Link copied!
Sign in / Sign up
6
Shares

ગર્ભાવસ્થા દરમ્યાન ન ગભરાશો આવી બધી વાતોથી😃😃😃

ગર્ભવતી થવું એ કોઈ પણ સ્ત્રી માટે એક બઉ સારા સમાચાર હોય છે. એક દીકરી થી વહુ, પત્ની ને પછી માં બનવા સુધી ની મુસાફરી બધી સ્ત્રી માટે ખાસ હોય છે. પણ ગર્ભાવસ્થા નો સમય કોઈ સ્ત્રી માટે સરળ નથી હોતો, આ સમયે શરીર માં થતાં પરિવર્તન થી સ્ત્રીઓ ને ઘણી બધી તકલીફો પડતી હોય છે. એટલા માટેજ એ જરૂરી છે કે તમે શરૂઆત માજ અમુક સામાન્ય તકલીફો વિશે જાણી લો જેથી તમને તમારા મા થતાં પરિવર્તનો નવા ના લાગે અને તમે ઘભરવો ના.

આ છે અમુક સામાન્ય તકલીફો જેના માટે તમે થઈ જાઓ તૈયાર.

૧. ગરમી લાગવી

ગર્ભાવસ્થા વખતે ગરમી લાગવું એ એક સામન્ય વાત છે. તમારે પરસેવો આવી શકે છે કા તો બેચેની પણ થઈ શકે છે અને આનું કારણ તમારા હોર્મોન્સ માં થઇ રહ્યો બદલાવ છે. પ્રયત્ન કરો કે ગર્ભાવસ્થા માં તમે ઢીલા અને આરામદાયક કપડા પહેરો.

૨. વિચિત્ર સપના આવવા

ગર્ભાવસ્થા વખતે સ્ત્રીઓ ને ઘણા વિચિત્ર સપના આવતા હોય છે અને આ સામાન્ય છે. ગર્ભ સ્ત્રી ને ખાસ કરીને જે પહેલી વાર માં બની રહી છે એમને ઘણી બધી ચિંતા કા તો ગભરાહટ થતો હોય છે જેના કારણે એ આખો સમય વિચાર્યા કરે છે અને ખાસ કરીને રાત્રે જ્યારે એ સૂવા આવે છે ત્યારે શાંતિ હોવાના કારણે એમનું મન હજી વધારે આં બધી વાતો વિશે વિચારે છે જેના લીધે એમને વિચિત્ર સપના પણ આવી શકે છે. એટલા માટે સુખી રો અને આં પડ ને એન્જોય કરો.

 

૩. થાક લાગવો

તમારા શરીર માં થઇ રહ્યા બદલાવ ના લીધે તમને થાક લાગી શકે છે. ગર્ભાવસ્થા વખતે થાકવું એ બઉ સામન્ય તકલીફ હોય છે. આ સમયે વધેલા વજન ના કારણે પણ સ્ત્રીઓ ને થાક જેવું લાગે છે. એટલા માટે વધારે ભારી કામ કા તો દૂર સુધી ચાલવા જેવી વસ્તુઓ ના કરો.

૪. ખંજવાળ આવી

જેમ જેમ તમારી ગર્ભાવસ્થા વધે છે તેમ તમારા પેટ ની ચામડી પણ ખેંચાય છે, જેના કારણે તમારે ખંજવાળ પણ આવી શકે છે. સાધારણ ખંજવાળ આવવી એ બઉ સામાન્ય વાત છે જો આ વધારે હોય ને તમારી બેચેની નું કારણ બને તો તમે તરત તમારા ડોક્ટર સાથે વાત કરો.

૫. માથાનો દુખાવો

હોર્મોન્સ માં બદલાવ ના કારણે તમે માથા ના દુખાવા જેવી સામાન્ય તકલીફ નો શિકાર પણ બની શકો છો. એટલા માટે ધ્યાન રાખો કે તમે ડૉક્ટર ને પૂછ્યા વગર કોઈ પણ ગોળી અથવા પેન્કિલર નો સહારો ના લો.

૬. દાંત ની અંદર લોહી આવવું

ગર્ભાવસ્થા વખતે તમારા દાંત ના અવાડા મા સોજો અથવા તો લોહી પણ આવી શકે છે. જો આવું થાય છે તો સમજી જજો કે તમારી અંદર હોર્મોન્સ બદલાવાનું ચાલુ થઈ ગયું છે. દાંત ના અવાડા માં લોહી વધારે પડતું સવારે બ્રશ કરતી વખતે આવી શકે છે. આના વિશે તમે તમારા ડૉક્ટર ને ચોક્કસ વાત કરો કા તો ડેનટિસ્ટ ની પણ તમે સલાહ લઈ શકો છો. પણ કોઈ પણ બીજી દવા શરૂ કરતાં પહેલા તમે તમારા ગાઈનેકોલોજિસ્ટ સાથે પણ ચોક્કસ વાત કરી લેજો.

૭. એસિડિટી થવી

ગર્ભાવસ્થા વખતે તમને એસિડિટી અથવા ઇંડાઈજેશન પણ થઈ શકે છે કારણકે હોર્મોનલ બદલાવ સાથે તમારી કોખ માં પડી રહ્યું બાળક પણ સમય ની સાથે વધતું જાય છે જેના કારણે તમારા પેટ પર ઘણી અસર થાય છે. એટલા માટે ગર્ભાવસ્થા વખતે એક વાર માં વધારે ના ખાઈ ને થોડું-થોડું કરીને અમુક કલાકો માં ખાઓ.

૮. કોનસ્ટીપેશન

ગર્ભાવસ્થા વખતે તમને કોનસ્ટીપેશન પણ થઈ શકે છે એટલા માટે વધારમ વધારે પાણી, જ્યુસ પીવો. અને જો તમે કોઈ આયરન ની ગોળી લઈ રહ્યા છો તો તમારા ડૉક્ટર ને બીજી કોઈ બ્રાન્ડ ની આયરન ટેબ્લેટ આપવાની વાત કરો.

૯. નિપ્પલ માંથી દૂધ ટપકવું

તમે વિચારતા હસો કે તમારું બાળક આવે પછી જ તમારા શરીર માંથી દૂધ ટપક્સે, પણ એવું નથી. તમારું શરીર ગર્ભાવસ્થા સમય થીજ દૂધ તૈયાર કરવા લાગે છે. એટલા માટે જો ગર્ભાવસ્થા વખતે તમારા નિપ્પલ માંથી દૂધ નીકળે તો બઉ સામાન્ય વાત છે.

૧૦. યુરીનરી ઇન્કંટીનેન્સ

ગર્ભાવસ્થા વખતે તમે જ્યારે છિકો અને ખાસી ખાઓ છો તો તમારે ઇન્કંટીનેન્સ ની તકલીફ નો પણ સામનો કરવો પડી શકે છે. ગર્ભાવસ્થા વખતે તમારું પેલ્વિક મસલ રીલેક્સ થવા લાગે છે અને ડિલિવરી માટે તૈયાર થવા લાગે છે. જેના કારણે તમારો કન્ટ્રોલ પેલ્વિક મસલ થી ઓછો થઈ જાય છે. એટલા માટે તમે તમારા ડૉક્ટર સાથે વાત કરીને થોડીક કસરત નો પણ સહારો લો.

૧૧. ઓછી ઊંઘ અથવા તો ઇન્સોમનિયા

ગર્ભાવસ્થા વખતે તમારી ઊંઘ ઓછી પણ થઈ શકે છે. બઉ બધી ચિંતાઓ કા તો હોર્મોનલ બદલાવ તમારી ઊંઘ ભંગ કરી શકે છે. એટલા માટે વધારે ના વિચારો અને જો દિવસ ના સમય મા પણ તમને ઊંઘ આવતી હોય તો કોઈ આરામદાયક ખુરશી કા તો પલંગ પર જ પાવર નેપ લઈ લો.

આ બધી વાતો થી તમે ગભરાશો ના, વધારે હોય તો તમારા ડૉક્ટર ની સલાહ ચોક્કસ લો. ભલે શરૂઆત મા તમને આં વસ્તુઓ તકલીફ આપશે પણ જ્યારે તમે તમારા બાળક ને ખોડા માં જૉસો તો તમારી બધી તકલીફો દૂર થઈ જશે.

હેપ્પી પ્રેગ્નન્સી! 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon