Link copied!
Sign in / Sign up
1
Shares

ગર્ભાવસ્થા દરમિયાન આ આઠ સ્કવોટ એકસરસાઈઝ અજમાવો💪🏽😍💪🏽

સગર્ભાવસ્થા માં જો તમને કોઈ વર્કઆઉટ (કસરત) ની જરૂર લાગે તો એ સ્કવોટ હોવુ જોઈએ .સ્કવોટ ગતિવિધિ થી તમારા હ્ર્દય ની ગતિ તો વધે છે સાથે સાથે તમારા શરીર ના નીચે ના ભાગ ને અને શરીરને મજબૂત બનાવે છે .

તમારા સાપ્તાહિક કાર્યક્રમ માં દૈનિક સ્કવોટ ને ઉમેરો .કારણકે આ તમારા માટે ઘણુ લાભદાયક છે .અને પ્રસવ દરમિયાન પણ તમારી મદદ કરશે .

શું ગર્ભાવસ્થા દરમિયાન સ્કવોટિંગ કરવું સુરક્ષિત છે ?

જી હા, સ્કવોટ તમને તંદુરસ્ત રાખે છે .અને ગર્ભાવસ્થા દરમિયાન જો સારું અનુભવ કરવો હોય તો સૌથી સારી કસરત છે .પણ હા ગર્ભાવસ્થા દરમિયાન જરૂરત થી વધારે અને ભારી ભરખમ કસરત કરવી જોઈએ નહિ.

તમે સ્વસ્થ ગર્ભાવસ્થા માટે આ કસરત કરી શકો છો .જોકે સગર્ભાવસ્થા મા કોઈપણ કસરત કરતા પહેલા ડોક્ટર ની સલાહ લેવી આવશ્યક છે .સ્કવોટ શરીર ના નીચેના ભાગ ને મજબુતી પ્રદાન કરવામાં મદદ કરે છે .અને કુલા, જાંઘ,અને પેલવિક ફ્લોર માંસપેશીઓ ની ગતિવિધિઓ ને સુનિયોજીત કરે છે .સ્કવોટ તમારા પેલવિસ ને ખોલવામાં અને શિશુને જન્મ લેતી વખતે મદદ કરે છે .

કયા કયા સ્કવોટ તમે સગર્ભાવસ્થા મા કરી શકો છો ?

આ છે ,કેટલાક સ્કવોટિંગ કસરત જે તમે સગર્ભાવસ્થા મા કરી શકો છો .જોકે આ સુરક્ષિત છે છતાં પણ ડોક્ટર ની સલાહ લઇ ને જ કરશો .

(૧) સરળ સ્કવોટ - આને તમે તમારી સંપૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન કોઇ પણ ઉપકરણ ના ઉપયોગ વગર કરી શકો છો .એવી સરળ સ્કવોટ છે. આ સ્કવોટ તમારી કમર ની નીચેના ભાગમાં થતા દુખાવા માં સહજતાથી બચાવ કરે છે .

કેવી રીતે કરશો -

તમારા પગ ને અને ખભા ને પહોળા કરી ને અલગ અલગ કરો અને તમારું સંતુલન બનાવી રાખવા માટે પગ ને બહાર ની તરફ ખેંચો.

તમારા બંને હાથો ને સામસામે લાવી ને બંને હથેળીઓને જોડો .ધીરે ધીરે તમારા પગો ને સ્કવોટિંગ ની અવસ્થામાં રાખો .તમારી હથેળીઓ ને ખોલો અને તમારા ઘુંટણ ને બંને હાથો થી દબાવો .તમારા પેટ માટે જગ્યા આપો તમારૂં સંતુલન રાખતા રાખતા હળવેથી આગળ જુકો.

જેટલી વાર સુધી તમે આ અવસ્થામાં રહી શકો એટલી વાર રહો .

(૨) સુમો સ્કવોટ -

આ જાંઘો ની અંદર ની માંસપેશીઓ ઉપર જોર દેય છે અને કુલા ને ખોલે છે .

કેવી રીતે કરશો .-

સીધા ઉભા રહો અને પગને અને ખભા ને થોડા પહોળા કરો સાથે જ તમારા પંજા ને ઘૂંટણ ની જેમ બહાર નીકળીને ઉભા રહો .

સ્કવોટ ની અવસ્થામાં થોડા નીચે જોકો .તમને માફક આવે ત્યાં સુધી કરો .એટલું ધ્યાન રાખો કે ,તમારા ઘૂંટણો અંદર ની બાજુ એ ન વળે .કુલા ની માંસપેશીઓ ને દબાવી ને સામાન્ય સ્થિતિ આવો .આવી લગભગ ૧૦ થી ૧૫ વખત કરો .

(૩) ડમ્બલ સ્કવોટ -

આ પગ અને કુલા ની માંસપેશીઓ ને મજબુત બનાવવા મા મદદ કરે છે .અને સાથે સાથે તમારા કુલા ના આકાર ને જેવો છે તેવો જ રાખવા મા મદદ કરે છે .

કેવીરીતે કરશો .-

પગ અને હાથો ને અલગ અલગ રાખીને સીધા ઉભા રહો .તમારા હાથોમાં દમ્બલ રાખી ને સંતુલન જાળવવા માટે તમારા હાથો ને આગળની તરફ ખેંચો . ધીરે ધીરે તમારી અવસ્થા ને સ્કવોટ અવસ્થામાં ફેરવો ,જ્યાં સુધી તમને માફક લાગે ત્યાં સુધી ,તમારી કમર સીધી અને ઘૂંટણો અને પગ ને સીધા રાખો .,તમારી કુલાની માંસપેશીઓ ઉપર જોર નાખતા નાખતા પહેલા ની અવસ્થામાં આવો . આવુ ૧૦ થી ૧૫ વાર કરો.

(૪) બારબેલ સ્કવોટ .-

આ સ્કવોટ પ્રમુખ માંસપેશીઓ ને મજબુત અને લચકદાર બનાવવા મા મદદ કરે છે .

કેવીરીતે કરશો .-

બારબેલ મા તમારા ખભા ને સિધા રાખો અને બહાર ની તરફ ખેંચો ,તમારા ઘુંટણો ને આગળ વધારો જેથી તમે તમારા કુલા ને આગળ વધારી શકો .ધીરે ધીરે જેટલુ તમારા થી થાય એટલુ કરો અને જમીન ને સમાંતર રહો . પાછા આવો અને ફરીથી કરો .

(૫) બ્રોકર્સ સેંટ અપ સ્કવોટ -

આ તમારા કુલા,જાંઘ અને કમર ની નીચેના ભાગ ને મજબુતી પ્રદાન કરે છે .

કેવીરીતે કરશો.-

જમીન ઉપર એક ડબ્બો રાખો .તમારો એક પગ તેની ઉપર રાખો .તમારા પગ ના ઘુંટણો અને કુલા ને ડબ્બા ઉપર ઉભા રહેવા માટે ફેલાવો .અને ત્યારબાદ બીજા પગ ને ડબ્બા ઉપર રાખો અને ઉભા રહો .હવે બીજા પગ ને નીચે લઇ ને પહેલા પગ ને નીચે લો અને સામાન્ય સ્થિતિ મા આવો .

અને ફરીથી બીજા પગ થી શરૂ કરો .

(૬) ડીપ સ્ક્વોટ.-

પેલવિક ફ્લોર માંસપેશીઓ , ગર્ભાશય ,બ્લેડર,અને બીજા અંગો ને સહારો આપે છે .

સગર્ભાવસ્થા મા તમારૂં પેટ વધે છે એટલે માંસપેશીઓ નબળી પડી જાય છે .સામાન્ય ડીલીવરી માટે આ માંસપેશીઓ ને સક્રિય રહેવું જરૂરી છે .

કેવીરીતે કરશો .-

એક દીવાલ ની સામે સુમો સ્કવોટ ની અવસ્થામાં ઉભા રહો .

વધુ ખેંચાય નહી એવીરીતે તમારા શરીર ને નીચેની તરફ લઇ જાઓ તમારા હાથ ને આગળ ની તરફ કરી ને સંતુલન બનાવવા દીવાલનો સહારો લ્યો .

એકવાર જો તમે સ્કવોટ ની અવસ્થામાં આવી જાવ,તો કેજેલ કસરત કરો ,જેમાં તમારા પેલવિક ફ્લોર ને એવીરીતે દબાવો કે તમે તમારા પેશાબ ને રોકી રાખતા હોવ .

(૭) એક્સરસાઇઝ બોલ સાથે દીવાલ ઉપર સ્કવોટ -

આ એક્સરસાઇઝ મુખ્ય માંસપેશીઓ ને મજબુત બનાવવા મા મદદ કરે છે .

કેવીરીતે કરશો -

તમારી પીઠ ને દીવાલ ને લગાવી સીધા ઉભા રહો .એક્સરસાઇઝ બોલ ને દીવાલ અને તમારી વચ્ચે રાખો .સંતુલન બનાવવા માટે તમારા હાથ ને આગળની બાજુ રાખો જ્યાં સુધી તમને માફક લાગે ત્યાં સુધી નીચે જુકતા જાઓ .

જો તમારા ઘૂંટણો ઉપર વધુ દબાણ આવતુ હોય તો તમારા ઘુંટણો ને ૯૦° મા ફેલાવો .

સામાન્ય સ્થિતિ મા આવો .

(૮) ખુરશી સાથે સ્કવોટ.

આ એક્સરસાઇઝ ને હાફ ચેર સ્કવોટ પણ કહેવાય છે .જે મહિલા ઓ સ્કવોટ કરવા માટે સક્ષમ નથી હોતી તે મહિલાઓ આ સ્કવોટ સરળતાથી કરી શકે છે .

કેવીરીતે કરશો .-

હાથ અને પગ ને અલગ અલગ કરી ને ઉભા રહો . હવે ધીરે ધીરે ખુરશીમાં બેસો અને આરામ કરો .પાછી પહેલા ની સ્થિતિ મા આવો . એકવાર જો તમે આ કસરત થી સુવિધા જનક અનુભવો એટલે આનો સમય વધારી ને ૧૫ સેકન્ડ થી ધીરેધીરે ૬૦ સેકન્ડ કરી શકો છો .

સ્કવોટ કરતા સમયે આ સામાન્ય નિર્દેશનો નું પાલન કરો .

- પહેલા ત્રણ મહિના મા તમે વધારે કસરત કરી શકો છો .જ્યા સુધી તમને સુવિધા જનક લાગે ત્યા સુધી .

- પહેલા ત્રણ મહિના પછી ના ત્રણ મહિનામા વધારે કસરત ના કરો .કારણકે તમારૂં પેટ વધી રહ્યું હોય છે ,સાથે જ એવી કસરત ના કરો જે તમને મુશ્કેલી મા નાખી શકે .

કોઈ ને આજુબાજુ મા રાખો , ક્યારેક એવું બની શકે કે તમારે પ્રોપ નો ઉપયોગ કરવા માટે અને સંતુલન બનાવવા માટે બીજા ની મદદ ની જરૂર પડે .

- ખુબજ પાણી પીવો અને તમારા શરીર ને પુરતુ પાણીદાર (હાઇડ્રેટેડ) રાખો .

- ઢીલા અને સુવિધાજનક સુતરાવ કપડા પહેરો ,સારી મેટરનીટી બ્રા પહેરો જે કસરત કરતા સમયે તમારા સ્તનો ને પર્યાપ્ત સહારો આપે.

તમારા પગરખા આરામદાયક હોવા જોઈએ ,જે તમને કોઈ પણ પ્રકાર ના વાગવાથી બચાવે .હમેશા સમતળ જમીન ઉપર સ્કવોટ કરો

- ખાધા પછી કસરત કરો નહી ,તમારા ભોજન અને કસરત વચ્ચે એક કલાક નું અંતર રાખો .

- ખાલી પેટ કસરત ન કરો .

ખુબજ થાક લાગે તો પણ કસરત કરો નહી .

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon