Link copied!
Sign in / Sign up
5
Shares

ગર્ભાવસ્થા દરમિયાન તડબૂજ ખાવાના ૧૦ ફાયદા🍉🍉

તડબૂચની મીઠાશ અને ફ્રેશ કરી દે એવી સુગંધ ઉનાળાની યાદ અપાવે છે. આ ફળ તમારી તરસને મટાડવા અને જીભને સંતોષવા માટે જાણીતું છે. જો તમે ગર્ભવતી છો તો તમારા માટે વધુ ફાયદાકારક છે. તડબૂચ ગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસપણે ખવાયે તેવું ફળ છે. નામ પ્રમાણે, આ ફળમાં ૯૨% પાણી હોય છે. તડબૂચ જરૂરી વિટામિન જેમકે વિટામિન-એ, સી, બી ૬, મેગ્નેશિયમ અને પોટેશિયમ થી ભરપૂર હોય છે. આના બીજ પણ ક્રિસ્પી અને સમાન રીતે યોગ્ય હોય છે.

તેથી જો તમારે ગર્ભાવસ્થા દરમિયાન તડબૂચ ખાવાની ઈચ્છા હોય અને તમે તેના ફાયદા વિશે ચોક્કસ નથી, તો અમે તમારા માટે તડબૂચના કેટલાક અમેઝિંગ લાભોની લિસ્ટ લાવ્યા છે. મોટાભાગના ડોકટરો તમને ગર્ભાવસ્થા દરમિયાન તડબૂચ ખાવવાની સલાહ આપશે કારણ કે તે પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે.

મોર્નિંગ સિકનેસ થી રાહત:

મોર્નિંગ સિકનેસની અસર ને નિયમિત રીતે તડબૂચથી ઘટાડી શકાય છે. તડબૂચ દિવસની શરૂઆત માટે ફ્રેશ, હલકું અને સુપાચ્ય છે. એક ગ્લાસ તડબૂચ નો રસ અથવા કાપેલું તડબૂચ દિવસની શરૂઆત અને સવાર માંદગીને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

પ્રિકલંપીસીયા ના જોખમને ઘટાડે છે:

તડબૂચનો લાલ રંગ એન્ટિઓક્સિડન્ટ ના કારણે હોય છે, જેને લાઈકોપીન કહેવામાં આવે છે. બધા ફળો અને શાકભાજીઓ ની વચ્ચે તડબૂચ લાઈકોપીન માટેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ ગર્ભાવસ્થા દરમિયાન પ્રિકલંપીસીયા ના જોખમને ઘટાડવામાં મદદ કરે છે, જે તમારા અને તમારા બાળક માટે ખતરનાક સ્થિતિ સાબિત થઈ શકે છે.

હાર્ટબર્ન થી રાહત:

ગર્ભવતી સ્ત્રીઓને પાચનતંત્રથી સંબંધિત સમસ્યાઓ જેમકે હાર્ટબર્ન અને એસિડિટી જેવી સમસ્યા થાય છે. તડબૂચ અન્નનળી અને પેટને રાહત આપીને આ સમસ્યાને દૂર કરે છે. આના ફ્રોસ્ટિંગ વાળા ગુણો હાર્ટબર્નથી તરત જ રાહત આપે છે.

એડેમાથી બચાવે છે:

ગર્ભાવસ્થા દરમિયાન એડેમા, હાથ અને પગમાં સોજો એક સામાન્ય સમસ્યા છે. તડબૂચમાં રહેલું ઉચ્ચ સ્તરનું પાણી નસો અને સ્નાયુઓની કોઈ પણ સમસ્યાને ઘટાડે છે અને ગર્ભાવસ્થા દરમિયાન એડેમાથી રાહત આપે છે.

સ્નાયુઓમાં ટ્વિસ્ટ:

મોર્નિંગ સિકનેસ ઉપરાંત સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન બીજી એક સમસ્યાનો સામનો કરે છે, જે છે સ્નાયુઓમાં ટ્વિસ્ટ. સ્નાયુઓમાં ટ્વિસ્ટનો મતલબ છે સ્નાયુઓમાં દુઃખાવો, જે ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં થતા બદલાવને લીધે થાય છે. એલ-સીટ્રીન એક એમિનો એસિડ છે, જે ઓક્સિજન ને ઝડપથી સ્નાયુઓ સુધી પહોંચાડીને પીડા ઘટાડવામાં મદદ કરે છે. તે તડબૂચ જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન તડબૂચ ખાવાથી સ્નાયુઓના ટ્વિસ્તથી રાહત મળે છે.

બાળકના વિકાસમા સહાયક:

તડબૂચ ખૂબ જ પૌષ્ટિક હોય છે. એમાં વિટામિન-ઈ, વિટામિન-સી, વિટામિન-બી ૬ અને મિનિરલ્સ જેમકે મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. તે બાળક ની આંખો, મગજ, નર્વસ સિસ્ટમ અને હાડપિંજરના વિકાસ માટે ફાયદાકારક છે. કેલ્શિયમ અને પોટેશિયમ જેવા તત્વો બાળકના હાડકાના વિકાસ માટે ઉપયોગી છે.

પિગમેન્ટેશન થી બચાવે છે:

પિગમેન્ટેશન એક બીજી સમસ્યા છે જેનો સામનો ગર્ભવતી સ્ત્રીઓ આ સમય દરમિયાન કરે છે. તડબૂચનો નિયમિત ઉપયોગ પિગમેન્ટેશનથી બચાવે છે. તડબૂચ શરીરમાંથી હાનિકારક ટોક્સિન ને બહાર કાઢે છે આવ્યું અને આંતરડાની સ્વસ્થ ક્રિયાપદોમાં મદદ કરે છે. આ ત્વચાના નિખારને જાળવી રાખે છે અને પિગમેન્ટેશનને દૂર રાખે છે.

રોગપ્રતિકારક સિસ્ટમને સુધારવા માટે:

ઉપર બતાવ્યા મુજબ લાઈકોપીન પ્રિકલંપીસીયા ના જોખમ ને ઘટાડવામાં મદદ કરે છે, સાથે-સાથે રોગપ્રતિકારક સિસ્ટમને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. આના ઉપરાંત આ વિટામિન-સી થી ભરપૂર હોય છે જેનાથી રોગ દૂર રહે છે.

ડીહાઈડ્રેશનથી બચાવે છે - જેમ કે જણાવ્યા મુજબ, તડબૂચમાં ૯૨ ટકા પાણી હોય છે. તેથી તડબૂચ નો નિયમિત ઉપયોગ કરવાથી ગર્ભવતી સ્ત્રીઓ ડીહાઈડ્રેશનની સમસ્યા થી દૂર રહે છે.

ડાઈયુરેટિક અને ડિટોક્સીફાઇન્ગ ગુણ:

આના ડાઈયુરેટિક અને ડિટોક્સીફાઇન્ગ ગુણ શરીરના આંતરિક અંગોને જેમકે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને યુરિનરી ટ્રેક્ટમાં ઇન્ફેક્શન થવાની શક્યતા ને ઘટાડે છે જે સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીઓમાં જોવામાં આવે છે.

શું ગર્ભાવસ્થા દરમિયાન તડબૂચ નો રસ પીવો સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે?

હા, જો જ્યૂસ બનાવા માટે તાજા કાપેલા તડબૂચના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે, તો પછી તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તડબૂચનો રસ પણ તડબૂચના ટુકડાની જેમ સુરક્ષિત છે.

રસ બનાવવા માટે, ત્રણ કપ બીજ કાઢેલા તડબૂચના ટુકડાનો ઉપયોગ કરો અને મિશ્રણ પાતળું થાય ત્યાં સુધી પિસો. મિશ્રણને ગાળી લો. જ્યૂસ તરત જ પીલો. જ્યૂસમાં પાણી અને ખાંડ ન ઉમેરો. તમે થોડો ફુદીનો અથવા આદુનો ઉપયોગ કરી શકો છો. આ ગર્ભાવસ્થા દરમિયાન થાકને દૂર કરવામાં મદદ કરે છે.

ગર્ભાવસ્થા દરમિયાન તડબૂચ ખાવાની આડઅસરો:

આના અનેક ફાયદા ઉપરાંત, જો ગર્ભાવસ્થા દરમિયાન તડબૂચનો વધુ વપરાશ કરો તો તે સમસ્યા બની શકે છે. આની કેટલીક આડઅસરો નીચે મુજબ છે:

તડબૂચ વધુ ખાવાથી બ્લડ શુગર લેવેલમાં વધારો થઈ શકે છે, જેના લીધે ગર્ભવતી સ્ત્રીઓ ગેસ્ટેશનલ ડાયાબિટીઝ ની શક્યતા વધે છે.

જે તડબૂચ ખુલ્લામાં રાખવામાં આવ્યું હોય એને ખાવાથી ગેસ્ટ્રીકની સમસ્યા થઈ શકે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન તાજું કાપેલું તડબૂચ અથવા તડબૂચ નો તાજો રસ પીવો જોઈએ.

તડબૂચ માં ડિટોકસીફાઇન્ગ શક્તિ હોય છે. આ આંતરિક અંગોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે, તડબૂચનો અતિશય વપરાશ કરવાથી ટોક્સિન ની સાથે જરૂરી પોષણ પણ શરીરની બહાર નીકળી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન, અન્ય ખાદ્ય વસ્તુઓ સિવાય તડબૂચ લેતા પહેલાં ડૉક્ટરની સલાહ જરૂરથી લેજો. અને આનો લિમિટમાં ઉપયોગ કરજો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon