Link copied!
Sign in / Sign up
17
Shares

ગર્ભાવસ્થા પછી વજન ઉતારવાનો જાદુઈ ખોરાક ચાર્ટ (ગેરેન્ટેડ)😍👌👌

આ પ્રાકૃતિક વાત છે કે, તમારું વજન પહેલા જેટલું કરવાનું છે. પણ એ પણ જરૂરી છે કે તે યોગ્ય રીતે થવું જોઈએ. જો બાળક સ્તનપાનકરતું હોય અને તમે ડાયેટ પર જાવ તો તમારી અને બાળકની બંનેની સ્વાસ્થ પર અસર પડશે. માટે તમે તમારું વજન સરખી રીતે ઉતારો તે જ યોગ્ય છે.

તમે સવારનો નાશ્તો, બપોરનો અને સાંજના ખાવાની વસ્તુ આ રીતે નક્કી કરી શકો-

નાશ્તો

એક વાટકો ઉપમા અથવા પૌઆ સવારના નાશ્તા માટે યોગ્ય રહેશે સાથે જ્યુસ પીઓ.

અથવા તમે સ્કિમ્ડ (skimmed) દૂધ ની સાથે કોર્નફ્લેક્સ ખાઈ શકો. કોઈ એક ફળ અને વેજ સેન્ડવીચ.

અથવા એક ગ્લાસ વેજ જ્યુસ, કોઈ પણ એક ફળ, બે ઈંડાની સફેદી અને બે બ્રેડની સ્લાઈસ.

અથવા બે રોટલી, એક વાટકો દહીં અને એક ફળ.

દિવસનું જમણ

ત્રણ રોટલી, એક વાટકો શાક, એક દોઢ વાટકો દાળ અને એક વાટકો દહીં.

એક રોટલી, એક વાટકો ભાત, એક વાટકો શાક, બે વાટકો દાળ, અડધો વાટકો દહીં.

રાત નું જમણ

બે રોટલી, અડધો વાટકો ભાત, એક વાટકો શાક, એક વાટકો દાળ, 3 સ્લાઈસ બ્રેડ, અડધો વાટકો શાકનું સૂપ, એક વાટકો સલાડ, એક વેજ કેટલેસ

તમારે શું વધારે ખાવું જોઈએ અને શું ઓછું ખાવું જોઈએ

ફળ અને શાક વધુ ખાવું અને સાથે જ ભાત, કર્ણફળકે બ્રેડ, રોટલી અને અનાજથી બનેલા અન્ય ખોરાક પણ ખાવા.

ફેટ, તેલ, મીઠું, સાકર ઓછું ખાવું સાથે માસ પણ ઓછું ખાવું.

ગર્ભાવસ્થા પછી વજન ઉતારવાની યોગ્ય અને સુરક્ષિત રીત આ પ્રમાણે-

૧. ભોજન નિયમિત રીતે કરવું

તમને લાગે છે ઓછું ખાવાથી વજન ઉતરશે, પણ આથી ઉલટું થાય છે. જયારે તમે નવી નવી માતા બનશો ત્યારે તમે પહેલેથી જ ચિંતા માં હશો અને ચિંતા સાથે જમવાનું ઓછું કરશો, આથી ચિંતા વખતે ઓછું જમવાથી વજન વધી જશે. ધ્યાન રાખજો કે આખો દિવસ કઈ ને કઈ ખાતું રેહવું અને ડાયેટને બેલેન્સ (સરભર) કરતું રેહવું. તેનાથી વજન સંભાળવામાં મદદ મળશે.

૨. ઓછું ખાવું પણ વારંવાર ખાવું

દિવસમાં ત્રણ વાર જમવાથી સારું છે કે તમે દિવસ દરમિયાન છ વાર થોડું થોડું જમો. એક વારમાં ઓછું ખાવું જેથી ભારેપણું ન લાગે. આ રીતે તમારું પેટ ભરેલું રહેશે અને વજન વધારતા ખોરાક ખાવાનું મન નહિ થાય.

૩. હાઈડ્રેટેડ રહો

નક્કી કરો કે આખા દિવસમાં તમે ૮-૧૦ ગ્લાસ પાણી પીઓ કેમ કે તમારા શરીરમાંથી ગંદકી કાઢવા માટે મદદ કરશે. વધુ પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ સારું રહેશે જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. પ્રવાહી વસ્તુ પીઓ જેમ કે જ્યુસ, મિલ્ક શેક, સૂપ, સ્મૂથી અને સ્ટુ.

૪. પોતાની ઊંઘ પુરી કરો

આપણે સમજીએ છે કે બાળક થયા પછી ઊંઘ પુરી કરવી એક સપનું જ રહી જાય છે, પરંતુ તમે ઓછા માં ઓછું પોતાની ઊંઘ પુરી કરવાનો પ્રયત્ન કરો. ઊંઘ પુરી ન થવાથી તમારું મેટાબોલિઝમ કામ કરવાનું ઓછું કરી દે છે, જેનાથી વજન ઘટવામાં મુશ્કેલી થઇ શકે છે. પ્રયત્ન કરો કે જયારે તમારું બાળક સુઈ ગયું હોય ત્યારે તમે પણ એ સમયે તમારી ઊંઘ પુરી કરી લ્યો અને ઘરના કામ કોઈ સદસ્યને કરવાનું કહી દયો.

૫. જયારે પણ બની શકે, ચાલવા જવાનો પ્રયત્ન કરો

વ્યાયામ તો તમારે કરવો જ જોઈએ પણ ચાલવા જવું તે એ બધામાં સૌથી સારું છે. વોક પર જો તમે તમારા પતિ સાથે જય રહ્યા હોવ તો તેમાં મજા આવી શકે છે, સાથે જ તમે તમારા પતિ સાથે સમય વિતાવી શકશો.

તમે તમારા બાળકને લઈને પણ બગીચામાં વોક કરી શકો છો, પરંતુ જેટલું પણ બની શકે, તેટલું વોક કરવાનો પ્રયત્ન કરો, જેથી તમારું વજન સંભાળી શકશો.

હા, અમે સમજીએ છે- આને અજમાવીને જુઓ અને બીજાની મુશ્કેલી સમજીને તેની સાથે પણ આ શેયર કરો- એક શેયર કદાચ કોઈને કામમાં આવી જાય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon