Link copied!
Sign in / Sign up
4
Shares

ગર્ભાવસ્થા માં ઉલ્ટીથી છુટકારો મેળવો- અજમાવો આ ઘરેલુ નુસ્ખા

ગર્ભાવસ્થામાં ઉલ્ટી અને ચક્કર આવવા એક સામાન્ય વાત હોય છે જેને સવારની બીમારી (મોર્નિંગ સીક્નેસ્સ) ના નામથી ઓળખાય છે.આમ તો એને સવારની બીમારી કેહવાઈ છે પણ આ બીમારી દિવસના કોઈપણ સમયે થઇ શકે છે પરંતુ સારી વાત એ છે કે આ બીમારી ગર્ભાવસ્થાની પહેલી અવસ્થા સુધી જ રહે છે અને જેમ વધારે દિવસ થાય છે, તેમ પુરી થતી જાય છે.પરંતુ આ બીમારીથી છુટકારો મેળવવો એટલો સહેલો નથી જેટલો લાગે છે અને એટલેજ અમે તમારા માટે ઘરેલુ નુસ્ખા લાવ્યા છીએ જેનાથી તમે આ બીમારીનો ઈલાજ કરી શકો છો.

 પાણી

વધારે માત્રામાં પાણી પીવું કારણ કે પાણી તમને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે તમારી પાચન શક્તિ ને પણ સુધારે છે.

અદ્રક (આદું)

સવારની બીમારીને મટાડવાનો સરળ ઉપાય, આદુ વાપરવાનો છે. આદુ કેવળ તમારા પેટમાં રહેલા એસિડ ને ઘટાડી તમારી પાચન શક્તિ સુધારે છે એવું નથી પરંતુ એનો સ્વાદ અને મેહેક, તમારી ઉલ્ટી અને જીવ મચળવાનું પણ ઓછું કરે છે. આ રીતે તમે આદુ ખાઈ શકો છો.

 આદુની પેપેરમીંટ ખાવી નહીંતર આદુનો ટુકડો ચગળવો.

 સવાર સવારમાં આદુના રસમાં લીંબુના ૫ ટીપા નાખી પીવું.

 આદુવાળી ચા બનાવવી, એક ચમચી પીસેલા આદુને પાણીમાં મેળવી અને એમાં મધ ભેળવી રોજ સવારે પીવું.

 આદુથી બનેલી કુકી ખાવી.

 ફુદીનો

ફુદીનામાં મેથાનોલ હોય છે જેના અનએસ્થેટિક પ્રભાવ ગર્ભાવસ્થાના સમયે ઉલ્ટી ને રોકે છે. ફુદીનાની ચા બનાવવી. ગરમ પાણીમાં સૂકા ફુદીનાનો એક ચમચી પાવડર મિક્સ કરી એને ૫ થી ૧૦ મિનિટ ઉકાળીને એમાં મધ અથવા સાકર ભેળવીને પીવું.

 ફુદીનાના પત્તાને મોઢામાં ચાવવાથી ઉલ્ટી અને જીવ મચળતું હોય તો તેને રોકી શકાય છે. તમારા રૂમાલમાં ફુદીનાના તેલના થોડા ટીપા નાખી સુંઘવાથી તમે ઉલ્ટીની પરેશાની થી બચી શકો છો.

 લીંબુ

લીંબુની મનમોહિત સુગંધ હોય છે અને એની આપણા શરીર પર સારી અસર થાય છે.

ઉલ્ટી અને જીવ મચળવાથી બચવા માટે તાજા લીંબુના છાલની સુગંધ લેવી.

 તમારા રૂમાલમાં લીંબુના થોડા ટીપા નાખી સુંઘવું અને ઉલ્ટીથી છુટકારો મેળવવો.

 એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ભેળવી એમાં સાકાર અથવા મધ ભેળવી પીવું.

 લીંબુનો તાજો જ્યુસ પીવો.

 વરિયાળી

વરિયાળી ની સુગંધ ઉલ્ટી થતા રોકે છે.ગરમ પાણીમાં વરિયાળી ભેળવી ચા તૈયાર કરો, એને ૧૦ મિનિટ ઉકાળો અને પછી ગાળીને મધ ભેળવીને પીવો.તમારી પાસે હંમેશા વરિયાળી રાખવી કે જેનાથી ઉલ્ટી થતી હોય ત્યારે વરિયાળી ચાવી જવી.

 દહીં

દહીં વિટામિન બી૧૨ થી ભરપૂર છે અને તે ગર્ભાવસ્થાના સમયે જીવ મચળવાનું રોકે છે. દહીંમાં રહેલ પ્રોબાયોટિક આપણી પાચન શક્તિને સરખી કરવામાં મદદ કરે છે.

 કિંવી

સવારની બીમારી સારી કરવા માટે કિંવી સૌથી સારું ફળ છે. કિંવીની એક સ્મૂદી (સોડા) બનાવો- કિંવી, કેળા અને બ્લ્યુબેરીની સાથે મધ ભેળવીને ખાવું.

આ ટુચકા કરો અને તરત જ સવારની બીમારીથી છુટકારો (રાહત) મેળવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon