Link copied!
Sign in / Sign up
3
Shares

ગર્ભાવસ્થાના સમયે કબજિયાત અને તેનું સમાધાન

ગર્ભાવસ્થામાં કબજિયાત કેમ થાય છે ?

કબજિયાત જેને કોન્સ્ટીપેશન પણ કહેવાય છે, લગભગ સો માથી ૫૦ ટકા સ્ત્રીઓમાં થાય છે. જેનું મુખ્ય કારણ છે પ્રોજેસ્ટિરોન નામનો હોર્મોનની માત્રા શરીરમાં વધવી. આ કારણે શરીરની ચીકણી માંસપેશીઓ ધીમી ગતિએ કામ કરવા લાગે છે. આનો મતલબ એ છે કે શરીરના આંતરડા પણ ધીમી ગતિએ કામ કરવા લાગે છે. કબજિયાતની પ્રોબ્લેમ ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં વધી જાય છે કેમ કે શિશુના શરીરનો ભાર માતાના ગુદા પર પડે છે. આઇરન ની ગોળીઓ લેવાથી મુશ્કેલી વધી જાય છે.

કબજિયાતને રોકવા માટે તમે શું કરી શકો છો ?

તમે નીચે દર્શાવેલા ઉપચારો અપનાવી શકો છો જેનાથી તમને કબજિયાતની મુશ્કેલી દૂર કરવામાં આરામ મળશે.

૧. તમે ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ લો જેવાકે ઘઉં, ભૂરા પાઉં, તાજા ફળો અને શાકભાજી રોજ ખાઓ. દાળિયા સરળ અને આરોગ્યવર્ધક સ્નેક છે. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો.

૨. તમે સવારે ઓટ્સ નો નાસ્તો કરો. તેમાં ઘઉંના ભુસા નાખવાથી વધારે સ્વાદ આવે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. અને તમે જોશો કે આનાથી તમારામાં કેટલો બદલાવ આવી જાય છે. ઓટ્સનો સ્વાદ તમને પસંદ ન હોય તો તમે આમાં તમારી પસંદના ફળના નાના નાના ટુકડા કાપીને નાખી શકો છો. તેનાથી એનો સ્વાદ અને પૌષ્ટિકતા વધી જાય છે. તમે ઈચ્છો તો નમકીન ક્યાતો પછી મીઠા ઓટ્સ બનાવીને પણ ખાઈ શકો છો. એમ પણ આજ કાલ બજારમાં રેડી ટુ ઈટ ખાવાનું પણ મળે છે.

૩. ઘણું બધુ પાણી પીઓ. દિવસમાં તમે એટલું પાણી પીઓ કે જેનાથી તમારા મૂત્રનો રંગ પીળાથી સાફ થઈ જાય.

૪. તમે રોજ ફળોના રસનું સેવન કરો. તેનાથી તમારા શરીરમાં ઊર્જા આવશે.

૫. ઘણા લોકોને સવારે ઊઠીને ગરમ પાણી પીવાથી રાહત મળે છે.

૬. રોજ વ્યાયામ કરો. ચાલવા દોડવાથી તમારા શરીરમાં લોહીનું સંચાર સક્રિય થાય છે. જેનાથી તમારા આંતરડા પણ કામ કરવા લાગે છે.

૭. મળ રોકવાની ભૂલ ન કરવી. જે મહિલાઓ સમય પર મળનો ત્યાગ નથી કરતી કે પછી મળને જાણી જોઈને દબાઈ રાખે છે તે કબજિયાતનો શિકાર બની જાય છે. જો આ ઉપાયોથી કોઈ અસર ન થઈ રહી હોય તો તમે ડોક્ટર સાથે વાત કરીને દવાઓ લઈ શકો છો. તે તમને એવી દવા આપશે જેનાથી તમારો મળ મુલાયમ થઈને બહાર નીકળવા લાગે.

શું ગર્ભાવસ્થામા કબજિયાત ખતરનાક બની શકે છે ?

સામાન્ય રીતે કબજિયાત જીવલેણ નથી હોતો પણ જો મળ માથી લોહી આવે, દુખાવો થાય કે પછી કબજિયાતની સાથે ડાયરીયા પણ થઈ જાય તો તમારે તરત ડોક્ટરને મળવું જોઈએ.

ધ્યાન આપો :

મળનો ત્યાગ કરતી વખતે મળ નાળી પર વધારે દબાવ ન નાખવો કેમ કે તે હોમોરોઈડને આવકારી શકે છે. હોમોરોઈડ મળાશય ( rectum ) ની નસોનો સોજો હોય છે. તે દુખદાયક હોય છે.

કોમેન્ટમાં અમને તમારી મુશ્કેલીઓ જણાવો અને આ પોસ્ટને જરૂરથી શેયર કરો.

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon