Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભમાં શિશુને કઇ વસ્તુઓ થી જોખમ થઈ શકે છે? જાણો એ કેટલુ સુરક્ષિત છે?😱😱

જો ગર્ભાવસ્થા ના ૨૦ અઠવાડિયાની અંદર તમારું બાળક ખોઈ દયો છો તો તેને મિસકેરેજ (ગર્ભપાત ) કહેવાય છે .લગભગ ૫૦% ગર્ભાવસ્થા ને મિસકેરેજ થી પસાર થવુ પડે છે .અને ૮૦% મિસકેરેજ ગર્ભાવસ્થા ના પહેલા ૩ મહિનામાં થાય છે .ગર્ભાવસ્થા ના ૨૦ અઠવાડિયા પુરા થયા પછી મિસકેરેજ થવાની શક્યતા બહુજ ઓછી થઇ જાય છે .અને તેના પછી મિસકેરેજ થાય એવું બહુજ ઓછુ જોવા મળે છે .તેને આપણે મોડુ( લેટ ) મિસકેરેજ કહીયે છે .

◆મિસકેરેજ થવાના લક્ષણો .

(૧) હળવુ કે વધારે રક્તસ્ત્રાવ થવો .

(૨) પેટમાં વધારે દુખાવો થવો 

(૩) તાવ આવવો 

(૪) પેટ ની આજુબાજુ  ની માંસપેશીઓ માં વધુ દુખાવો થવો 

(૫) નબળાઈ લાગવી 

(૬) પીઠ દર્દ થવું 

જો તમને આવા કોઈ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર ને સંપર્ક કરો .અને તમારા શરીર ને સંપૂર્ણ પણે તપાસ કરાવો .

◆ મિસકેરેજ થવાનું કારણ શું હોય છે .

મિસકેરેજ થવાના ઘણા કારણો હોય છે .બાળકો માં જેનેટિક માલફંક્શન હોવું, પરંતુ એના બીજા પણ કારણો છે જેના લીધે મિસકેરેજ થઈ શકે છે .

= ઇન્ફેક્શન (સંક્રમણ/ચેપ ) .

= માતા ને ડાયાબિટીસ અથવા થાઇરોઇડ હોવુ.

= હોર્મોનલ ઇમબેલેન્સ .

= ઇમ્યુનિટી ઓછી હોવી .

= નબળુ યુટ્રેસ (નબળું ગર્ભાશય ).

 

◆ આ પરિસ્થિતિ માં મિસકેરેજ થવાનું જોખમ વધી જાય છે .

* જો માતા ની ઉંમર ૩૫ વર્ષ કરતા વધારે હોય તો .

* જો માતા ને થાઇરોઇડ કે ડાયાબિટીસ હોય તો .

* જો માતા ને ૩ થી વધારે વાર મિસકેરેજ થઈ ગયુ હોય તો .

◆ સર્વિકલ નબળાઈ . (નબળું ગર્ભાશય ).

તમારા નબળા ગર્ભાશય ના કારણે તમારું ગર્ભ બાળક ને સંભાળવા માટે તૈયાર નથી હોતુ .એના લીધે ૩ મહિનામાં મિસકેરેજ થવાની શકયતા વધી જાય છે .આ એક જ કારણ નથી બીજા પણ ઘણા લક્ષણો જોવા મળે છે જેવા કે -- ગર્ભાવસ્થા માં મહિલાઓને પોતાના યુટ્ર્સ ની નીચે નો ભાગ ભારી હોવા નો અનુભવ થાય છે .કારણકે આવનારું બાળક તેના શરીર ની સાથે અમબીલિકલ કોર્ડ અને થોડું લોહી તમારા યોનિ ના રસ્તે નીચેની તરફ પડવા લાગે છે .

આ બહુજ જરૂરી છે કે ,તમે આ બધી બાબતો વિશે જાણો .અમે આશા કરીએ છે કે તમારી ગર્ભાવસ્થા કુશળ મંગળ હોય ,આ જાણકારી બીજી મહિલાઓ સાથે જરૂર થી વહેંચો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon