Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા દરમિયાન શિયાળાની ઠંડીનો સામનો આ રીતે કરવો

શિયાળો ભલે ખુબ જ સોહામણો લાગે છે પણ તેની સાથે અમુક સમસ્યાઓ પણ લેતા આવે છે. દરેકે આ મોસમ માં પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.ખાસ કરીને ગર્ભાવસ્થા માં સ્ત્રીઓએ ખુબ જ સાવચેતી વર્તવી જોઈએ.આજે આ લેખન દ્વારા અમે જણાવીએ છીએ કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ પોતાનું ધ્યાન કેવી રીતે રાખવું-

૧. ઠંડી હવા થી બચવું

શિયાળા માં સૌથી વધારે ખતરો ઠંડી હવાનો હોય છે.એટલે જયારે પણ તમે બહાર નીકળો ત્યારે ગરમ અને સાનુકૂળ થાય તેવા કપડાં પેહેરી નીકળવું. સ્વેટર ની સાથે સારા મોજા, સ્કાફ અથવા ટોપી જરૂર પહેરવી જેથી કરી તમે અને તમારું શિશુ ઠંડી થી સુરક્ષિત રહી શકો.

૨. વિટામિન સી વાળો ખોરાક લેવો

ઠંડીમાં ગર્ભવતી મહિલાએ વિટામિન સી વાળો ખોરાક લેવો જેમ કે સંતરા અથવા સંતરાનો જ્યુસ. આના સિવાય રાત્રે સુવાની પેહલા કેસર વાળું દૂધ જરૂર થી લેવું જેના થી શરીર માં ગરમી આવશે અને આની થી ઊંઘ પણ સારી આવશે.

૩. વાસી અથવા બહારનું ખાવાનું નહિ

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ખાવાની ઈચ્છા ખુબ જ પ્રબળ થાય છે. આથી જ જંક ફૂડ અથવા બહારનું ખાવાનું ખાય લે છે.અણીથી માં અને બાળક બને ને હાનિ પહોચી શકે છે. તદ્ ઉપરાંત શિયાળા માં ઘણી વાર ખાવાનું બગડતું નથી આથી લોકો વાસી ખાવાનું ખાય લે છે. જે ગર્ભવતી સ્ત્રી અને બાળક બને ને ખુબ જ નુકસાનદાયક બને શકે છે. આની થી માં અને બાળક બને ને ચેપ લાગવાનો ખતરો રહે છે એટલે બને તેટલું બહારનું અથવા વાસી ખાવાનું ટાળવું. ઉપરાંત કોઈ પણ ફળ ને સારી રીતે ધોઈ ને ખાવા.

૪. પ્રોટીન યુક્ત અને સારી ગુણવંતા વાળા ખોરાક નું સેવન કરવું

ઠંડી માં કોઈ ને પણ જલ્દી થી શરદી-ઉધરસ અથવા તાવ આવી જાય છે.ગર્ભવતી સ્ત્રી એ તો વધારે સાવચેતી રાખવી જોઈએ એટલે બને તેટલું એવો ખોરાક ખાવો જેના થી શારીરિક મજબૂતાઈ રહે. તથા ગર્ભ ના વિકાસ માટે પ્રોટીન યુક્ત ખાદ્ય લેવું જેમ કે ચિકન, માછલી, ઈંડા જેના થી માં અને બાળક બને સ્વસ્થ રહે અને તેમને પોષણ મળે.

૫. ચામડી નું ધ્યાન રાખવું

શિયાળા માં ચામડી સુકાય જાય છે. તદ્ ઉપરાંત ચામડી ને લગતી અનેક સમસ્યાઓ પણ થાય છે. આથી ચામડી ને ઓઈલિ રાખવી અને વધારે માં વધારે ગરમ પાણી નું સેવન કરવું.

૬. ડૉક્ટર સાથે વાત કરવી

શિયાળામાં શરદી-ઉધરસ થવી સામાન્ય વાત છે.પરંતુ જયારે તમે ગર્ભાવસ્થા માં હોવ ત્યારે તમારે તમારું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.ગર્ભાવસ્થા દરમિયાન તમે બીમાર પાડશો તો જાતે કોઈ ઉપાય કે દવા ન કરતા,ડૉક્ટર ની જરૂર થી સલાહ લેવી. તદ્ ઉપરાંત ડૉક્ટર પાસે થી શિયાળા માં સુ ખાવું પીવો તે જરૂર થી પૂછી લેવું અને થોડા-થોડા દિવસો માં ડૉક્ટર ની સલાહ લેતું રેહવું.

     સુખદ શિયાળો અને સુખદ ગર્ભાવસ્થા.
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon