઘણા બાળકો નો વજન જન્મ સમયે ઓછો હોય છે અને આ એક સામાન્ય બાબત બની ગઇ છે.

ઘણા સર્વેક્ષણ પછી એવું તારણ નીકળે છે કે ગર્ભ માં રહેલા બાળક નું વજન માતા ના ખોરાક દ્વારા વધારી શકાય છે. જી હા,આ શક્ય થઈ શકે છે .ડોક્ટરો પણ એવુ કહે છે કે ગર્ભ માં રહેલા બાળક નું વજન વધારવા માતા એ તંદુરસ્ત ખોરાક લેવો આવશ્યક છે .એના ખોરાક માં બદલાવ લાવવા ની આવશ્યકતા હોય છે .ધ્યાન માં રાખવાની મહત્વપૂર્ણ વાત એ છે કે માતા એ એવું નો વિચારવું જોઈએ કે એ બે લોકો નું ખાવાનું ખાય છે પરંતુ ખરા અર્થમાં પોષકતત્વો મળે એવું ખાવું જોઈએ .

આવો અમે તમને જણાવીએ કે ગર્ભાવસ્થા ના કેટલા અઠવાડિયામાં તમારા બાળકનું વજન કેટલું હોવુ જોઈએ .

૧૦મા અઠવાડિયામાં : ૪ ગ્રામ

૧૫મા અઠવાડિયામાં: ૭૦ ગ્રામ

૨૦મા અઠવાડિયામાં : ૩૦૦ ગ્રામ

૨૫ મા અઠવાડિયામાં : ૬૬૦ગ્રામ

૩૦ મા અઠવાડિયામાં : ૧.૩ કી. ગ્રા.

૩૫મા અઠવાડિયામાં : ૨.૪ કી. ગ્રા.

૩૬મા અઠવાડિયામાં : ૨.૬ કી. ગ્રા.

૩૭ મા અઠવાડિયામાં : ૨.૯ કી. ગ્રા.

૩૮ મા અઠવાડિયામાં : ૩.૧ કી.ગ્રા.

૩૯ મા અઠવાડિયામાં : ૩.૩ કી. ગ્રા.

૪૦ મા અઠવાડિયામાં : ૩.૫ કી. ગ્રા.

આ ફક્ત એક ચાર્ટ છે જે તમને સહાયતા કરશે જેના દ્વારા તમે તમારા બાળકના વજન ને ધ્યાન માં રાખી શકો છો બાળકનું વજન એ નક્કી નથી કરતું કે એનું સ્વાસ્થ્ય કેવુ હશે .દુનિયામાં એવા ઘણા બાળકો છે જેનો વજન જન્મ સમયે ઓછો હોય છે પરંતુ તેઓ તંદુરસ્ત અને સ્વસ્થ હોય છે .કારણકે દરેક બાળક અલગ જો હોય છે .પણ જો બાળકનું વજન અલ્પ ખોરાક ના કારણે ઓછું હોય તો સમયસર ખોરાક માં બદલાવ લાવવો જોઇએ.

અમે નીચે થોડીક ખાવાની વસ્તુઓ જણાવશું જેને ખાવાથી ગર્ભવતી મહિલાઓ પોતાના ગર્ભ માં ઉછરી રહેલા બાળક નો વજન વધારી શકશે .

(૧) ઈંડા.

ઇંડા માં પ્રોટીન ખુબજ વધારે માત્રામાં હોય છે .એટલે જયારે પ્રોટીન ની વાત થતી હોય તો આપણા દિમાગ માં ઈંડા સૌથી પહેલા આવે છે .પ્રોટીન ની સાથે ઈંડા માં ફોલિકએસિડ કોલિન અને આયર્ન પણ સમાયેલું હોય છે .ઇંડા માં આવેલું પ્રોટીન એને બાફી ને ખાવાથી મળે છે .આખા દિવસ માં એક બાફેલુ ઈંડું ગર્ભવતી મહિલાઓ માટે પર્યાપ્ત છે .

(૨) સુકો મેવો અને બદામ 

ગર્ભમાં ઊછરી રહેલા બાળક નો વજન વધારવા માટે થોડી માત્રામાં સુકો મેવો અને બદામ જરૂરી છે .ઘણા ડોકટર પણ ગર્ભવતી મહિલાઓ ને સુકોમેવો ખાવાની સલાહ આપે છે .સુકામેવા માં પ્રોટીન આવેલુ હોય છે .અને આમાં ચરબી નથી હોતી .બદામ એટલે આમારો કહેવાનો અર્થ એ છે કે કાજુ બદામ ,શીંગ, પિસ્તા, અખરોટ, વગેરે અને સાથે સાથે ખજુર ,અખરોટ ,કિસમિસ ,અને અંજીર ખુબજ લાભદાયક હોય છે.

(૩) દુધ

ગર્ભવતી મહિલાઓ એ ઓછા મા ઓછું ૨ ગ્લાસ દુધ પીવુ જરૂરી હોય છે .૨ ગ્લાસ થી શરૂ કરીને પછી તેઓ ૪ ગ્લાસ પણ દુધ પી શકે છે .દુધ પ્રોટીન મેળવવા નો સૌથી સારો અને ઉત્તમ માર્ગ છે. અને એવું તારણ જાણવા મળ્યુ છે કે રોજ ૨૦૦ થી ૫૦૦ મી.લી. દુધ પીવાથી ગર્ભ માં ઉછરી રહેલા બાળક ઉપર ખુબજ સારી અસર થાય છે .દુધ ના કેટલાક પોષક તત્વો સાદું દુધ પીવાથી મળે છે .દુધ ને રસ,ખીર, અને હલવા માં નાખીને ખાય શકાય છે .

(૪) દહી

દહી મા એવી ક્ષમતા હોય છે જે બાળકનો વજન વધારવામાં ઉપયોગી થાય છે .નવાઈની વાત તો એ છે કે દહી માં ભરપુર માત્રા મા પ્રોટીન હોવાથી સાથે દુધ કરતા વધારે કેલ્શિયમ પણ વધારે મળે છે .અને એમાં વિટામિન બી કોમ્પલેક્ષ અને ઝીંક પણ ભરપુર માત્રા મા હોય છે .ગર્ભવતી મહિલાઓ એ દિવસમાં ૩ વાર દહી નુ સેવન કરવુ જોઈએ એવી સલાહ દેવામાં આવે છે .

(૫) લીલા શાકભાજી 

સારી માત્રા મા વિટામીન એ ,વિટામીન સી ,ફોલેટ ,આયર્ન અને મેગ્નેશિયમ લીલા શાકભાજી દ્વારા મળી શકે છે .વિટામીન એ આંખોના તેજ માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે .અને એ બાળકોની ત્વચા અને હાડકાં માટે પણ ખુબજ લાભદાયક હોય છે જેનાથી બાળકોનું વજન વધે છે .

(૬) માછલી 

માછલી માં ભરપુર પ્રોટીન ની સાથે સાથે ઓમેગા ૩ ફૈટી એસિડ પણ ભરપુર માત્રા મા હોય છે .પરંતુ માછલી ખાતા પૂર્વે એ વાત નુ ધ્યાન રહે કે એમાં વધુ પ્રમાણમાં મર્ક્યુરી આવેલુ નો હોય .ગર્ભમાં ઊછરી રહેલા બાળક માટે માછલી ના સેવન ને સૌથી સારૂ માનવામાં આવે છે .

ઉપર જણાવેલી વસ્તુઓ ને આહાર માં લ્યો અને ગર્ભમા રહેલા બાળક ના વધતા વજન ને મહેસુસ કરો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon