Link copied!
Sign in / Sign up
1
Shares

🍎ગર્ભવસ્થામાં સફરજન ખાવાથી ઘણા ચમત્કારી લાભ થઈ શકે છે-જરૂરથી જાણો આ ફાયદો વિશે🍎

ગર્ભવસ્થામાં દરેક સ્ત્રી ને પોતાનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને વાત જો ખાવાની આવે તયારે તો હજી વધારે કારણકે માં થનારી સ્ત્રીના સારા ખાવા-પીવા થીજ થનારા બાળકનું પણ તંદુરસ્ત જન્મ લેશે. ગર્ભાવસ્થા સમયે લીલા શાક અને ફળો ઘણો ફાયદો કરે છે. જ્યારે વાત આવે ફાળો ની ત્યારે તમને ખબર છે કે ઘરભવસ્થા સમયે સફરજન ખાવાથી માં અને બાળક બંને માટે ઘણું ફાયદાકારક હોય છે. આ કહેવત તો તમે સાંભળી હશે કે 'એન એપ્પલ અ ડે કિપ્સ ધ ડૉક્ટર અવે' (an apple a day keeps the doctor away), સફરજન એ ખૂબજ ફાયદાકારક ફળ છે અને ગર્ભાવસ્થા સમયે સ્ત્રીઓ એ દરરોજે બે સફરજન તો જરૂરથી ખાવા જોઈએ. આજે આ બ્લોગ ના માધ્યમ થી અમે તમને ગર્ભાવસ્થા ના સમયે સફરજન ખાવાથી થતા ફાયદા વિશે જણાવા માંગીએ છે.

૧. લોહીની અછત થી બચાવે છે સફરજન

ગર્ભાવસ્થા સમયે સ્ત્રીઓ ને લોહી ની અછત અથવા તો એનીમિયા ની તકલીફો થઈ જાય છે જે માં અને થનારું બાળક બંને માટે ખતરનાક હોય છે અવામાં જો ગર્ભવતી માં દરરોજે સફરજન નું સેવન કરશે તો આ તેમના માટે અને તેમનું થનારું બાળક બંને માટે ફાયદાકારક હોય છે કારણકે સફરજનમાં ઘણું બધું લોહ નું તત્વ હોય છે જે લોહી ની અછત ની સમસ્યા ને દૂર કરે છે.

૨. ઊંઘ ના આવાની તકલીફ ને કરે છે દૂર

ઘણીવાર ગર્ભાવસ્થા ના સમયે સ્ત્રીઓ અનિદ્રા ની સમસ્યા થી પીડાય છે અને આના લીધે એમને તકલીફ પણ પડતી હોય છે. એટલા માટેજ સફરજન ખાવાથી સ્ત્રીઓ ની અનિદ્રા ની તકલીફ દૂર થાય છે અને એમને સારી ઊંઘ આવે છે.

૩. રોગો થી થશે બચાવ

સફરજન માં ઘણા પ્રમાણ માં મેગ્નેશિઅમ, ફોલિક એસિડ અને ફાઇબર પણ હોય છે જે તમને રોગો થી બચાવે છે અને એટલા માટેજ જો તમે ગર્ભાવસ્થા ના સમયે સફરજન ખાઓ છો તો તમે ઘણા રોગો થી પણ બચી શકો છો.

૪. પાચન ક્રિયા ને બનાવે છે ઝડપ

ગર્ભાવસ્થા વખતે સ્ત્રીઓ ને એસિડિટી અથવા પાચન સંબંધી સમસ્યાઓ થાય છે અને આ જ તકલીફો થી છુટકારો અપાવે છે સફરજન. આમ ઘણું બધું ફાઇબર હોય છે જેનાથી મેટાબોલિઝમ ઝડપી થાય છે અને આના લીધે જ પાચન શક્તિ પણ સારી થાય છે.

૫. બાળક માટે હોય છે ઘણું ફાયદાકારક

ગર્ભાવસ્થા વખતે માં કસું પણ ખાય છે તો એનો સિદ્ધોજ અસર બાળક ને થાય છે, સફરજન માં વિટામિન સી વધારે પ્રમાણ માં હોય છે જેના લીધે આ ગર્ભવતી સ્ત્રી અને એમના બાળક બંને ની પ્રતિરક્ષા ને વધારે છે. આના સિવય આ થનારા બાળક ની સ્વાસ્થ્ય પર પણ ઘણા ફાયદાકારક પ્રભાવો પાડે છે, આનાથી બાળક તંદુરસ્ત થાય છે અને એને દમ અથવા બીજી શ્વાસ થી સંબંધિત રોગો થવાની સંભાવના ઓછી કરે છે. આના સિવાય સફરજનમાં કેલશ્યિમ હોય છે જેનાથી ગર્ભ માનાં બાળક ની હાડકીઓ મજબૂત થાય છે.

૬. થાક થાય છે દૂર

ગર્ભાવસ્થા વખતે ઘણીવાર સ્ત્રીઓ પોતાને થાકેલા અનુભવે છે અને આવામાં સ્ત્રીઓ સફરજન નું સેવન કરે તો એમને તરત થીજ ઉર્જા મડી જશે.

સફરજન એક ખૂબ જ ફાયદાકારક ફળ છે અને કુદરત નો આપેલી એક અનમોલ ભેટ છે એટલા માટેજ આ ફળ નું સેવન ખાલી ગર્ભવતી સ્ત્રીઓ ને જ નઈ પણ બધા માટે બઉજ ફાયદાકારક હોય છે. 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon