Link copied!
Sign in / Sign up
17
Shares

ગર્ભ માં શિશુ ના સ્વસ્થ વિકાસ માટે માતાએ કેવા વિચારો કરવા જોઈએ🤔🤰🤔

શું એક માતા ના વિચારો ગર્ભમાં રહેલા શિશુને પ્રભાવિત કરે છે ?

જીહા, વૈજ્ઞાનિકો નુ કહેવુ છે કે માતાના વિચારો માં એટલી શક્તિ હોય છે કે તે શિશુને પ્રભાવિત કરી શકે છે .અને એટલું જ નહિ તે શિશુ ને થતી હાનિ પણ સુધારી શકે છે .

આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે,માતાઓ જે વિચારે છે સીધું ન્યુરોહોર્મોન્સ દ્વારા શિશુ સુધી પહોંચી જાય છે .અને કેમ નહી આનો ઇતિહાસ માં પણ ઉલ્લેખ થયો છે .

સગર્ભાવસ્થા મા માતાનો ભાવ એના ઉપર નિર્ભર કરે છે કે તે ગર્ભાવસ્થા વિશે કેવીરીતે વિચારે છે. અને એ બધું તેના સીમંત વિધિ , લગ્ન કામ ,પતિ અને પરિવાર ઉપર નિર્ભર કરે છે .

નકારાત્મક વિચારો તેમના ગર્ભમાં રહેલા શિશુ ના દિમાગ ઉપર અસર કરે છે .એવુ જોવા માં આવ્યુ છે કે જે મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન બહુજ તણાવ માં રહેતી હોય તેમના શિશુ ના વ્યવહાર મા ફરક જોવા મળે છે.માતાના તાણ ની અસર તેના શિશુ ના વિકાસ ઉપર પણ જોવા મળે છે જેવુ કે બાળક ચીડચીડયું હોય છે ,રડતુ રહે છે . માતાના તાણ ની અસર તેના પેટ માં ઉછરી રહેલા શિશુ ના લોહી ઉપર પડે છે.

જ્યારે તમે ખુશ હોવ છો ,ત્યારે ત તમારા શરીર માં રસાયણો નુ ઉત્પાદન થાય છે જેને ઈન્ડો ક્રાઇનવ કહેવામાં આવે છે .એને બોળકો ના મગજ ના વિકાસ માટે સારૂ માનવામાં આવે છે .

શિશુઓના યોગ્ય વિકાસ ની પણ એક અદભુત રીત હોય છે .તેના વિશે વિચારવુ જોઈએ. હમેશા લોકો તેને નઝરઅંદાજ કરે છે અને તેના લીધે શિશુને હાનિ પહોંચી શકે છે .આવો જાણીએ કેટલીક વાતો જે તમારે તમારી સગર્ભાવસ્થામા વિચારવું યોગ્ય ગણાય છે.

એક શિશુ ના સારા અને યોગ્ય વિજસ માટે એક માતાએ શું વિચારવું જોઈએ ?

☆ શિશુનો વિકાસ થઈ રહ્યો છે એવુ વિચારવુ જોઈએ 

એ વાત થી કોઇ ફરક નથી પડતો કે તે ૧ સે.મી નું છે કે ૧૦ સે.મી.નુ પણ એ વાત થી ફરક પડે છે કે તમારો ભાવ કેવો છે ?

શું તમે તંદુરસ્ત વિચારો ધરાવો છો?

માતા ના વિચારો ની સીધી અસર તેના શિશુ ના વિકાસ ઉપર પડે છે એટલે અમારી સલાહ છે કે તમે તમારા શિશુના વિકાસ વિશે વિચારો .

☆ તમારુ સ્વસ્થ શિશુ કેવું દેખાતુ હશે એમ વિચારો 

એવું વિચારો કે જ્યારે તમારુ શિશુ આ દુનિયામાં આવશે ત્યારે તે કેવુ દેખાશે? શું એ તમારા જેવુ દેખાતુ હશે? શું એ તમારા જેવુ દેખાય એવું માંગો છો ?

☆એવુ વિચારો કે ગર્ભમાં ઊછરી રહેલુ સ્વસ્થ શિશુ કેવુ દેખાતુ હશે ?

તમે એવુ પણ વિચારી શકો કે શિશુ ગર્ભમાં ખુશ છે અને એ તમારી સાથે વાતો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે .અને આ દુનિયામાં આવતા પહેલા જ એણે તમને માતા નું બિરૂદ આપી દીધુ છે .

☆સોચો કે એક સ્વસ્થ બાળક નો અવાજ કેવો હોય છે ?

તમે એમ પણ વિચારી શકો છો કે એ તમને શું કહી ને બોલાવશે ? એક ખુશમિજાજ બાળક શું અને કેવીરીતે બોલે છે એના વિશે વિચારો .

 

☆વિચારો કે એક નાનું એવુ દિલ ( હ્ર્દય) કેવીરીતે કામ કરી રહ્યું છે ?

જેવુ શિશુ તમારા ગર્ભમાં આવે છે ,તમારા ધબકારા તેના થી જોડાય જાય છે એ ધબકારા સાંભળવાનો પ્રયાસ કરો અને સ્વસ્થ અને સાફ દિલ ની કલ્પના કરો .

☆ એવી કલ્પના કરો કે તમે તેની સાથે ચાલી રહ્યા છો 

કારણકે તમારા શિશુ નું શરીર પ્રતિદિન વિકસતું રહે છે એટલે તમે એવું વિચારો કે ,તમારા નાનકડા જીવ ના હાથ કામ કરી રહ્યા છે .કેવીરીતે તે હાથો ને હલાવવા નો પ્રયત્ન કરી રહ્યું છે અને ક્યારે તમે તેના સ્વસ્થ હાથો ને પકડશો?

☆તેમનો શારીરિક વિકાસ કેવો થઈ રહ્યો છે?

આ એકદમ અદભુત વિકાસ હોય છે કેવીરીતે તમારુ શિશુ એક તલ ના દાણા જેવા માંથી એક માનવશરીર નુ રૂપ ધારણ કરે છે .એવી કલ્પના કરો કે આ બધુ સ્વસ્થ રીતે થઈ રહ્યુ છે .

☆ શિશુ ગર્ભમાં હસી રહ્યુ છે એમ વિચારો 

સગર્ભાવસ્થા માં તમારે એવુ વિચારવું કે તે ખુશ છે અને તે હસી રહ્યુ છે .ખાસ કરી ને ત્યારે જ્યારે તમે તેની સાથે વાતો કરી રહ્યા હોવ છો .

અમારી સલાહ એવી છે કે ,આખા દિવસ માં એક વાર પાંચ મિનિટ કાઢીને તમે તમારા સ્વસ્થ શિશુ માટે વિચારો .એમા તમારો દિવસ કેવો ગયો ,કે તમારા જીવનમાં શુ શું તકલીફો છે એવી કોઇ બાબત થિ ફરક પડવો જોઈએ નહિ.તમારા શિશુ ના વિકાસ માટે આખા દિવસ માં થોડો સમય નિકાળો.

યાદ રાખો ,તમારા વિચારો ની સીધી અસર તમારા શિશુ ના વિકાસ ઉપર પડે છે .આને વાંચ્યા બાદ જરૂર થી શેર કરો .જેથી બીજી માતાઓ પણ જાગૃત થાય .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon