Link copied!
Sign in / Sign up
10
Shares

ગર્ભાવસ્થામાં અખરોટ કરે છે ચમત્કારિક ફાયદાઓ – જાણો કઈ રીતે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ તેમનું ખાસ ધ્યાન રખવાનું હોય છે કેમ કે આ એ સમય હોય છે કે જેમાં સ્ત્રીમાં ઘણા બદલાવ આવે છે. આ સમયગાળામાં માતા બનવાવાળીને સારું અને પૌષ્ટિક ખોરાક ખાવાની ખૂબ જરૂર હોય છે જેનાથી ન માત્ર બનવાવાળી માતાને પણ તેના આવનાર બાળકનો પણ સારી રીતે વિકાસ થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન સૂકો મેવો ખાવાથી ઘણા ફાયદા થાય છે અને એટલે જ એક મહત્વપૂર્ણ સૂકો મેવો અખરોટને ગર્ભવતી સ્ત્રીઓએ તેમના ખોરાકમાં ઉમેરવો જોઈએ. અખરોટ શક્તિનો એક સારો એવો સ્ત્રોત છે અને એમાં ઘણા એવા પોષકતત્વો છે જે માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે. તો આજે અમે આ બ્લોગના માધ્યમથી અખરોટના થોડા મહત્વપૂર્ણ ફાયદાઓ બતાવી રહ્યા છીએ.

 

૧. બાળકના પૂરતા વિકાસ માટે જરૂરી છે.

હંમેશા ધ્યાન રાખો કે તમે ગર્ભાવસ્થા દરમિયાન કઈ પણ ખાઓએ તમારા બાળક સુધી પહોચે છે અને એનો ફાયદો અને નુકસાન માત્ર તમને જ નહીં પણ તમારા આવનાર બાળકને પણ થાય છે. જ્યારે તમે અખરોટ ખાઓ છો ત્યારે તેમાં રહેલું તાંબાનું તત્વ ભૃણના વિકાસ માટે આવશ્યક છે જેથી તમારી અંદર ઉછરી રહેલા બાળકના સારા વિકાસ થવા માટે મદદરૂપ થાય છે.

૨. માતાની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

ગર્ભવતી સ્ત્રીઓએ તેમનું હંમેશા સારું એવું ધ્યાન રાખવું પડે છે જેથી માતાને કોઈ ચેપ ના લાગે અને આજ બધી સમસ્યાઓથી અખરોટ છૂટકારો અપાવે છે. તેમાં રહેલા રહેલા એંટિઓક્સિડેંટ અને વિટામિન-ઈ, પોલીફીનોલ, અને કોપર, થવાવાળી માતાની રોગપ્રતિકારક શક્તિને વધારે છે જેનાથી તેમણે કોઈ પણ ચેપ ન લાગે.

૩. પાચનશક્તિને વધારે છે.

ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સ્ત્રીઓને એસિડિટી કે પાચનને લગતી તકલીફો પણ થાય છે જેના માટે આ સમયે અખરોટ ખાવાનું ખૂબ જરૂરી હોય છે કેમ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે કે જે પાચન ક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને જેનાથી ગર્ભવતી સ્ત્રીઓને એસિડિટી થતી નથી.

૪. બાળકના મગજના વિકાસ માટે પણ છે ફાયદાકારક.

અખરોટ આવનાર બાળકના મગજના વિકાસ માટે પણ ઘણું મહત્વપૂર્ણ હોય છે કેમ કે તેમાં ઓમેગા-૩, ફેટી એસિડ અને આના ઉપરાંત આમાથી મળતા ખનીજતત્વો જેવા કે પોટેશિયમ, સેલેનિયમ , કેલ્શિયમ, મેંગેનીજ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને જિંક આવનાર બાળકના મષ્તિસ્કના વિકાસ માટે ઘણું જ ફાયદાકારક હોય છે.

૫. વજનને નિયંત્રણમાં રાખે છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના વજનમાં ઘણા બદલાવ આવે છે, ક્યારેક ક્યારેક સ્ત્રીઓના વજનમાં ખૂબ જ વધારો થઈ જાય છે જેનાથી તેમનામા મધુપ્રમેહનો ખતરો પણ વધી જાય છે. સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન ઘણી પ્રબળ ઈચ્છાઓ થવા માંડે છે અને જેમાં ક્યારેક ક્યારેક તેઓ જંક ફૂડ્સ પણ ખાવા લાગે છે, કે જે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એટલે જો આ દરમિયાન જો તમે અખરોટનું સેવન કરશો તો તમે તેમાં વધુ માત્રામાં રહેલા પ્રોટીન અને ફાઇબર તમારી અંદર જશે જેથી તમારું પેટ ભરેલું ભરેલું રહેશે અને તમને વધારે પ્રબળ ઈચ્છાઓ થશે નહીં અને તમે વધારે જંક ફૂડ્સ તરફ આકર્ષિત નહીં થશો, જેનાથી ન તમને વધારે વજનનો ખતરો રહેશે કે ન મધુપ્રમેહ નો.

૬. તમને સારી ઊંઘ આવશે.

ઘણીવાર ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને અનિન્દ્રાની સમસ્યા પણ થઈ જાય છે જેથી જો આ સમય દરમિયાન ગર્ભવતી મહિલાઓ અખરોટનું સેવન કરશે તો તેમણે સારી ઊંઘ આવશે કેમ કે તેમાં રહેલું મેલાટોનીન નામનું હોર્મોન બને છે જેથી કરીને ગર્ભવતી સ્ત્રીઓને સારી ઊંઘ આવે છે.

આ બધા ઉપરાંત જો તમે અખરોટ ખાવાનું શરૂ કરવાનું પસંદ કરતાં હોવ તો એકવાર તમારા ડોક્ટરને જરૂરથી પુછો કેમ કે દરેક સ્ત્રીના શરીર અને રોગપ્રતિકારક શક્તિ એક જેવી હોતી નથી,અને ઘણી મહિલાઓને અમુક વસ્તુઓ ખાવાથી એલર્જિ પણ થાય છે. એટલે આમાટે તમે તમારા ડોક્ટર સાથે એકવાર વાત જરૂર કરો. અખરોટ એક ઘણો જ ફાયદાકારક સૂકો મેવો છે જે ન માત્ર ગર્ભવતી સ્ત્રીઓ માટે જ નહિ પણ દરેકને માટે ફાયદાકારક હોય છે.

હેપ્પી પ્રેગ્નેન્સી !

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon