Link copied!
Sign in / Sign up
4
Shares

શું ગર્ભવસ્થા દરમિયાન સુંદર વસ્તુઓ જોવાથી આવનારું શિશુ પણ સુંદર આવે છે?😛😛

કોઈપણ મહિલા જયારે ગર્ભવતી હોય એની મનોકામના એ જ હોય કે એનું બાળક સૌથી સુંદર હોય .અને ભારતીય સમાજ માં ગર્ભવતી મહિલાઓ ને હમેશા સુંદર બાળક ને જન્મ દેવાની અલગ અલગ રીતો જણાવાય છે .કયારેક કહેવાય છે કે ગર્ભવસ્થા દરમિયાન મહિલાઓની સામે સુંદર અને સકારાત્મક વસ્તુઓ રાખવી જોઈએ ,તો ક્યારેક ભગવાન ના ફોટાઓ તેમની આંખો ની સામે લગાડવા માં આવે છે .

એટલું જ નહિ ,ઘણા લોકો તો એવું માને છે કે ગર્ભવતી મહિલાઓ ના રૂમ મા સુંદર ,સરસ બાળક ના ફોટાઓ લગાવા થી આવનારું શિશુ પણ સુંદર જન્મે છે .આજ કારણ સર લોકો ગર્ભવતી મહિલાઓ ના રૂમની દિવાલ ઉપર સુંદર બાળકો ના ફોટા લગાવે છે .પણ વિચારવા જેવી વાત એ છે કે શું સાચે આવું કરવાથી ગર્ભ માં ઉછરી રહેલા શિશુ ના રંગરૂપ માં અસર પડે છે ?

જો તમે પણ સત્ય માનતા હોવ તો તમને જણાવી દઇએ કે એવુ કઈ જ નથી હોતુ .દીવાલ ઉપર સુંદર બાળકો ના ફોટા લગાવવાથી તમારા બાળકની સુંદરતા માં કાઈ અસર નથી પડતી .પરંતુ સાચી વાત તો એ છે કે સવાર ના ઉઠતા ની સાથે જ તમારી નજર એવી વસ્તુ ઉપર પડવી જોઈએ જેનાથી તમને ખુશી મળે અને તમારો આખો દિવસ સારો વીતે એટલે ગર્ભવતી મહિલાઓ બાળકો અને ભગવાન ના ફોટા જોવે તો તેમને બહુજ ખુશી મળે છે .

★જાણો-ગર્ભ સંસ્કાર શું કહે છે 

સૌથી પહેલા તમને એ જણાવી દઈએ કે ગર્ભ સંસ્કાર એક એવી પરંપરા છે જેમા જણાવવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓ જે અનુભવે છે તેની સીધી અસર તેમના ગર્ભ મા ઉછરી રહેલા શિશુ ઉપર પડે છે .સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે એ અનુભવ ની અસર , એટલે કહેવાનો અર્થ એ છે કે તેની અસર તેમના ગર્ભમાં ઊછરી રહેલા શિશુ ના રંગરૂપ ઉપર નથી પડતી .

તમને જણાવી દઇએ કે શિશુ ના જન્મ બાદ એનો દેખાવ કેવો હશે એ બધુ તેના માતાપિતા દ્વારા મળેલા વંશાણુઓ ઉપર નિર્ભર હોય છે .એટલું જ નહિ, શિશુ ની ત્વચા ,વાળો નો રંગ આંખો અને ચહેરા થી લઈ ને મોટા થયા બાદ તેની ઉંચાઈ પણ માતાપિતા ના વંશાણુ ઓ દ્વારા જ નક્કી થાય છે .

એટલે જો તમે એવી વિચારો છો કે ગર્ભવસ્થા દરમિયાન સુંદર બાળકો ના ફોટા જોવાથી તમારું આવનારું બાળક પણ સુંદર આવશે તો એ વાત ને દિમાગ માંથી કાઢી નાંખો .

★યોગ્ય આહાર લ્યો 

એટલે કે , તમારા આવનાર બાળક ની સુંદરતા કરતા તેના સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન દયો. એના માટે ગર્ભવતી મહિલાઓ ઓ તેમના આહાર માં વિશેષ ધ્યાન રાખવું જોઈએ .તમારે એવુ ભોજન લેવુ જોઈએ જેનાથી તમને અને તમારા બાળકને પુરતું પોષણ મળે .લીલા શાકભાજી ,ટમેટા ,ફ્લાવર, કોબી,લીંબુ ,દુધ, દહી ,ઈંડા ,માછલી ચિકન, વગેરે તમારા ભોજન મા જરૂર થી લેવું જોઈએ એમાંથી તમને ભરપુર માત્રા મા પ્રોટીન મળી રહેશે .અને સાથે સાથે ફળો પણ આરોગો .

★પોતાની જાતને ખુશ રાખો 

તમે તમારા મૂડ (સ્વભાવ) ને કેવો રાખો છો તેની અસર તમારા શિશુ ઉપર પડે છે .એટલે ગર્ભવતી મહિલાઓ એ હમેશા ખુશ રહેવું જોઈએ .તમારે તમારા મનગમતા કામ કરવા જોઈએ જેનાથી તમને આરામ મળે, શાંતી મળે, અને ખુશી મળે .એના માટે તમે તમને મનગમતા ગીતો સાંભળી શકો છો. તમે બાગબાની કરી શકો છો ,તમારા દોસ્તો સાથે વાતો કરી શકો છો તમારા માતાપિતા સાથે વાત કરી શકો છો વગેરે આવુ કરવાથી તમારો મૂડ હમેશા સારો જ રહેશે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon