Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થામાં જેસ્ટેશનલ ડાયાબીટીઝ

ગર્ભાવસ્થામાં અસંતુલિત શુગર લેવલના કારણે સ્ત્રીઓમાં જેસ્ટેશનલ મધુપ્રમેહ થઈ જાય છે. આ જોકે બાળકની પ્રશ્રુતિ પછી આપમેળે ઠીક થઈ જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક આ પ્રશ્રુતિ પછી પણ સ્ત્રીઓમાં રહી જાય છે. સામાન્ય રીતે, પેટ તમારા લીધેલા ખોરાકને, ગ્લુકોઝના રૂપમાં શોષી લે છે. આ રીતે ગ્લુકોઝ વાળો ખોરાક લોહીના વહેણમાં જઈને આપણને પોષણ પ્રદાન કરે છે. શરીરના કોષો ઇન્સ્યુલિન નામના હોર્મોનની મદદથી ગ્લુકોઝને શોષી શકે છે. પરંતુ ઇન્સ્યુલિનની કમીને કારણે શરીરમાં ગ્લુકોઝનો સાચી માત્રામાં ઉપયોગ થઈ શકતો નથી. ગર્ભાવસ્થામાં મધુપ્રમેહ થવાથી તમે જે ખાવાનું ખાઓ છો તે બાળકને પોષણના રૂપમાં મળી શકતું નથી. તમને ગર્ભાવસ્થામાં મધુપ્રમેહ થવાનો કેટલો ખતરો છે ?

૧. જો તમારા ઘરમાં કોઈ વૃધ્ધ મહિલાને પહેલા ક્યારેક ગર્ભાવસ્થા દરમિયાન મધુપ્રમેહ થયો હોય તો તમને પણ થઈ શકે છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમકે સંતુલિત આહાર, નિયમિન વ્યાયામ અને સાચી દવાઓ લેવાથી આ કાબૂમાં આવી જાય છે.

૨. જો તમારું વજન સામાન્યથી ઘણું વધારે છે તો જેસ્ટેશનલ મધુપ્રમેહનો ખતરો વધી જાય છે. તમારે તમારા વજનનું ધ્યાન રાખવું પડશે. જો તમારી બીએમઆઇ (BMI) ૩૦ થી વધારે હોય તો તમારે ધ્યાન રાખવું પડશે.

૩. જો તમને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ છે જેને ( પી.સી.ઓ.ડી.) કહેવાય છે.  જોકે આજ કાલ આ રોગ સામાન્ય બની ગયો છે. આનુ કારણ એ છે કે આજ કાલનું આધુનિક રહન-સહન વાળું ખાવાનું-પીવાનું.

૪. જો તમને ગર્ભાવસ્થા પહેલાથી જ મધુપ્રમેહની ફરિયાદ રહી હોય. ગર્ભાવસ્થામાં થવા વાળા મધુપ્રમેહના લક્ષણો

૧. વધારે ભૂખ લાગવી.

૨. વધારે તરસ લાગવી.

૩. ધૂંધળું દેખાવું.

૪. ચક્કર આવવા.

૫. વારે વારે પેશાબ કરવા જવું.

જોકે ગર્ભાવસ્થા દરમિયાન થવા વાળા મધુપ્રમેહના કોઈ ખાસ લક્ષણો નથી હોતા, પણ જ્યારે તમે ૨૪ થી ૨૮ અઠવાડીયાના ગર્ભવતી થાઓ છો ત્યારે તમારે સંપૂર્ણ સ્વાસ્થય ચિકિત્સા

દરમિયાન તમે તમારા ડોક્ટરને આના વિષે જણાવો. તમે જેસ્ટેશનલ મધુપ્રમેહથી કઈ રીતે બચી શકો છો ?

૧. સંતુલિત આહાર લો, જેમકે- ફણગાવેલી દાળ, બીન્સ, સ્પ્રાઉટ્સ, તાજી લીલી શાકભાજીઓ, માછલી, ઈંડા વગેરે.

૨. સમય પર ઊંઘવાનું અને સમય પર જાગવાનો પ્રયાસ કરો.

૩. વ્યાયામ કરો, જેમકે ચાલવાનું ફરવાનું, બોડી સ્ટ્રેચ.

૪. યોગાસન જેને આરામથી કરી શકાય છે.

૫. તણાવથી દૂર રહો.

જેસ્ટેશનલ ડાયાબીટીઝ ગર્ભાવસ્થા પર શું અસર પડે છે ?

૧. આના કારણે કોઈ ગંભીર મુશ્કેલી તો નથી થતી પરંતુ ક્યારેક ક્યારેક કોઈ સ્ત્રીઓને પ્રિટર્મ- લેબર ની તકલીફ થઈ જાય છે.

૨. જે બાળકો નવ મહિના પહેલા જન્મ લે છે તે અન્ય શારીરક રોગોના શિકાર બની શકે છે. તેમનું શરીર સામાન્ય શિશુની તુલનામાં ઘણું મોટું હોય છે. તેમનું મોઢું જન્મ આપવા વાળી નળી (બર્થ-કેનાલ)માં ફસાઈ શકે છે. તેમના ગળા અને ખભા પર ગંભીર ઇજા થઈ શકે છે. તેમણે સિઝેરીયન સેક્શનથી પેદા કરવામાં આવે છે. તેમને જન્મ પછી વધારે સાર સંભાળની જરૂર પડે છે.

૩. તમને પણ બાળકના જન્મ પછી ઉક્ત રક્તચાપ અને કમજોરીની ફરિયાદ થઈ શકે છે.

૪. આવા બાળકમાં લોહીની અછત અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. જેસ્ટેશનલ મધુપ્રમેહ હોવા છતાં સ્વસ્થ પ્રશ્રુતિ કઈ રીતે કરો ? તેમાં માટે તમારે, ડોક્ટરની બતાવેલી સલાહનું પાલન કરવાનું રહેશે. પોતાને જેસ્ટેશનલ મધુપ્રમેહની રોગી માનીને નિરાશ ન થાઓ. આ જનલેવા નથી. અને પ્રશ્રુતિ પછી તમે પાછા નોર્મલ થઈ જશો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon