Link copied!
Sign in / Sign up
37
Shares

ગર્ભાવસ્થા દરમિયાન પત્ની ને સમજો અને તેમની આ વાતો નુ ધ્યાન રાખો😇😇

એક બાળક પતિપત્ની ના સંબંધ ને પુરો કરે છે .કોઇપણ સ્ત્રી માટે પત્ની માંથી માતા બનવા નો અનુભવ અલગ અલગ હોય છે .માતા બનવુ એ દરેક સ્ત્રી માટે ખાસ હોય છે .ફક્ત સ્ત્રીઓ માટે નહીં પરંતુ પતિ માટે પણ પિતા બનવા નો સફર કઈ ઓછો નથી હોતો .જો માતા તેમના ગર્ભ મા ઉછરી રહેલા બાળક ને અનુભવી શકે છે તો પિતા પણ તેમના આવનાર બાળક ની આતુરતા થી રાહ જોતા હોય છે .અને તેમને તેમની બાહો માં લેવા ના સપના જોતા હોય છે .પરંતુ આ સફર એટલો સરળ પણ નથી હોતો .આ સમય બહુજ મહત્વપુર્ણ હોય છે અને આ સમયે પતિ અને પત્ની બંને એ ધૈર્ય થી કામ લેવુ જોઈએ .કારણકે આ સમયે સ્ત્રીઓ ના શરીર માં ઘણા ફેરફાર થાય છે .આવા સમયે પતિ એ પત્ની નો પૂરો સાથ દેવો જોઈએ કારણકે આ સમયે પત્નીને પતિ ની સૌથી વધારે જરૂર હોય છે .

ખાસ કરીને જે મહિલાઓ પ્રથમ વાર માતા બનવાની હોય છે તેમના માટે આ સમય કઠણાઈ વાળો હોય છે .કારણકે ક્યારેક ક્યારેક તે પોતાની અંદર આવી રહેલા ફેરફાર ને સમજી નથી શકતી અને એટલે તે નાનીનાની વાતો માં ગભરાઈ જાય છે .અને ચિંતા નો ભોગ બની જાય છે .આજ એ સમય હોય છે જ્યારે તમારા પત્ની ને તમારી સૌથી વધારે જરૂર હોય છે .એટલે તૈયાર થઇ જાવ તમારી પત્ની ને સાથ દેવામાટે ,અને તેના મુશ્કેલ સમય ને સરળ બનાવવા માટે .

★ આ વાતો નુ ધ્યાન રાખો .

○ એડજસ્ટ કરો અને તેમને કમ્ફર્ટ ફિલ કરાવો .(બધું ફાવડાવો અને તેમને અનુકૂળતા નો અનુભવ કરવો 

જ્યારે એક મહિલા માતા બનવાની હોય છે .ત્યારે તેમના શરીર માં ઘણા ફેરફાર થાય છે જેના લીધે મહિલાઓને ઘણા કામ કરવામાં વાર લાગે છે અને તકલીફ પડે છે .એટલે તેમને કઈ કહેવાના બદલે તમે પોતે જ એડજસ્ટ કરો .ક્યારેક ગર્ભાવસ્થા દરમિયાન તેઓ ડિપ્રેશન (માનસિક તાણ) પણ અનુભવે છે .એટલે એક પતિ હોવાથી તમારી જવાબદારી છે કે તમે તેમને વધારે થી વધારે ખુશ રાખો .અને તેમના ઉપર કોઈ દબાણ ના આવે તેનું ધ્યાન રાખો .

○ કામ માં મદદ કરો .

તમારા પત્નીને દરેક કામમાં વધારે થી વધારે મદદ કરો . કારણકે ગર્ભાવસ્થા ના શરૂઆત ના ત્રણ મહિના નો સમય જોખમી હોય છે .એટલે ધ્યાન રાખો કે ,તમારી પત્ની કોઈ ભારી કામ નો કરે અને કોઈ ભારી વસ્તુઓ ઉપાડે નહી.તેમના નાનામોટા કામ કરી ને તેમને ભરોસો આપો કે તે એકલી નથી તમે તેમની જવાબદારી ઉપાડવા સંપૂર્ણપણે તૈયાર છો .

○ મૂડ સ્વિંગ ને સમજો .(સ્વાભાવ માં બદલાવ આવવો ) .

ગર્ભાવસ્થા દરમિયાનમહિલાઓ મા શારીરિક સાથે માનસિક ફેરફાર પણ થાય છે .અચાનક આવેલી જવાબદારી થી તેઓ તાણ અનુભવે છે .એટલે તેમનો મૂડ સ્વિંગ થવો સામાન્ય છે .આ સ્વાભાવ માં આવતા ફેરફાર ને તમારી પત્ની પણ નથી સમજી શકતી એટલે અચાનક ચીડચીડયું બનવુ , ગુસ્સો આવવો ,અચાનક દુઃખી થઈ જવુ આ બધા મૂડ સ્વિંગ ના લક્ષણો છે .આવી સ્થિતિ માં તમે ધીરજ થી કામ લ્યો અને ખુશનુમા વાતાવરણ બનાવો .અને તમારી પત્ની ને સાથ આપો .

○ આહાર માં ખાસ ધ્યાન આપો .

ગર્ભાવસ્થા દરમિયાન આહાર માતા અને બાળક બંને ઉપર ખાસ પ્રભાવ પાડે છે .આ સમય દરમ્યાન મહિલાઓને સ્વાદમાં પણ ઘણો ફરક આવી જાય છે .અચાનક તેમને ખાટુ ખાવાનુ અથવા આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે .અને તેના લીધે તે તેમના ખાવાપીવા માં પુરતુ ધ્યાન નથી આપી શકતા .એટલે તમે તેમના ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખો .તેમને સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ ખાવાનું આપો .અથવા કઈક એવું આપો જે સ્વાસ્થ્યવર્ધક ની સાથે સ્વાદિષ્ટ પણ હોય .અને જો તેમને બીજું કાંઈ ખાવાની ઈચ્છા થાય તો તે પણ પૂરી કરો .

○ તેમને ચિંતા થી દૂર રાખો અને ખુશ રાખો .

સગર્ભાવસ્થા માં સ્ત્રીઓમાં શારીરિક અને માનસિક બદલાવ થાય છે .એટલે તેમની સામે કોઈ તાણ વાળી વાત ના કરો અને તમારા ઘરવાળાઓ ને પણ કહો કે તેમની સામે કોઇ ચિંતા વાળી વાત ન કરે અને ચિંતા વાળું વાતાવરણ નો બનાવે .વાતાવરણ ખુશનુમા બનાવો .બની શકે તો , તમારી પત્ની ને બહાર ફરવા લઈ જાવ ,ફિલ્મ જોવા લઈ જાવ અથવા તેમની પસંદ ની જગ્યાએ લઈ જાવ.

○ પત્ની ને પ્યાર કરો અને તેમની પ્રશંસા કરો .

ગર્ભિણી સ્ત્રીઓ ના શરીર માં ઘણા ફેરફાર થાય છે .ફક્ત અંદર થી નહિ પણ બહાર થી પણ બદલાય છે .તેમને લાગે છે કે તે જાડી બની રહી છે ,તે સારી નથી દેખાતી ,એટલે તમારી પત્ની ને વધારે માં વધારે પ્રેમ આપો અને તેમની પ્રશંસા ,વખાણ કરો. તેમના ભ્રમ ને દુર કરો તેમને દિલાસો દેવડાવો કે તે પહેલ જેવી જ સુંદર દેખાય છે અને તમે હજી પણ તેને પહેલા જેટલો જ પ્રેમ કરો છો .

○ રેગ્યુલર ચેકઅપ કરાવો 

આ બધી વાતો સાથે તમે એ પણ ધ્યાન રાખો કે ,તમારી પત્ની ને ક્યારે ડોક્ટર પાસે લઇ જવાની છે .દર રેગ્યુલર ચેકઅપ વખતે તેની સાથે જાઓ .અને ધ્યાન રાખો ક્યુ ઈન્જેકશન ક્યારે લેવાનું છે કઇ દવા ક્યારે પીવાની છે વગેરે .સાથે સાથે જો તેને કોઈ એલર્જી હોય તો તે પણ ડોક્ટર ને જણાવો અને તેનુ ધ્યાન રાખો.

○ સવાર સાંજ ચાલવા જાઓ 

સગર્ભાવસ્થા માં હળવી કસરતો કરવી જરૂરી હોય છે .એટલે તમારી પત્ની ને સવાર સાંજ ચાલવા જરૂર લઈ જાવ .ઘણી વાર ગર્ભવતી મહિલાઓ ને ખુલી હવામાં ફરવા નુ મન થાય છે પરંતુ તેઓ અસહજતા અનુભવે છે એટલે તે બહાર નથી નીકળતા .એટલે તમે તેમને પ્રેરિત કરો અને બહાર લઈ જાઓ .તેમને ભરોસો આપો કે તમે તેમની સાથે જ છો .અને સારી સારી વાતો કરો

આની સાથે સાથે ઘણી નાની નાની વાત છે ,જેવું કે તમારી પત્ની સાથે વાતો કરો તેમની પરેશાનીઓ ને સમજો ,આગળ નું આયોજન કરો ,નવા સદસ્ય ના આગમન માટે ઘર ને સજાવો ,શોપીંગ કરવા જાવ અને તેમની વાતો સાંભળો ,તેમને ભરોસો આપો કે તેની જવાબદારી નિભવવા માટે તમે સંપૂર્ણપણે તૈયાર છો .

★બી રેડી ફોર હેપ્પી પેરન્ટીંગ .

ખુશનુમા બાળઉછેર માટે તૈયાર થઇ જાવ .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon