Link copied!
Sign in / Sign up
1
Shares

ગર્ભાવસ્થા દરમ્યાન પ્રાઇવેટ પાર્ટમાં આવતી ખંજવાળ અને દાદરને ઘરેલું ઉપાયથી કરો દૂર👍🏾👌🏾👍🏾

પગની આજુબાજુ એટલે કે સાથળની આજુ બાજુ લોકોને ખંજવાળ આવવી સામાન્ય વાત છે. આ એક સામાન્ય બિમારી છે. આ બિમારી મહિલાઓમાં વધારે જોવા મળે છે. તે સિવાય પુરુષોમાં પણ આ બિમારી જોવા મળે છે. ગરમી અને વરસાદમાં આ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ પ્રાઇવેટ પાર્ટની આસપાસ આ બિમારી થવાના કારણે લોકો તેનું ખાસ ધ્યાન રાખતા નથી. જેથી આ સમસ્યામાં વધારો થાય છે.જેથી આજે અમે એવો આયુર્વેદિક તેમજ ઘરેલું ઉપાય તમને કહેવા જઇ રહ્યા છીએ.

ફંગલ ઇન્ફેક્શન, કોસ્મેટિકછી એલર્જી, કપડાથી એલર્જી અને અન્ય ઉત્પાદનોથી એલર્જી થવી બહુ મોટું કારણ છે. તે સિવાય અસામાન્ય કારણોમાં યૌન સંચારિત રોગ અને સાઇકલિંગ અને જોગિંગ જેવી ગતિવિઘિઓ પણ સામેલ છે. તે સિવાય સોરાયસિસ, એક્જિમા અને ઇમ્પેટિગો જેવી ત્વચા સંબંધી બિમારીઓના કારણે પણ દાદર જેવી સમસ્યા થઇ શકે છે.

કોથમીર ભોજનમાં સ્વાદ અને સુંગંધ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સ્વાસ્થ્યને લાભ પહોંચાડવા માટે તે અન્ય રીતે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. લીલી કોથમીરના પાનને પીસીને પેસ્ટ બનાવી લો. તેને 20 મિનિટ દાદર થયું ત્યા લગાવી રાખો. તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇને સાફ કરી લો.

તમે જાણો છો કે આંબળા ખાવાથી કેટલીક બિમારીઓ સારી થાય છે. તો આંબળાની ઠરિયાને તમે સળગાવીને પીસી લો અને તેમા નારિયેલનું તેલ મિક્સ કરીને ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી બે દિવસમાં આ સમસ્યાથી રાહત મળી જશે.

ફુદીનાની ચા ત્વચાના કોઇપણ ભાગ પર થનારા દાદર માટે ખૂબ લાભકારી છે. તે ત્વચામાં થનારી જ્વલનને ઓછી કરે છે.જેના માટે ફુદીનાની ટી બેગને પાણીમાં પલાળીને પ્રભાવિત જગ્યા પર ઉપયોગ કરવો જોઇએ.

નારિયેલ તેલ જેટલું ખાવામાં ગુણકારી નથી એટવું જ શરીરમાં લગાવવામાં પણ લાભકારી છે. નારિયેલના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને હળવા હાથે માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

અજમો ખૂબ લાભકારી હોય છે. ખંજવાળ માટે પણીમાં અજમાને પીસી લો અને ખંજવાળ પર લગાવો. ખંજવાળની સમસ્યા જળમૂડથી સમાપ્ત થઇ જશે.

કેળા ખાવામાં ખૂબ ગુણકારી હોય છે. પરંતુ તેના અન્ય ઘણા લાભ છે. લીંબુમે કેળાના રસમાં મિક્સ કરીને ખંજવાળ આવતી જગ્યા પર લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

ખાટું દહીં ખાવામાં ખાટું હોય છે પરંતુ તેમા ઘણા ગુણ રહેલા છે. દહીમાં ખંજવાળ દૂર કરવાના ગુણ પણ રહેલા છે. તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon