ગર્ભાવસ્થા વખતે બધી સ્ત્રીઓ ના શરીર માં ઘણા બધા ફેરફારો આવે છે. જેમાંનું એક છે ચામડી નો રંગ કાળો પડી જવું. ચામડી નો ભાગ કાળો પડી જવું એ બઉ સામાન્ય વાત છે જેને આપડે મેલસ્મા કા તો કલોસ્માં કહીએ છે. મેલસ્મા ને ગર્ભાવસ્થા નો માસ્ક કેહવાંમાં આવે છે કારણકે કાળા ડાઘા હોઠ ની ઉપર, નાક અને ગાલ ઉપર માસ્ક ની જેમ હોય છે. તમે તમારા ગાલ ઉપર, કાંધા ઉપર પણ અમુક કાળા ડાઘા જોસો સાથે જે ચામડી પેહલા થીજ કાળી હોય જેવી રીતે નીપ્પલ, તલ, સ્કાર અને યોની, એ વધારે પડતી કાળી બની જસે. આ એવી જગ્યા પર પણ વધારે થાય છે જ્યાં ઘર્ષણ વધારે હોય છે જેવી રીતે કાંધા ની નીચે અને જાંઘ ની ઉપર.
મેલસ્મા થવાના કારણે

મેલસ્મા ગર્ભાવસ્થા વખતે હોર્મોન્સ માં પરિવર્તન ના લીધે થતું હોય છે જે શરીરમાં મેલનિન નું પ્રમાણ વધારી દે છે. જેને નથી ખબર એની જાણ માટે અમે જણાવી દઈએ કે મેલાનીન એ હોર્મોન છે જે તમારી ચામડી, આંખ અને વાળ ને રંગ આપે છે. અહીંયા તડકા માં રેહવા થી પણ અસર થતી હોય છે, જે સ્ત્રીઓ ની ચામડી ગોરી હોય છે એમને આના થી કસો ફરક પડતો નથી. જો મેલસ્મા તમારા પરિવાર માં સામાન્ય છે તો તમારી ચામડી ચોખી હસે તો પણ તમને થશે.

જે મેલેનીન તમારી ચામડીમાં કાળા ડાઘ નું કારણ હોય છે એનાથી થીજ તમારે લીન્યા નિગ્રા થતું હોય છે જે એક લીટી છે જે તમારે ગર્ભાવસ્થા વખતે તમરા પેટ ની વચ્ચે થી નીકળતી હોય છે. પ્રસુતિ પેહલા તમારા પેટ માંથી સફેદ લીટી નીકળતી હોય છે જેના ઉપર તમે ક્યારે પણ ધ્યાન નઈ આપ્યું હોય કારણકે એ તમારી ચામડી ના રંગ ની હોય છે પણ ગર્ભાવસ્થા વખતે મેલનીન ના કારણે એ કાળી પડી જતી હોય છે. પણ એમના કારણે ચિંતિત ના થાવ તમારી લિન્યા નીગ્રા ગર્ભાવસ્થા ના થોડા મહિના પછી એના સાચા રંગ માં આવી જાય છે.
કેવી રીતે મેલસ્મા ને વધવા થી રોકી શકાય છે?

તમને જણાવી દઈએ પ્રસુતિ પછી બધા પિગમેન્ટ્સ પોતાની જાતે જ બરાબર થઈ જાય છે અને તમારી ચામડી પાછી પેહલા જેવી થઈ જાય છે. તો પણ અમે તમને નીચે અમુક ઉપાયો જણાવવા માંગ્યે છે જેનાથી ચામડી કાળી પડી ગયા પછી જલ્દી થી બરાબર કરી શકાય છે:
સન પ્રોટેક્શન નો ઉપયોગ કરો

તમે બહાર નીકળતા પેહલા સનસ્ક્રીન નો ઉપયોગ જરૂર થી કરજો. તડકા માં સનસ્ક્રીન લગાવ્યા વગર નીકળવા થી મેલેનિન વધી જાય છે અને આના થી પીગમેન્ટ્સ પણ વધી જાય છે. બાહર નીકળતા પેહલા SPF 30 કા તો એનાથી વધારે માત્રા વાળુ સનસ્ક્રીન નો ઉપયોગ કરો અને દર ૨ કલાક માં એને લગાવતા રહો. તમારા હાથ પર ડાઘા હોય તો લાંબી બાય ના કપડા પેહરો અને તડકા માં વધારે ના રહો.
વેક્સ ના કરાવો

વાળ ને હટાવવા માટે વેક્સ કરવાથી ચામડી નું ઇન્ફ્લંમેશન વધી જાય છે જેનાથી મેલસ્મા નું જોખમ પણ વધી જાય છે.
હાઇપોએલર્જીક વસ્તુ નો ઉપયોગ કરો
જે ક્લિંસર અથવા મોઢા પર લગાવવા વાડી ક્રીમ થી બળતરા થતાં હોય છે એનાથી મેલનિન ની તકલીફ વધી શકે છે.
કંસિલર નો ઉપયોગ કરો
જો કાળા ડાઘા તમને હેરાન કરી રહ્યા છે તો એને સફેદ અથવા પીળા કંસિલર થી ઢાકો. ગર્ભાવસ્થા વખતે બ્લીચીંગ માટેનીવસ્તુઓ નો ઉપયોગ ના કરો.
શું ગર્ભાવસ્થા પછી પણ મેલસ્મા રેહતું હોય છે?

મેલસ્મા વધારે પડતું પ્રસુતિ પછી પોતાની જાતેજ સારું થઈ જતું હોય છે. કાળા ડાઘા પ્રસુતિ ના 1 વરસ પછી જતા રેહ છે પણ ઘણી વાર એ આખી રીતે નથી જતા. અમુક સ્ત્રીઓ ના રંગ કાળા પડી જતાં હોય છે કોન્ટ્રાસેપ્તિવ ના કારણે જેમાં ઈસ્ટ્રોજન ની ખૂબ માત્રા હોય છે. જો આવું હોય તો પોતાના ડૉક્ટર સાથે વાત કરીને બીજી દવાઓ લો. તમારા ડાઘા ને જલ્દી સારા એવી આશા ના રાખશો, એને સારું થવામાં સમય લાગતો હોય છે, જો એક વરસ પછી ડાઘો ના જાય તો કોઈ સારા ડર્મેટોલોજિસ્ટ ને બતાવો.