Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા ની વધુ એક સમસ્યા-લાળ આવવી😞

ગર્ભાવસ્થા દરમિયાન ઘણા હેરાન પરેશાન કરવા વાળા અનુભવો થાય છે એમાંની એક સમસ્યા એ વધુ પડતી લાળ આવવી એ છે .ખાસ કરીને સવારના સમયે જે નબળાઈ લાગે છે ત્યારે .આના માટે પરેશાન થવાની જરૂર નથી કારણકે આ સ્થિતિ થોડા અઠવાડિયામાં જતી રહે છે .

અમે તમને જણાવશું કે ગર્ભવસ્થા દરમિયાન લાળ કેમ બને છે અને એ ક્યારે આવે તો સારું અનેક્યારે આવે તો ખરાબ. ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ વધુ પ્રમાણમાં લાળ બનવી. વધુ પ્રમાણમાં લાળ બનવી અથવા હાઇપરસેલિવેશન લગભગ ૨.૫% મહિલાઓ ને શરૂઆત ના અઠવાડિયાઓ દરમિયાન થાય છે. આને મેડિકલ ની ભાષામાં ટિલિજમ અથવા સીયલારીયા કહેવાય છે .આને આમતો મન મચળવું કે ઉલ્ટી સાથે જોડી દેવામાં આવે છે .ગર્ભાવસ્થા ના ૧૨ થી ૧૪ અઠવાડિયામાં મન મચળવું જેવી સમસ્યાઓ માં સુધારો જોવામા આવે છે .

જર્નલ ઓફ આબસ્ટ્રેટિક, ગયનોલોજી અને નિયોનેટલ નર્સિંગમા જણાવ્યા અનુસાર ૧૫-૪૫ વર્ષ ની સામાન્ય એટલે કે જે મહિલાઓને પ્રેગનેટ નથી એવી મહિલાઓ મા સામાનય લાળ નો સ્ત્રાવ ૨૨ મી.લી . પ્રત્યેક કલાકે (લગભગ ૫૩૦ મી .લી.

પ્રત્યેક દિવસ) હોય છે. પણ ક્યારેક હાઈપરસેલિવેશન મા એ વધી ને ૧૯૦૦ મી.લી.પ્રત્યેક દિવસ ની થઈ જાય છે .વધુ પ્રમાણમાં લાળ બનવાનું ગર્ભાવસ્થા ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં શરૂ થઈ જાય છે અને ત્રીજા મહિના ના ત્રીજા અઠવાડિયામાં ઓછું થઈ જાય છે .જોકે ઘણી સ્ત્રીઓ માં આ સમસ્યા પ્રસવ સુધી જોવા મળે છે .

આવો આ સ્થિતિ ના કારણો જોઈએ.

વધુ પ્રમાણમાં લાળ કેમ બને છે?

લાળ નું વધુ પ્રમાણ મા બનવાની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. જોકે આ કોઈક સ્વાસ્થય સ્થિતીઓ ના કારણે હોઈ શકે છે. 

હોર્મોનલ બદલાવ- ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં હોર્મોન્સ બદલાય છે.

સવારના સમયે થતી કમજોરી . સવાર ના સમયે લાગતી કમજોરી અથવા હાઈપરમેસિસગ્રેવીડેરમ ના કારણે મોઢા માં વધુ પ્રમાણમાં લાળ બની શકે છે. કારણકે તમે ઉલ્ટી થવા ના ડર થી ઓછું થુંક ગળો છો એટલે.

હ્ર્દય માં જલન અથવા એસીડીટી . પેટ મા રહેલા આમલીય તત્વો ગર્ભાશય ના ફેલાવા ના કારણે એસોફૈગસ ની બાજુ ધકેલાઈ જાય છે. જેનાથી જલન થાય છે. એસોફૈગસ તમારા સ્લેવરી ગ્લેડને વધારે લાળ બનાવવા જોર કરે છે એટલે એનાંથી પેટ મા એસિડ ના કારણે થતી જલન ને સામાન્ય બનાવી શકાય છે.

 

મોઢા નો ચેપ .

દાંત ની સમસ્યા ઓ અથવા મોઢા માં લાગતા ચેપ જેવાકે દાંતો માં થતું પોલાણ વગેરે ના કારણે પણ આ થઈ શકે છે. 

દવાઓ. 

કેટલીક દવાઓ જેવી કે ટ્રાકિવલા ઇજર, એંટીકાલ્લેસ, એંટીકોલેનેસ્ટેસર્સ અને લિથીયમ વગેરે . જયારે આ બધી દવાઓ એકસાથે પેટ મા ઘોળાય છે એનાંથી લાળ નુ પ્રમાણ વધી જાય છે. થુંક નું પ્રમાણ વધવું એ એક ગંભીર સમસ્યા નથી પરંતુ પરેશાની જરૂર ઉત્પન્ન કરે છે .સવારે લાગતી નબળાઇ ની સાથે ટિલિજમ પણ ગર્ભવતી મહિલાઓ ને હેરાન કરે છે. પણ એમાં સારી વાત એ છે કે એનો ઉકેલ આવી શકે છે.

ગર્ભવસ્થા દરમિયાન હાઈપરસેલિવેશન થી કેવી રીતે નિપટશો .

વધુ પડતી લાળ ની અપ્રિય સમસ્યા થી તમે ઘર ની સામાન્ય વસ્તુઓ માંથી જ રાહત મેળવી શકો છો. વધારે કાર્બોહાઇડ્રેટ અથવા સ્ટાર્ચ વાળા પદાર્થો ના સેવન થી દુર રહો . મોઢા ના અને દાંત ના ચેપ થી બચવા માટે નિયમિત રૂપે દાંત નું ચેકઅપ કરાવો . ગર્ભાવસ્થા દરમિયાન થતી વધુ પડતી લાળ ની સમસ્યાઓ એ દાંત અને મોઢા ની સમસ્યા થી જોડાયેલી છે. જો કોઈ સંક્રમણ થાય તો તમારા ડેન્ટિસ્ટ તમને એન્ટિબાયોટિક દવા આપી શકે છે. થોડા થોડા સમય ના અંતરાલે ભોજન કરો . દિવસ મા ચાર થી પાંચ વાર બ્રશ કરો અને મૉઉથ વોશ નો ઉપયોગ કરો જેનાથી લાળ બનવાની સમસ્યા થોડા હદ સુધી ઓછી થઈ શકે છે.

પર્યાપ્ત માત્રા મા પાણી પીવો અને તમારા શરીરને હાઇડ્રેટ રાખો . જે વધારા ની લાળ ને ગળવામાં મદદ રૂપ થાય છે. સુગર ફ્રી કેન્ડી ચાવવી ,ચુઇંગગમ અથવા મીંટ ચાવતા રહેવાથી તમારું ધ્યાન ભટકવામાં મદદ મળે છે સાથે જ વધારાની લાળ ગળવા મા પણ મદદ મળે છે.બરફના ટુકડા ને ચૂસવાથી તમારું મોઢું સુંન પડી જાય છે અને લાળ બનવાનું ઓછું થઈ જાય છે.

લીંબુ ચસવું અથવા આદું ચાવવાથી પણ કેટલીક હદ સુધી રાહત મળે છે. આ બધા ઘરેલુ ઉપાયો કરતા પહેલા ડોક્ટર ની સલાહ લેવાનું ભૂલતા નહિ.

સફરજન અને ગાજર જેવા ફળો અને શાકભાજી ખાઓ.

જો લાળ ગળવાથી તમારુ મન મચલે છે તો વધારા ની લાળ ને સાફ કપડાં મા અથવા ટીશયું મા થુકી દયો . તમે હોમીયોપેથીક અને આયુર્વેદીક દવાઓ પણ વાપરી શકો છો પણ એના પહેલા ડોકટર ની સલાહ જરૂર લેવી .જો તમને ઉલ્ટી થતી હોય તો તમારા ડોક્ટર ને જરૂર મળો .

જો સ્થિતિ ગંભીર ન હોય અને એનાથી તમને કઈ તકલીફ ના થતી હોય તો તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતી લાળ બનવી એ તમારા માટે સારું છે .

વધુ પડતી લાળ બનવા ના ફાયદા.

આનાથી પેટ મા બનતા એસિડ ને ન્યુટ્રિલાઈઝ રાખવામાં મદદ મળે છે. આ દાંતો ને નુકશાનકારક જંતુઓથી બચાવે છે. ભોજન ને તોડી ને પચાવવા મા મદદ મળે છે. મોઢા મા ભીનાશ રહે છે.

વધુ પડતી લાળ થી થતું નુકશાન .

આનાથી કોઇ નુકશાન નથી થતું અને ના તો એ તમારા શિશુ ને નુકશાન પહોંચાડે છે.ના તો એનાથી કોઇ શારીરિક ક્ષતી થાય છે.આનો એક નકારાત્મક પ્રભાવ એ છે કે આનાથી ઉલ્ટી થઈ શકે છે. જેના થી શરીર નું પાણી ઓછું થઈ જાય છે પરંતુ પુરતી માત્રા મા પાણી પી ને તમે આ સમસ્યા થી બચી શકો છો .

વધુ લાળ બનવી નુકસાનકારક નથી .જો કે સૌથી સારી વાત એ છે કે જેમ સવાર મા લાગતી નબળાઈ જેવી સમસ્યાઓ ગર્ભવસ્થા ની વૃદ્ધિ સાથે ઓછી થતી જાય છે એમ આ સમસ્યા નો પણ ઉકેલ આવી જાય છે .ત્યાં સુધી ઉપર બતાવેલા આસાન ઉપાયો નુ પાલન કરવા થી આ સ્થિતિ નો ઉકેલ આવી શકે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon